You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News : 'પાકિસ્તાનને સેમિફાઇનલમાં ન પહોંચવા દેવા ભારત આગામી મૅચ હારશે'
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી બસીત અલીએ પાકિસ્તાનની ટીવી ચેનલ 'એઆરવાય' ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે ભારત વર્લ્ડ કપની આગામી મૅચમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણીજોઈને હારશે.
અલીએ કહ્યું, "ભારત અત્યાર સુધી પાંચ મૅચ રમ્યું છે અને તે ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે."
અલીએ એવું પણ કહ્યું કે અફઘાનિસ્તાન સામે શ્રીલંકા અને બાંગ્લાદેશ કેવી રીતે રમ્યું તે બધાને ખબર છે.
જ્યારે બસીતને આ મુદ્દા પર વિગતવાર પ્રકાશ પાડવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ (ભારત) કેવી રીતે રમતની યોજના બનાવે છે તેની કોઈને જાણ નથી.
વધુમાં તેમણે કહ્યું, "પાકિસ્તાને માત્ર તેની ન્યૂઝીલૅન્ડ સાથેની આગામી મૅચમાં ધ્યાન આપવું જોઈએ."
મોદી સરકારે ભાજપને લાભ પહોંચાડવા હેતુફેર કર્યો
કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે દિલ્હીમાં જમીનના એક પ્લોટમાં 'વપરાશ-ફેર' કર્યો છે, જેથી ભાજપને તેના રાષ્ટ્રીય મુખ્યાલય માટે બે એકરની વધુ જમીન મળશે.
અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અહેવાલ પ્રમાણે, મંત્રાલયે ચાલુ સપ્તાહે આને સંબંધિત જાહેરનામું બહાર પાડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'માસ્ટરપ્લાન ફૉર દિલ્હી-2021'ના પ્લાન મુજબ 6-એ, દીન દયાળ ઉપાધ્યાય માર્ગ ખાતે ભાજપનું મુખ્યાલય આવેલું છે.
મૂળ આયોજન પ્રમાણે, 3-બી નંબરના 2.189 એકરના પ્લોટને રહેણાંક વિસ્તાર માટે ફાળવવામાં આવ્યો હતો, પરંતુ હવે 'વપરાશ-ફેર'ને 'જાહેર તથા અર્ધ-જાહેર સુવિધાઓ' માટે ચિહ્નીત કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના જાહેરનામા પ્રમાણે, જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા, પરંતુ 'વાંધા-વિરોધ નહીં મળતા' હેતુફેરને મંજૂરી આપી દેવામાં આવી હતી.
અગાઉ નવી દિલ્હીમાં અશોકા રોડ ખાતે ભાજપનું મુખ્યાલય આવેલું હતું, પરંતુ અમિત શાહ ભાજપના અધ્યક્ષ અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન હતા તે અરસામાં તેને ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
ફેબ્રુઆરી-2018માં દીન દયાળ ઉપાધ્યાય માર્ગ ખાતે ત્રણ માળના મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આદિત્ય પંચોલી પર બળાત્કારનો આરોપ
આદિત્ય પંચોલી પર 10 વર્ષ જૂના બ્લૅકમેલિંગ અને બળાત્કારના આરોપ બાદ મુંબઈના વરસોવા પોલીસ સ્ટેશનમાં ગુરુવારે ફરિયાદ નોધવામાં આવી છે.
મુંબઈ મિરરના અહેવાલ મુજબ પોલીસ પ્રવક્તા મંજુનાથ સિંગટેએ કહ્યું, "36 વર્ષની મહિલાએ પોલીસને કહ્યું કે આદિત્ય પંચોલી દ્વારા તેનું 2004થી 2009 વચ્ચે ઘણી વખત શારીરિક શોષણ કરવામાં આવ્યું.
ફરિયાદીએ કહ્યું છે કે આદિત્ય પંચોલીએ વિવિધ પ્રસંગે તેમનું શોષણ કર્યું, તેમની તસવીરો અને વીડિયો લીધાં. તેમજ આ તસવીરો અને વીડિયો તેના મિત્રો અને પરિવારને ન બતાવવા માટે 1 કરોડ રૂપિયાની માંગ કરી, જેમાંથી ફરિયાદીએ આદિત્યને 50 લાખ રૂપિયા ચૂકવી દીધાં છે.
આ અંગે આદિત્ય પંચોલીએ કહ્યું, "મારા પર ખોટો આરોપ મુકવામાં આવ્યો છે. આ અંગેના બધા જ પુરાવા અને વીડિયો મારી પાસે છે. હું મુંબઈ પોલીસને સહકાર આપવા તૈયાર છું. હું તપાસ માટે પણ તૈયાર છું. મને અંદાજ હતો જ કે મારી વિરુદ્ધ ફરિયાદ થશે."
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બૉલીવૂડના એક જાણીતા અભિનેત્રીનાં બહેન દ્વારા એપ્રિલ મહિનામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મુજબ અભિનેત્રીનું શોષણ થયું ત્યારે તેઓ પુખ્ત વયના નહોતાં. તેમણે એ વખતે પણ ફરિયાદ નોંધાવેલી પણ ત્યારે આદિત્ય પંચોલીને માત્ર સૂચના આપીને છોડી દેવાયા હતા.
ત્રણ તલાક મુદ્દે ભાજપથી જેડીયૂ અલગ
ભાજપની સહયોગી પાર્ટી જેડીયૂ ત્રણ તલાક બિલનો સતત વિરોધ કરી રહી છે. એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ જેડીયૂનું કહેવું છે કે વ્યાપક પરામર્શ વિના મુસલમાનો પર કોઈ વિચાર થોપવો જોઈએ નહીં.
ભાજપે જેડીયૂના નીતિશ કુમારને આ મુદ્દે પુનઃવિચાર કરવા કહ્યું છે.
આ મુદ્દે પહેલાં પણ ઘણી ચર્ચાઓ થઈ છે, ત્યારે હવે બિહારના ઉપ મુખ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ નીતિશ કુમાર કે તેમની પાર્ટીનું નામ લીધા વિના આ મુદ્દાને ધાર્મિક કે રાજકીય દૃષ્ટિએ જોવાને બદલે મહિલા સશક્તિકરણ માટે પોતાનું પરિપ્રેક્ષ્ય બદલવાનો આગ્રહ કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો