You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS: નવી સરકારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ વિદેશપ્રવાસ
પોતાના બીજા કાર્યકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં વિદેશપ્રવાસે જવાના છે.
મોદી 8થી 9 જૂન સુધી માલદીવના પ્રવાસે જશે.
મીડિયા અહેવાલ જણાવી રહ્યા છે કે પરત ફરતી વખતે મોદી શ્રીલંકાની પણ મુલાકાત લેશે.
નોંધનીય છે કે પોતાના પ્રથમ કાર્યકાળમાં મોદી માલદીવનો પ્રવાસ નહોતા કરી શક્યા.
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન સાથેના મતભેદને પગલે મોદીનો નિર્ધારિત પ્રવાસ દર કરવો પડ્યો હતો.
માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહે ભારત સાથેના સંબંધો સુમેળ બનાવવા વડા પ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું હતું.
વર્લ્ડ કપ 2019 : પાકિસ્તાને યજમાન ઇંગ્લૅન્ડને 14 રનથી હરાવ્યું
ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં સોમવારે રમાયેલી મૅચમાં પાકિસ્તાને યજમાન ઇંગ્લૅન્ડને 14 રનથી હરાવી દીધું.
349 રનોના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં 334 રન જ બનાવી શકી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
349 રનોના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ઊતરેલી ઇંગ્લૅન્ડની શરૂઆત સારી નહોતી રહી.
માત્ર 12 રન પર જ ટીમની પ્રથમ વિકેટ જૅસન રૉયના રૂપે પડી. જે બાદ જૉની બૅરસ્ટો અને જૉ રૂટે ટીમને સંભાળવા પ્રયાસ કર્યો.
પણ બૅરસ્ટો 32 રન કરીને આઉટ થઈ ગયા. એ બાદ ઇંગ્લૅન્ડના કૅપ્ટન મૉર્ગન પણ 9 રન કરીને ચાલતા બન્યા. 118 રને બૅન સ્ટૉક્સના રૂપે ટીમની ચોથી વિકેટ પડી.
જોકે, એ બાદ રૂટ અને જૉઝ બટલરે ઇંનિગ સંભાળી.
બન્નેએ મળીને 130 રનની ભાગીદારી નોંધાવી. જોકે, 39મી ઓવરમાં રૂટ 107 રને આઉટ થયા અને એ બાદ બલટર પણ 103 રન કરીને આઉટ થયા.
આ જોડી પરત ફરતાની સાથે જ ઇંગ્લૅન્ડ માટે વિજયનો માર્ગ આકરો બની ગયો.
9મી વિકેટના રૂપે જૉફ્રા આર્ચર માત્ર એક રન બનાવી શક્યા. એ વખતે ઇંગ્લૅન્ડને 8 બૉલમાં 27 રનની જરૂર હતી.
આખરે ઇંગ્લૅન્ડ નિર્ધારિત લક્ષ્યથી 14 પાછળ રહી ગયું.
ઉત્તર ભારતમાં ભારે ગરમી, ચુરુમાં તાપમાનનો રેકર્ડ તૂટ્યો
દેશના કેટલાય વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર થઈ ગયું છે.
રાજસ્થાનનું ચુરુમાં દેશનું સૌથી ગરમી સ્થળ રહ્યું.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અહીં સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર કરી ગયો.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભયાનક લૂ વાવાની આશંકાને પગલે હવામાન ખાતાએ ઍલર્ટ જાહેર કર્યું છે.
તો ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો.
રાજ્યમાં કંડલા 44.8 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું. જોકે, બુધવારે રાજ્યમાં ગરમી ઘટે એવા અણસાર છે.
બિસ્કિટમાં ક્રીમની જગ્યાએ ટૂથપેસ્ટ, 15 મહિનાની જેલ
સ્પેનમાં એક બેઘર વ્યક્તિને ક્રીમની જગ્યાએ બિસ્કિટમાં ટૂથપેસ્ટ નાખીને ખવડાવવા બદલ એક યૂટ્યુબરને 15 મહિનાની કેદ ફટકારાઈ છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર સ્પેનના યૂટ્યુબર કેગુના રેનને કોર્ટે પીડિત વ્યક્તિનનાં સન્માન અને નૈતિકતાને આઘાત પહોંચાડવાનો દોષિત ઠેરવ્યો.
કૉર્ટે આદેશ આપ્યો કે રેનને પોતાની યૂટ્યુબ ચેનલ પણ બંધ કરવી પડશે. કોર્ટે તેને 2024 સુધી કોઈ વીડિયો પોસ્ટ ન કરવા પણ આદેશ આપ્યો.
આ ઉપરાંત રેનને 20 હજાર યૂરોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે એક પ્રૅન્ક વીડિયોમાં રેને પીડિત વ્યક્તિ સાથે આવી મજાક કરી હતી.
આ વીડિયોમાં પીડિત વ્યક્તિ ઊલટી કરવા વિવશ બની હતી. વીડિયોને લઈને રેનની ભારે ટીકા પણ થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો