એક સફરજન જેટલા વજન સાથે જન્મેલી બાળકી

એક નવજાત જે માત્ર 245 ગ્રામ વજન સાથે જન્મ્યું હતું. મનાઈ રહ્યું છે કે તે વહેલી પ્રસૂતિને કારણે જન્મતાં બાળકોમાં સૌથી ઝીણું છે અને તેને યૂએસની હૉસ્પિટલમાંથી રજા અપાઈ.

ડિસેમ્બર 2018માં 23મા સપ્તાહ અને ત્રણ દિવસે જ્યારે સેબીનો જન્મ થયો ત્યારે તે એક મોટા સફરજન જેટલું વજન ધરાવતી હતી.

આ બાળકીના જીવનને બચાવવાં તેને કેલિફૉર્નિયામાં સાન ડિયાગોની શાર્પ મેરી બર્ચ હૉસ્પિટલના ઈન્ટેન્સિવ કૅર યુનિટમાં રખાઈ હતી.

તેની પરિસ્થિતિને જોતાં તબીબોએ તેમનાં માતાપિતાને સેબી અમુક જ કલાકોની મહેમાન છે તેવું જણાવ્યું હતું.

પણ પાંચ મહિના પછી તેને સંપૂર્ણ સ્વાસ્થ્ય અને અઢી કિલો વજન સાથે હૉસ્પિટલમાંથી રજા અપાઈ.

સેબીના જીવનને બચાવવા માટેના સંઘર્ષ દરમિયાન તેની સારવારમાં રહેલી નર્સે કહ્યું કે આ એક ચમત્કાર છે.

બાળકોની નોંધણી કરતું રજિસ્ટર એવું કહે છે કે સેબી દુનિયાની સૌથી નાની બાળકી છે જે વહેલી પ્રસુતિ થવાના કિસ્સામાં બચી ગઈ હોય.

આ પહેલાંનો રેકર્ડ જર્મનીમાં 2015માં 252 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીના નામે હતો. તેની સારવાર યુનિવર્સિટી ઑફ લોવામાં કરાઈ હતી.

આ વર્ષે જાપાનમાં 268 ગ્રામ વજન સાથે જન્મેલા બાળકને દુનિયાનું સૌથી ઝીણું બાળક કહેવાતું હતું.

સેબીને તેનાં માતાએ ગર્ભાવસ્થા દરમિયાનની કેટલીક આકસ્મિક તકલીફોને કારણે નિયત સમય કરતાં ત્રણ મહિના વહેલો જન્મ આપ્યો હતો.

હૉસ્પિટલે જારી કરેલા એક વીડિયોમાં તેનાં માતાએ તેને જન્મ આપવાના દિવસને જીવનનો સૌથી કપરો દિવસ ગણાવ્યો હતો.

હું તેમને કહેતી હતી, "તે નહીં બચી શકે. એટલે કે મારા ગર્ભાધાનને માત્ર 23 અઠવાડિયા જ થયાં છે."

તેનો જન્મ બહુ વહેલો થયો હતો. તબીબો તેને માઈક્રો પ્રિમી કહે છે, એટલે કે એવાં બાળકો જેમણે ગર્ભમાં માત્ર 28 સપ્તાહનો સમય ગાળ્યો હોય.

સામાન્ય રીતે બાળકનો જન્મ 42 સપ્તાહે થતો હોય છે.

તે એટલી નાની હતી કે તેની સારવાર કરતા ડૉક્ટરોની હથેળીમાં સમાઈ જતી હતી.

તબીબોનું માનવું છે કે તેને જન્મ પછી કોઈ ગંભીર સમસ્યા નહોતી આથી તે બચી ગઈ છે.

સેબી સામાન્ય રીતે સમય કરતાં અગાઉ જન્મતાં બાળકોને નડતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર હતી.

આ સમસ્યાઓમાં મગજમાં રક્તસ્રાવ થવો અને ફેફસાં તથા હૃદય સાથે સંકળાયેલી તકલીફોનો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો