ગુજરાત બજેટ : સવા બે લાખ વિધવા મહિલાઓને આજીવન પેન્શનની જાહેરાત

આજે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગુજરાતનું લેખાનુદાન બજેટ રજૂ કર્યું છે. નીતિન પટેલની બજેટ રજૂઆતના મુખ્ય અંશો.

  • અમે સર્વગ્રાહી વિકાસ માટે કટિબદ્ધ છીએ.
  • સરદાર વલ્લભ ભાઈ પટેલની 182 સૌથી ઊંચી પ્રતિમા લોકોની આકાંક્ષાનું પ્રતીક છે. વૈશ્વિક ફલક ઊપર મૂકવામાં આવી છે. બન્ને યોજનાથી આદિવાસી યુવાનોનો વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. મોટાપાયે રોજગારની તક ઊભી થઈ છે, સ્થાનીય લોકોની આજીવિકા વધે અને જીવન સ્તર ઊંચું આવે તેના માટે સરકાર કટિબદ્ધ છે.
  • 10 ટકા અનામતની ક્રાંતિકારી નીતિનો અમલ કર્યો છે.
  • પાણીની અછત ધરાવતું રાજ્ય છે, દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છને પાણી માટે મળી રહે એના માટે આઠ ડિસેલિનેશન પ્લાન્ટ પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મૉડલ હેઠળ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
  • રિસાઇકલ પાણીનો ઉપયોગ ખેતી, સફાઈ જેવાં કામ માટે શરૂ કરવામાં આવશે.
  • ધોલેરા વિસ્તાર દરીયા કાંઠે ખેતી કરવી મુશ્કેલ છે, કારણ કે તે ખારાશવાળી જમીન છે, ત્યારે 5000 મેગાવૉટનો વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, સિક્સ લેન હાઇવે માટે કામ શરૂ કરવામાં આવેલ છે.
  • અમારી સરકાર પારદર્શક વહીવટ માટે નિશ્ચયબદ્ધ છે, જમીનને બિનખેતી પ્રક્રિયાને ઑનલાઇન કરવી,
  • ગુજરાતનો વાર્ષિક વૃદ્ધિ દર 9.9 ટકા રહ્યો છે.
  • વાર્ષિક ઉદ્યોગ મોજણી મુજબ ગુજરાત 16.8 ટકાનો હિસ્સા ધરાવી મોખરે છે.
  • અછતના વર્ષમાં ગુજરાત સરકાર ખેડૂતોના પડખે રહી છે. 96 તાલુકામાં 6,176 ગામડાઓને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. ખેડૂતોને સૌથી વધારે રાહત પૅકેજ તરીકે વિજય રૂપાણીની સરકાર દ્વારા 1557 કરોડ રૂપિયાની રકમ ચુકવી દેવામાં આવી છે.
  • ખેડૂતોને પાક બચાવવા માટે 10 કલાક વીજળી પૂરી પાડી છે અને એનું ભારણ સરકાર પર આવ્યું છે. તે સંદર્ભે સરકારે 436 કરોડ રુપિયા વિદ્યુત બોર્ડને ચુકવયા છે.
  • સુધારેલા બિયારણ, પૂરતી વીજળી, કૃષિ ટેકાના ભાવ, ફાર્મ મિકેનાઇઝેશન, તારની વાડ એમ જ્યાં ખેડૂત છે ત્યાં અમારી સરકાર છે.
  • વડા પ્રધાન પાક વીમા યોજના માટે 27 લાખ ખેડૂતોને 353 લાખ હેક્ટર ખેતી જમીનને પાક વીમા અંતગર્ત જાહેર કરવામાં આવી છે.
  • ખેડૂતો માટે 500 કરોડ રૂપિયાનું રિઝર્વ ફંડ ઉભુ કર્યું છે એટલે હવે ખેડૂતોના ખાતામાંથી વ્યાજ નહીં કપાય.
  • પંચમહાલ જિલ્લામાં ઑર્ગેનિક યૂનિવર્સિટી સ્થપાવામાં આવશે.
  • ગુજરાતના પશુ વધતા જાય છે, પશુ ધન સંવર્ધન માથાદીઠ 243 ગ્રામ પ્રતિદિન હતું એ વધીને 564 ગ્રામ પ્રતિદિન ગુજરાતમાં વધ્યું છે.
  • ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરીયા કિનારો છે, હજારો ખેડૂતો અને માછીમારોને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે ઝીંગા માછલીનો ઉછેર વધારવા, એનો લાભ 5000 હેક્ટર સરકારી ખારાશ વાળી જમીન ( દરીયા કાંઠે- પડતર) ફાળવવાનો નિર્ણય કર્યો છે.
  • 10 હજાર વધુ માછીમારોને 12 રૂપિયાની ડીઝલ સબસિડી આપવામાં આવતી હતી પણ હવે સરકારે માછીમારોને બોટના ડીઝલ માટે 15 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
  • પાકિસ્તાનની જેલમાં હોય તે માછીમારોના પરિવારોને સહાય 150ની બદલે 300 રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
  • સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર માટે રણજીત સાગર, ભાવનગરનાં જળાશયો અને રાજકોટના ન્યારી ડેમમાં સૌની યોજનાના બીજા તબક્કામાં નર્મદાનું પાણી ટૂંક સમયમાં પૂરૂ પાડવામાં આવશે.
  • નર્મદા યોજનાની સંપૂર્ણ ઊંચાઈ પૂરી થઈ ગઈ છે, 84 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યાર સુધી 2001-2018 સુધીમાં નર્મદા યોજના માટે રૂપિયા 51, 786 કરોડ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની મદદથી ખર્ચ કર્યા છે. 9083 ગામડાં અને 166 શહેરોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
  • ગુજરાતમાં અત્યારસુધીમાં વાત્સલ્ય યોજના હેઠળ ત્રણ લાખની આવક મર્યાદા હતી, પણ હવે તે વધારીને ચાર લાખ કરવામાં આવશે. 15 લાખ વધુ પરિવારોને તેનો લાભ મળશે.
  • એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલ મેડિસિટી કેમ્પસ, 1200 બેડની નવી હૉસ્પિટલ, કૅન્સર, આંખ અને ડેન્ટલ હૉસ્પિટલનું કામ પુરૂં થયું છે, તેનું લોકાર્પણ 4 માર્ચે વડા પ્રધાનના હસ્તે કરવામાં આવશે.
  • રાજ્યની વિધવા બહેનોને દોઢ લાખ રૂપિયા પેન્શન ચૂકવવામાં આવે છે, પણ શરત પ્રમાણે એ વિધવા બહેનનો દીકરો 18 વર્ષનો થાય તો પેન્શન બંધ થઈ જાય, પણ હવે સરકારે આ પેન્શન આજીવન ચાલુ રાખવાનો અને પેન્શનમાં 250 રૂપિયા વધારીને 1250 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવા બે લાખ બહેનોને તેનો લાભ મળશે.
  • આઈટીઆઈમાં ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આવે છે, તેમને મફત ટેબલેટ આપવામાં આવે છે.
  • પહેલાં કહેવાતું કે ગુજરાતી ખાઈ-પીને શાંતીથી બેસી રહે છે. આ કહેવતને ભૂસી નાખવા અમે ખેલ મહાકુંભ થકી રમત-જગતને પ્રોત્સાહન આપ્યું છે. ગત વર્ષે 35 લાખ વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. 
  • ગુજરાતનો સ્કૂલ ડ્રૉપઆઉટ રેશિયો 1.42 ટકા થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો