સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને ફરી હટાવી દેવાતા એમણે રાજીનામુ આપી દીધું છે

મોદી અને જસ્ટિસ સીકરી

ઇમેજ સ્રોત, AFP

વડા પ્રધાનના વડપણ હેઠળની એક ઉચ્ચસ્તરીય સમિતિએ સીબીઆઈના વડા આલોક વર્માને તેમના પદ પરથી હટાવી દીધા બાદ આજે તેમણે રાજીનામું આપી દીધું છે.

અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણવાળી સિલેક્શન કમિટીની બેઠકમાં વર્માને પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો.

કમિટીમાં વડા પ્રધાન ઉપરાંત વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ન્યાયાધીશ એ.કે. સીકરી સામેલ હતા.

અત્રે નોંધવું કે બે દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે આલોક વર્માને રજા પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો.

જેને પગલે 75 દિવસ બાદ આલોક વર્મા પોતાના પદ પર પરત ફર્યા હતા. કોર્ટે આ મામલાને સિલેક્શન કમિટી પાસે મોકલવાનો આદેશ આપ્યો હતો.

પરંતુ આ દરમિયાન કમિટીએ તેમને પદ પરથી દૂર કરી દીધા હતા. જ્યારે બીજી તરફ આલોક વર્માએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.

આલોક વર્મા

ઇમેજ સ્રોત, Getty Images

line

આલોક વર્માએ રાજીનામામાં શું કહ્યું?

મોદી આલોક વર્મા

ઇમેજ સ્રોત, Getty Images

પીટીઆઈ અનુસાર પોતાના રાજીનામામાં તેમણે લખ્યું છે, "રાવ્યાપક આત્મચિંતન બાદ રાજીનામું આપવાનું નક્કી કર્યું."

ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ અને ટ્રેનિંગના સચિવને શુક્રવારે લખેલા પત્રમાં તેમણે લખ્યું,"31 જાન્યુઆરી 2017ના રોજ પહેલાંથી જ સેવા નિવૃત્ત છું. સરકારમાં માત્ર 31 જાન્યુઆરી-2019 સુધી જ સીબીઆઈના માત્ર ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો."

"હવે હું સીબીઆઈનો ડાયરેક્ટર નથી રહ્યો તથા ફાયર સર્વિસ. સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડ્સના ડાયરેક્ટર જનરલની સેવા નિવૃત્તિની વયમર્યાદા પણ વટાવી ચૂક્યો છે."

"આજથી મને સેવા-નિવૃત્ત ગણવામાં આવે."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

સિલેક્શન કમિટીની ભૂમિકા?

સિલેક્શન કમિટી વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની બનેલી હોય છે.

એક સપ્તાહની અંદર કમિટીની બેઠક યોજાવાની વાત હતી.

જેમાં આલોક વર્મા અંગે સંબંધિત અંતિમ નિર્ણય લેવાયો હતો.

મીડિયા અહેવાલો એવું પણ જણાવી રહ્યાં છે કે આલોક વર્માને હટાવવાના નિર્ણયનો મલ્લિકાર્જૂન ખડગેએ વિરોધ કર્યો હતો.

જોકે, કમિટીએ આખરે તેમને હટાવી દીધા હતા.

આલોક વર્માને સીબીઆઈમાંથી હટાવીને ફાયર સર્વિસમાં મુકવામાં આવ્યા હતા.

જ્યારે પહેલાંની વ્યવસ્થા અનુસાર એમ. નાગેશ્વર રાવને ફરીથી સીબીઈના કાર્યકારી વડા બનાવાયા છે.

નિમણૂક બાદ તરત જ રાવે આલોક વર્માએ રદ કરેલા બદલીના હુકમો પાછા લાગુ કરી દીધા છે.

line

રાજકીય પ્રતિક્રિયા

કૉંગ્રેસે વર્માને ફરી હટાવવાને મામલે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું,

"આલોક વર્માને તક આપ્યા વગર જ તેમના પદ પરથી હટાવવા સ્પષ્ટ કરે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાં તો સ્વતંત્ર સીબીઆઈ ડિરેક્ટર કે કાં તો જેપીસી થકી સંસદની તપાસથી વધુ પડતા ડરે છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વિષય પર બે ટ્વીટ કર્યાં હતાં. પ્રથમ ટ્વીટમાં તેમણે સવાલ કર્યા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીબીઆઈ પ્રમુખને હટાવવાની જલદીમાં કેમ છે અને વડા પ્રધાને સીબીઆઈ પ્રમુખને ઉચ્ચસ્તરીય સમિતિ સામે રજૂ થવાની પરવાનગી કેમ ન આપી?

રાહુલે પોતાના ટ્વીટમાં જ તેમનો જવાબ પણ લખી દીધો, 'રફાલ'

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

પોતાના અન્ય એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યું, "મિસ્ટર મોદીના મગજમાં ડર હાવી થઈ ચૂક્યો છે. તેઓ રાત્રે ઊંઘી શકતા નથી. તેમણે આઈએએફ પાસેથી 30 હજાર કરોડ રૂપિયા ચોરી કર્યા અને અનિલ અંબાણીને સોંપી દીધા. સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને સતત બે વખત પદ પરથી હટાવવાની વાત સ્પષ્ટપણે જણાવે છે કે તેઓ પોતાની જ ખોટી વાતમાં ફસાયા છે.''

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

અન્ય તરફ ભાજપ તરફથી પણ આ નિર્ણય બાદ અનેક ટ્વીટ કરવામાં આવ્યાં. ભાજપ મહિલા મોરચાનાં સોશિયલ મીડિયા પ્રમુખ પ્રીતિ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "આલોક વર્માને સીબીઆઈના પ્રમુખ પદથી હટાવીને વડા પ્રધાન મોદીએ બાતવ્યું છે કે અંતિમ નિર્ણય લોકતાંત્રિક રીતથી ચંટાયેલા વડા પ્રધાન જ લેશે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

આ મામલે જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

ભૂષણે લખ્યું, "બ્રેકિંગ! તો, સીબીઆઈના ડાયરેક્ટરના પદ સંભાળ્યાના એક દિવસ બાદ જ વડા પ્રધાનના વડપણવાળી સમિતિએ આલોક વર્માની બદલી કરી નાખી. એવા ડરથી કે તે રફાલ મામલે મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકે છે. કોઈ પણ જાતની તપાસ ના થાય એ માટેની આ નિરાશા છે."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

સુપ્રીમે રદ કર્યો હતો રજાનો નિર્ણય

line
સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં મંગળવારે સીબીઆઈ મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય રદ કર્યો હતો.

લાઇન
લાઇન

જોકે, સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે આ ગાળા દરમિયાન આલોક વર્મા કોઈ નીતિગત નિર્ણયો નહીં લઈ શકે.

છ ડિસેમ્બરે થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો હતો.

સરકાર દ્વારા રજા પર મોકલી દેવાયા બાદ આલોક વર્મા અને 'કૉમન કૉઝ' નામની એક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી હતી.

line

મામલો શું છે?

આલોક વર્મા અને રાકેશ અસ્થાના

ઇમેજ સ્રોત, Getty Images

સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે છેલ્લા કેટલાક વખતથી આરોપ પ્રતિ-આરોપનો દોર ચાલી રહ્યો હતો.

આલોક વર્માએ સીબીઆઈ ડાયરેક્ટર તરીકે રાકેશ અસ્થાના વિરુદ્ધ લાંચ મામલે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરીને તેની તપાસ શરૂ કરાવી હતી.

સીબીઆઈએ જ આ મામલે દરોડા પાડીને પોતાના જ સ્ટાફના ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી હતી.

જોકે, રાકેશ અસ્થાનાએ ધરપકડથી બચવા હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા.

ત્યારબાદ 23 ઑક્ટોબરના રોજ કેન્દ્ર સરકારે આ મામલે દખલ કરી સીબીઆઈના નંબર-1 વર્મા અને નંબર-2 અધિકારી અસ્થાના બંનેને ફરજિયાત રજા પર મોકલી દીધા હતા.

અસ્થાના વિરુદ્ધ તપાસ કરતા અધિકારી એ. કે. બસ્સીને પણ પૉર્ટ બ્લેર મોકલી અપાયા.

આ ઉપરાંત સીબીઆઈમાં 13 જેટલા અધિકારીઓની પણ બદલી કરી દેવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો