You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાદર ખાનનું નિધન : અભિનયની સાથે ફિલ્મના ડાયલૉગ્સ પણ લખતા હતા
હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા કાદર ખાનનું કૅનેડાની એક હૉસ્પિટલમાં નિધન થયું છે. તેમના પુત્ર સરફરાઝ ખાને તેમના નિધનની પુષ્ટિ કરી છે.
81 વર્ષના કાદર ખાન એક દિગ્ગજ અભિનેતા હોવા ઉપરાંત ડાયલૉગ લેખક પણ હતા.
તેમનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતું અને સોશિયલ મીડિયા પર કેટલીય વખત તેમના અવસાનની અફવા ઊડી હતી.
જેને પગલે અમિતાભ બચ્ચન અને રવિના ટંડન જેવાં અભિનેતાએ ટ્વિટ કરીને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
80 અને 90ના દશકમાં કાદર ખાન, ગોવિંદા અને અનિલ કપૂર સાથે ઘણી ફિલ્મોમાં તેઓ દેખાયા હતા.
વર્ષ 1973માં રાજેશ ખન્નાની ફિલ્મ દાગથી બૉલીવુડમાં પગ મૂકનાર કાદર ખાને 300થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું.
અભિનેતા અમિતાભ બચ્ચને કાદર ખાનને અંજલિ આપતા લખ્યું, "તેઓ મારી ઘણી સફળ ફિલ્મોમાં સાથી હતા, તેઓ દિગ્ગજ લેખક પણ હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિનેતા અનુપમ ખેરે કાદર ખાનના નિધન અંગે ટ્વીટ કરતા લખ્યું હતું, "કાદર ખાન આપણા દેશના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક હતા. તેમની સાથે સેટ પર કામ કરીને હું શીખવાનો અનુભવ સારો હતો."
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કાદર ખાનનાં મૃત્યુના સમાચાર બાદ ટ્વીટ કર્યું, "જો તમે 80 અને 90ના દશકના બાળક રહ્યા હશો તો તમે કાદર ખાનને ફિલ્મોમાં જોયા જ હશે."
તેમણ એવું પણ લખ્યું છે કે હું ક્યારેય એમને મળી ન શકી, પણ જો મળી હોત તો હસાવતા રહેવા માટે મેં તેમનો આભાર માન્યો હોત.
કાદર ખાનનો એ ડાયલૉગ્સ જે અમિતાભની ઓળખ બન્યા
કાદર ખાન અભિનય કરવાની સાથેસાથે ઉમદા ડાયલૉગ પણ લખતા હતા.
'કુલી', 'સત્તે પે સત્તા', 'હમ', 'અગ્નિપથ' અને 'સરફરોશ' જેવી કેટલીય સુપરહિટ ફિલ્મોના ડાયલૉગ્સ કાદર ખાને લખ્યા છે.
લોકજીભે ચડેલા અમિતાભ બચ્ચનના કેટલાય ડાયલૉગ્સ કાદર ખાને જ લખ્યા હતા.
"બચપન સે સર પર અલ્લાહ કા હાથ ઔર અલ્લાહરખ્ખા હૈ અપને સાથ, બાજૂ પર 786 કા હૈ બિલ્લા, 20 નંબર કી બીડી પીતા હૂં ઔર નામ હૈ ઇકબાલ." 1983ની ફિલ્મ 'કુલી'ના આ ડાયલૉગે અમિતાભ બચ્ચનના પાત્રમાં પ્રાણ પૂર્યા હતા.
1990ની ફિલ્મ 'અગ્નિપથ'નો ડાયલૉગ "વિજય દિનાનાથ ચૌહાન, પૂરા નામ, બાપ કા નામ દીનાનાથ ચૌહાન, માં કા નામ સુહાસિની ચૌહાન, ગાંવ માંડવા, ઉમ્ર 36 સાલ 9 મહિના 8 દિન ઔર યે સોલહવાં ઘંટા ચાલૂ હૈ." પણ કાદર ખાને જ લખ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો