FLASHBACK : વર્ષ 2018ની સૌથી આકર્ષક અને યાદગાર તસવીરો

    • લેેખક, કેલી ગ્રોવિયર
    • પદ, બીબીસી કેપિટલ

2018નું વર્ષ પુરું થવામાં છે ત્યારે આવો નજર નાખીએ એ તસવીરો પર જે આખા વર્ષની યાદગાર બની છે.

જાન્યુઆરી મહિનામાં લેટિન દેશ હૉન્ડુરાસમાં ચૂંટણી થઈ હતી.

રાષ્ટ્રપતિ હુઆયન ઑરલેંડો હર્નાદેઝ ફરી જીત્યા તો એમની સામે વિરોધ પ્રદર્શન થયા.

આ દરમિયાન હૉન્ડુરાસ શહેરના ટેગુચિગલ્પામાં હરોળબંધ ઉભેલા પોલીસની આગળ એક યુવતીએ આરામથી સુઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ યુવતીનો 'સૂવા'નો બેફિકર અંદાજ જગતમાં જાણીતો થયો હતો.

સુઈને દર્શાવેલા વિરોધની આ યુવતીની મુદ્રાએ બીજી સદીની મૂર્તિ સ્લિપીંગ હર્માફ્રોડિટ્સની યાદ અપાવે છે.

અનેક લોકોએ આ યુવતીની તુલના વિન્સૅન્ટ વાન ગની 1890માં બનેલી પૅઇન્ટિંગ રેસ્ટ ફ્રોમ વર્ક સાથે પણ કરી હતી.

2.એક્સ-રે સ્ટાઇલ

ફ્રેબ્રુઆરી મહિનામાં ચીનના શહેર ડોંગુઆનમાં અજબ ઘટના ઘટી હતી.

રેલ્વે સ્ટેશન પર એક મહિલાનું પર્સ એક્સ-રે મશીનની અંદર જતું રહ્યું તો પર્સ માટે તેઓ પોતે એક્સ-રે મશીનની અંદર જતાં રહ્યાં.

હાડ-માંસની આ મહિલાની એક્સ-રે તસવીર દુનિયામાં વાઇરલ થઈ હતી.

ઊંડા રંગોવાળી આ તસવીર ઘણી પ્રાચીન તસવીરનો આભાસ ઊભો કરે છે.

આ તસવીરની સરખામણી હજારો વર્ષ અગાઉ ઑસ્ટ્રેલિયાના મૂળનિવાસીઓએ બનાવેલી કલાકૃતિ સાથે કરવામાં આવી હતી.

3.અંતરિક્ષમાં કાર

ફ્રેબ્રુઆરી મહિનામાં એલન મસ્કે પોતાની 2008ની ટેસ્લા રોડરસ્ટર કારને સૂર્યની ભ્રમણકક્ષામાં મોકલી હતી.

આમાં ડ્રાઇવર તરીકે એક પૂતળું બેસાડવામાં આવ્યું હતું. અંતરિક્ષમાં તરતી આ કારની તસવીરે દુનિયાનું ધ્યાન ખેંચ્યુ હતુ.

4.એનબીએ મેચમાં દુર્ઘટના

એપ્રિલ મહિનામાં હ્યુસ્ટન રૉકેટ્સ નામની અમેરિકન બાસ્કૅટબૉલ ટીમના ખેલાડી જેમ્સ હાર્ડેન એક મેચ દરમિયાન પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને મિનેસોટાના ટારગેટ સેંટર સ્ટેડિયમમાં પહેલી હરોળમાં બેઠેલા દર્શકોથી અથડાયાં.

આ તસવીર પણ વાયરલ થઈ હતી. તસવીરમાં ખેલાડી અને દર્શકોનાં હાવભાવ સાવ અલગ છે.

5.જ્વાળામુખીના લાવાની નદી

5મી મેનાં રોજ અમેરિકાના હવાઈ ટાપુ ઉપર છેલ્લા 40 વર્ષનો સૌથી મોટો ભૂકંપ આવ્યો.

એને પરિણામે હવાઈ પર આવેલો જ્વાળામુખી કિલાઉઇયા ભડકી ઉઠ્યો, એની અંદરથી નીકળેલો ધગધગતો લાવા આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો.

6.પ્લાસ્ટિકમાં કેદ પારેવું

મે મહિનામાં નેશનલ જિઓગ્રાફિક ચેનલનાં એક ફોટોગ્રાફરે એક સારસની તસવીર ઝડપી, જેણે દુનિયામાં રુંવાડા ખડા કરી દીધા.

આ સારસ પંખી પૂરી રીતે પ્લાસ્ટિકથી વીંટળાયેલું હતું.

પ્લાસ્ટિકથી કેદ આ સારસે દુનિયાને પ્લાસ્ટિકની ભયાનકતાનો અહેસાસ કરાવ્યો.

સ્પેનમાં આ તસવીર ખેંચનારા ફોટોગ્રાફરે સારસને પ્લાસ્ટિકથી મુક્ત કરી દીધું, પણ તસવીર એ સવાલ રજૂ કરી ગઈ કે આપણે જગતને પ્લાસ્ટિકથી મુક્ત કેવી રીતે કરીશું?

7. G-7 સંમેલન

જૂન મહિનામાં થયેલા G-7 સંમેલનની તસવીર દુનિયાભરમાં વાઇરલ થઈ હતી.

આ તસવીરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુરશી પર બેસેલા છે અને બાકી દેશોના મંત્રીઓ એમની સામે ટેબલ પર હાથ રાખી ગંભીર મુદ્રામાં જોઈ રહ્યા છે.

આ નેતાઓની આગેવાની જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ કરી રહ્યાં હતાં.

અમેરિકા અને G-7 સંમેલનના બાકીના દેશો વચ્ચેનો સંવાદ કેવો જઈ રહ્યો છે એ આ તસવીર હૂબહૂ રીતે રજૂ કરે છે.

8. શાનદાર રમત

રશિયામાં થયેલી ફૂટબૉલ વર્લ્ડ કપની એક મેચમાં બેલ્જીયમના સ્ટ્રાઇકર વિંસેંટ કોમ્પનીની લાત રોકવા માટે જાપાનના ગોલકીપર ઇજી કાવાશીમાએ હવામાં છલાંગ લગાવી હતી જેણે લોકોને હેરાન કરી મુક્યા.

લાંબા કદ-બાંધાવાળા કાવાશીમાએ બૉલ રોકવા માટે કલાકારી દેખાડી અને આ કલાબાજીને પીટર ડેવિડ નામના ફોટોગ્રાફરે કૅમેરામાં કેદ કરી.

9. અડધો નમેલો અમેરિકી ધ્વજ

જ્યારે અમેરિકી સેનેટર જૉન મૈકકેનનું કૅન્સરને લીધે મૃત્યું થયું તો વ્હાઇટ હાઉસ એમની મોતને લીધે શોકમાં જોવા મળ્યું.

મૈકકેન, ડોનાલ્ડ ટ્રમ્પની જ પાર્ટીથી રાષ્ટ્રપતિ પદના ઉમ્મેદવાર રહ્યા હતા.

ટ્રમ્પ પ્રશાસને પહેલાં તો જૉન મૈકકેનના સમ્માનમાં ઝંડાને અડધી કાઠીએ ફરકાવ્યો, પણ પછી પૂર્ણ કાઠીએ ફરકાવ્યો.

આ વિશે નિંદા થતા ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવ્યો.

આ અંગે ટ્રમ્પ સરકારની ખાસ્સી ટીકા થઈ હતી.

10. પેલેસ્ટેનિયન પ્રદર્શનકારી

ધુમાડાથી ભયંકર કાળું થઈ ગયેલું આકાશ અને સામેથી આવતા આંસુ ગૅસના ગોળાઓની વચ્ચે એક પેલેસ્ટેનિયન યુવક ખુલ્લા શરીરે નીડરતાથી ઇઝરાઇલના સૈનિકોનો વિરોધ કરતો નજરે ચઢે છે.

એના એક હાથમાં પેલેસ્ટેનિયન ઝંડો છે અને બીજા હાથમાં ગિલ્લોલ છે.

આ તસવીરે ડેલાક્રોની લિબર્ટી ધ પીપલ નામની પેઇન્ટિંગની યાદ અપાવી.

આ તસવીરને સોશિયલ મીડિયા પર પેલેસ્ટેનિયન સાહસના પ્રતીક રૂપે જોવામાં આવી.

11. રૉબોટનું સમારકામ

ઇંગ્લૅન્ડમાં એક રૉબોટનું માથું ખોલીને એના મગજનું રિપેરિંગ કરતા ઇજનેરની આ તસવીર દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની.

દૂરથી જોતાં એવું લાગે છે કે જાણે કોઈ એક્સપર્ટ કોઈ માણસની ખોપડી ખોલીને એની સર્કિટ ઠીક કરી રહ્યો હોય.

આ તસવીરે સાઇપ્રસના કલાકાર પિગ્મેલિયૉનની એક પૌરાણિક કૃતિ પ્રત્યેના લગાવની યાદ અપાવે છે.

એ શિલ્પકારને પથ્થરની મૂર્તિથી એટલો પ્રેમ થઈ ગયો કે પછી એ મૂર્તિ કલાકારના દિલમાં એક વ્યક્તિની જેમ પેસી ગઈ.

12. બૈંકસીની કરામાત

બ્રિટનના કલાકાર બૈંકસીની કલાકારી ગર્લ વીથ અ બલૂનને જ્યારે લીલામ કરવામાં આવી ત્યારે વિચિત્ર ઘટના બની.

જ્યારે આ પેઇન્ટિંગ ની બોલી 12 લાખ યૂરો લાગી, તો એને ઊતારવામાં આવી.

ત્યારબાદ આ પેઇન્ટિંગ પોતાની ફ્રેઇમથી સરકવા લાગી અને નીચેના ભાગથી નાની-નાની કતરણી રૂપે દેખાવા લાગી.

પરંતુ પાછળથી ખબર પડી ખુદ બૈંકસીએ આ ફ્રેમ પાછળ કાગળના ટુકડા કરવાવાળી મશીન સેટ કરી હતી.

આ અખતરાને લીધે જે જે કલાકૃતિ બની એને બૈંકસીએ નામ આપ્યું - લવ ઇઝ ઇન ધ એર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો