બિગ બૉસ 12માં વિજેતા બનનારાં દીપિકા આ પહેલાં શું કરતાં હતાં?

ઇમેજ સ્રોત, SHOAIB IBRAHIM INSTAGRAM
30 ડિસેમ્બર 2018ની રાતે બિગ બૉસ 12નાં વિજેતાનું નામ જાહેર કરાયું. રિયાલિટી શૉ 'બિગ બૉસ સીઝન 12' ફિનાલેનાં વિજેતા તરીકે ટેલિવિઝન ઍક્ટર દીપિકા કક્કડનું નામ જાહેર કરાયું છે.
અત્યંત રોમાંચક અને આકરા મુકાબલમાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી શ્રીસંતને હરાવ્યા.
ઇનામ સ્વરૂપે દીપિકાને 30 લાખ રૂપિયા અને ટ્રૉફી એનાયત કરાઈ. કાર્યક્રમના હૉસ્ટ સલમાન ખાને વિજેતા તરીકે દીપિકાના નામની જાહેરાત કરી.
તો ત્રીજા નંબરે દીપક ઠાકુર રહ્યા કે જેને રૂપિયા 20 લાખની રકમ ઇનામ તરીકે મળી.

તમે આ વાંચ્યું કે નહીં?
ટીવીનાં આ લોકપ્રિય વહુ માટે તેમના ચાહકોએ ઘણા વોટ કર્યા. તેમના ચાહકોએ જ તેમને આ ખિતાબ જીતાડ્યો.
દીપિકા કક્કડ ખૂબ પ્રચલિત અભિનેત્રી અને મૉડલ છે. બિગ બૉસ 12માં આવ્યાં એ પહેલાં દીપિકા કક્કડ કલર્સ ચૅનલની સિરીયલ 'સસુરાલ સિમર કા'માં સિમરની ભૂમિકામાં હતાં.
દર્શકો તેમનાં આ પાત્રને પસંદ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, SHOAIB IBRAHIM INSTAGRAM
'સસુરાલ સિમર કા' પહેલાં દીપિકાએ 'નીર ભરે તેરે નૈના' અને 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો'માં પણ કામ કર્યું હતું. દીપિકાના પિતા સેનામાં હતા.
2018માં જે. પી. દત્તાની ફિલ્મથી તેમણે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને ફિલ્મમાં તેમના કામના વખાણ પણ થયાં હતાં.
2009માં દીપિકાએ પોતાના કો-એક્ટર રોનક સેમસન સાથે લગ્ન કર્યાં હતાં.
જોકે, આ લગ્ન માત્ર 3 વર્ષ સુધી જ ટક્યાં હતાં. તેમની આ વાતની ખૂબ ઓછા લોકોને ખબર હતી.
દીપિકા 'સસુરાલ સિમર કા'ના સાથી એક્ટર શોએબ ઇબ્રાહિમ સાથે 2015થી રિલેશનશિપમાં હતી અને તેમણે 22 ફેબ્રુઆરી 2018ના ઇસ્લામ અપવાતાં નિકાહ કર્યા હતા.

ઇમેજ સ્રોત, SABA IBRAHIM INSTAGRAM
શોએબે તેમના ઑનસ્ક્રિન પતિ પ્રેમનો રોલ નિભાવ્યો હતો.
સેટ પર જ તેમને પ્રેમ થયો હતો અને કેટલાંક વર્ષો ડેટિંગ કર્યા બાદ બંને લગ્નના બંધનમાં બંધાયાં હતાં
બિગ બૉસ 12ના ઘરમાં દીપિકા કક્કડને ખૂબ જ ઇમૉશનલ ગણવામાં આવતાં હતાં.
જોકે, પોતાની વાસ્તવિક જિંદગીમાં પણ તેઓ ઇમૉશનલ જ છે.
દીપિકાના પતિ શોએબની બહેન સબાનો જન્મદિવસ 24 ડિસેમ્બરના રોજ હતો.
દીપિકા ઘણા સમયથી બીગ બૉસના ઘરમાં જ હતી.
આ પહેલાં જ તેમણે સબા માટે એક સરસ ડ્રેસ ખરીદ્યો હતો અને શોએબને આપી દીધો હતો.
સબા પોતાનાં ભાભી તરફથી મળેલી આ ગિફ્ટ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ વાત શેર કરી હતી.

ઇમેજ સ્રોત, SHOAIB IBRAHIM INSTAGRAM
દીપિકાએ શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા બાદ પોતાનું નામ દીપિકા કક્કડ ઇબ્રાહિમ કરી નાખ્યું હતું.
દીપિકાએ લગ્ન બાદ ઇસ્લામની રીતે પોતાનું નામ ફેઝામાં બદલ્યું.
તેઓ ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલાઝા 8'નાં પણ સ્પર્ધક રહી ચૂક્યાં છે.
તેઓ પોતાના પતિ શોએબ ઇબ્રાહિમ સાથે 2017માં નચ બલિયેમાં પણ જોવા મળ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












