જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની શક્યતા વચ્ચે રાજ્યપાલે ભંગ કરી વિધાનસભા

રાહુલ મેહબુબા અને ઓમર અબ્દુલા

ઇમેજ સ્રોત, Getty Images

ઝડપથી બદલાઈ રહેલા ઘટનાક્રમ વચ્ચે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યની વિધાનસભા ભંગ કરી દીધી છે.

શ્રીનગરથી બીબીસી સંવાદદાતા રિયાઝ મસરૂરે જણાવ્યું કે બુધવારે પીડીપી-એનસી-કૉંગ્રેસ ગઠબંધન તેમજ પીપલ્સ પાર્ટીના પ્રમુખ સજ્જાદ લોને પોતપોતાની સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

જોકે, સરકાર બનાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી દીધી.

રાજ્યપાલે આદેશ જારી કરતા કહ્યું, "હું કાયદાની અંદર પ્રાપ્ત અધિકારોનો ઉપયોગ કરીને વિધાનસભા ભંગ કરું છું."

આ વર્ષે જૂનમાં પીડીપી અને ભાજપના ગઠબંધનથી ચાલી રહેલી સરકાર પડી ગઈ હતી.

જે બાદ વિધાનસભાને કોઈ બીજી સરકાર બને તેની આશાએ ભંગ કરવામાં આવી ન હતી.

આ પહેલા બુધવારે દિવસભર રાજ્યમાં નવી સરકાર બનવાને લઈને અહેવાલો આવતા રહ્યા હતા.

જારી કરેલો આદેશ

ઇમેજ સ્રોત, JK GOVERNOR SECRETARIAT

જોકે, સરકાર બનાવવાની આ રેસમાં કૉંગ્રેસ, નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીનું ગઠબંધન આગળ દેખાઈ રહ્યું હતું.

જોકે, સાંજ પડતાની સાથે જ રાજ્યપાલે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં વિધાનસભા ભંગ કરી દીધી હતી.

line

રામ માધવ અને ઓમર અબ્દુલ્લા વચ્ચે ટ્વીટર યુદ્ધ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજયપાલ સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ કરી એને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના નેતા રામ માધવના 'પાકિસ્તાનની સૂચના'વાળા નિવેદન પર તેમની અને નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાની વચ્ચે જંગ છેડાયો હતો.

રામ માધવે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલી મુલાકાતમાં એમ કહ્યુ હતું કે, "ગત મહિને પીડીપી અને નેશનલ કૉન્ફરન્સે સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કર્યો કેમકે એમને સરહદ પારથી એમ કરવાની સૂચના હતી. હવે કદાચ એમને સરહદ પારથી ભેગા મળીને સરકાર બનાવવાની નવી સૂચના મળી છે. એમની આ હરકતથી રાજયપાલને આ મુદ્દે પગલાં લેવાની ફરજ પડી. "

રામ માધવનાં આ નિવેદનને આકરી પ્રતિક્રિયા આપતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યુ કે, "રામ માધવજી હું આપને આક્ષેપો સાબિત કરવાનો પડકાર ફેંકુ છું. તમારી પાસે રૉ, એનઆઈએ અને આઈબી છે ( સીબીઆઈ પણ આપનો પોપટ છે) તો હિંમત બતાવો અને પુરાવાઓ રજૂ કરો. કાં તો સાબિત કરો, કાં તો માફી માગો. તડાકા-ભડાકાની રાજનીતિ ન કરો."

રામ માધવે ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, ''હું તમારા દેશપ્રેમ પર સવાલ નથી કરી રહ્યો પરંતુ નેશનલ કૉન્ફરન્સ અને પીડીપી વચ્ચે અચાનક પ્રેમ ઊભરાઈ આવ્યો અને સરકાર રચવા ઉતાવળા થયાં એ રાજકારણમાં રહસ્ય પેદા કરે છે. તમારુ અપમાન કરવાનો ઈરાદો નહોતો.''

જોકે, ઓમર અબ્દુલ્લાએ એનો જવાબ વાળતા કહ્યું કે, "ના. આવા કોઈ ખોટા પ્રયાસો અને રમૂજ કામ નહીં લાગે. તમે દાવો કર્યો છે કે મારો પક્ષ પાકિસ્તાન વતી કામ કરે છે તો એ સાબિત કરી બતાવો. આરોપોનાં પુરાવાઓ રજુ કરો. તમને અને તમારી સરકારને આ ખુલ્લો પડકાર છે. "

line

આ પહેલાં રાજ્યપાલના આ નિર્ણય બાદ જમ્મુ કાશ્મિરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબુબા મુફ્તીએ ટ્વિટર પર ઘણાં ટ્વીટ કર્યાં.

તેમણે લખ્યું, "છેલ્લા ચાર મહિનાથી અમે સતત વિધાનસભા ભંગ કરવાની વાત કરી રહ્યાં હતાં. જેથી ધારાસભ્યોને તોડવાની કોશિશને રોકી શકાય."

"તે વખતે અમારી અપીલ સાંભળવાવાળું કોઈ ન હતું પરંતુ જેવી અમે મહાગઠબંધન બનાવવાની યોજના શરૂ કરી તો આ પગલું ઉઠાવવામાં આવ્યું."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નેશનલ કૉન્ફરન્સના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી રહી ચુકેલા ઉમર અબ્દુલાએ પણ પોતાની વાત રાખવા ટ્વિટરનો સહારો લીધો હતો.

તેમણે મજાકના સ્વરમાં કહ્યું, "જમ્મુ કાશ્મીરના રાજભવનમાં નવા ફેક્સ મશીનની જરૂરિયાત છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ભાજપ દ્વારા પણ આ સંબંધમાં ટ્વીટ કરવામાં આવ્યું, "જમ્મુ કાશ્મીરમાં એક સ્થિર પ્રશાસનની જરૂરિયાત છે, જેથી ઉગ્રવાદી ગતિવિધિઓને રોકી શકાય, રાજ્યને ઉગ્રવાદી દળોનો સાથ આપનારા પક્ષોની જરૂર નથી."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

બુધવારે જ પીડીપી, નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસે એ વાતની પુષ્ટી કરી હતી કે તેઓ ત્રણેય મળીને જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકાર બનાવવાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે.

વાસ્તવમાં, પીડીપીના નારાજ નેતા મઝફ્ફર બેગે મંગવારે ચેતવણી આપી હતી કે જો ત્રણેય દળો સાથે મળીને સરકાર બનાવશે તો જમ્મુ-કાશ્મીરના ત્રણ ટુકડા થઈ જશે.

નેશનલ કૉન્ફરન્સે બેગના આ નિવેદનની નિંદા કરી હતી અને કહ્યું હતું કે કૉંગ્રેસ, પીડીપી અને નેશનલ કૉન્ફરન્સે જમ્મુ-કાશ્મીર પર શાસન કર્યું છે અને ત્રણ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

જોકે, હવે તમામ ઘટનાક્રમ બદલી ગયો છે.

વિધાનસભા ભંગ થયા પહેલાં પીડીપી પાસે 28 અને કૉંગ્રેસ પાસે 12 ધારાસભ્યો હતા.

પીપલ્સ કૉન્ફરન્સ પાસે બે અને ભાજપ પાસે 25 ધારાસભ્યો હતો.

સજ્જાદ લોને એનસી, પીડીપી અને કૉંગ્રેસની મદદથી બહુમતનો 44નો આંકડો પાર કરવાની કોશિશ કરી હતી.

જોકે, તે પહેલાં જ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો