વધુ એક લિન્ચિંગ : ભેંસચોરીના આરોપમાં શાહરૂખની હત્યા

શાહરુખનો પરિવાર

ઇમેજ સ્રોત, MANVEER SINGH

ઇમેજ કૅપ્શન, શાહરુખનો પરિવાર
    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં અમુક લોકોએ એક યુવકની કથિત રીતે ભેંસ ચોરવાના આરોપસર માર મારી હત્યા કરી નાખી છે.

પોલીસે આ મામલે બે અજ્ઞાત લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે, પરંતુ કોઈની ધરપકડ કરાઈ નથી.

આ ઘટના બરેલીના ડિંડોલિયા ગામની છે. બરેલી શહેરના પોલીસ અધિક્ષક અભિનંદનસિંહ જણાવે છે, "મૃતક શાહરુખ અને તેના ત્રણ મિત્રો ભેંસ ચોરીને ભાગી રહ્યા હતા.''

''રસ્તામાં પાણી ભરેલું હોવાને કારણે અન્યો લોકો તરીને નાસી ગયા પરંતુ શાહરુખને તરતા નહોતું આવડતું એટલે તે ગામલોકોના હાથે ચડી ગયો."

"પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે આંતરિક ઇજાઓ થવાને કારણે મૃત્યુ થયું છે."

શાહરુખનો પરિવાર

ઇમેજ સ્રોત, MANVEER SINGH

પોલીસે શાહરુખના ભાઈની ફરિયાદને આધારે હત્યાના આરોપમાં 20થી 25 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

અભિનંદનસિંહે જણાવ્યું કે જેમની ભેંસ ચોરાઈ હતી તેમના તરફથી શાહરુખના સાથીઓ વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે.

17 વર્ષના શાહરુખ દુબઈમાં કામ કરતા હતા અને બકરી ઈદના તહેવાર પર ઘરે આવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

શાહરુખના ભાઈ ફિરોજ ખાને બીબીસીને જણાવ્યું, "મંગળવારે સાંજે વિસ્તારના બે-ત્રણ યુવકો શાહરુખને સાથે લઈ ગયા હતા.

''તે મોડી રાત સુધી ઘરે નહોતો આવ્યો. બુધવારે સવારે કૅન્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અમારા ઘરે આવ્યા અને જણાવ્યું કે શાહરુખ જિલ્લા હૉસ્પિટલમાં દાખલ છે."

"અમે તેને જોવા પહોંચ્યા તો માત્ર તેનો શ્વાસ ચાલતો હતો. તે કંઈ બોલી શકતો નહતો."

line

'ભેંસચોરીનો આરોપ ખોટો'

પોલીસ અધિકારી અભિનંદન સિંહ

ઇમેજ સ્રોત, MANVEER SINGH

ફિરોઝનું કહેવું છે કે ભેંસચોરીના આરોપ પર અમને વિશ્વાસ નથી કારણ કે શાહરુખ દુબઈમાં કમાતો હતો. તે થોડા દિવસો બાદ દુબઈ પરત જવાનો હતો તો પછી તે ભેંસ શા માટે ચોરે?

ફિરોઝ ઉમેરે છે, "તેના મિત્રો તેને સાથે લઈ ગયા હતા. જ્યારે લડાઈ થઈ તો મિત્રો તેનો છોડીને નાસી ગયા. શાહરુખ ઝડપાઈ જવાથી લોકોએ તેની લાકડીઓથી પીટાઈ કરી હતી."

ફિરોઝે જણાવ્યું, "શાહરુખ ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હતો. પિતા રમકડાં વેચવાનું કામ કરે છે પરંતુ હાલમાં તેઓ બીમાર છે. અમે બધા નાના-મોટા કામ કરી ગુજરાન ચલાવીએ છીએ."

"આમ છતાં અમે કોઈ દિવસ ચોરી નથી કરી અને શાહરુખ તો ખૂબ જ સીધો હતો."

શાહરુખનું ઘર

ઇમેજ સ્રોત, MANVEER SINGH

બીજી તરફ ગામના અમુક લોકોનું કહેવું છે કે શાહરુખને સાથે લઈ જનારા માજિદ અને અન્ય લોકોનું નામ પહેલાં પણ ભેંસચોરીની ઘટનાઓમાં આવ્યું છે. પોલીસ પણ આ દરેક બાબતે તપાસ કરી રહી છે.

હાલમાં ગામમાં તણાવની સ્થિતિને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શાહરુખના પરિવાર અને ગામલોકોનો આરોપ છે કે પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો જ નહોતો, પરંતુ જ્યારે શાહરુખનું મૃત્યુ થયું ત્યારે સમગ્ર મામલાએ જોર પકડ્યું.

સ્થાનિક પત્રકાર મનવીર સિંહ જણાવે છે, "શરૂઆતમાં તો પોલીસ એ માનવા તૈયાર જ નહોતી કે શાહરુખનું મોત મૉબ લિન્ચિંગને કારણે થયું છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે આ વાત સ્વીકારી હતી."

"પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરથી માલૂમ પડે છે કે શાહરુખને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો જેને કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને બીજા જ દિવસે તેનું મૃત્યુ થયું હતું."

"જો મૃત્યુ ના થયું હોત તો માત્ર પીટાઈનો રિપોર્ટ નોંધી મામલો ભેંસચોરીનો હોવાનું કહીને રફેદફે કરી નાખવામાં આવત."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો