You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News: 'પહેલા પણ પુત્ર માતા પાસે અભદ્ર માંગણીઓ કરતો હતો'
પૉર્નની લતના કારણે પાટણમાં માતા સાથે પુત્રએ દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાની પોલીસ ફરિયાદ બાદ આરોપી રાહુલ પ્રજાપતિની પોલીસ ધરપકડ કરી છે.
ફરિયાદમાં પરિવારે લખ્યું છે કે રાહુલને મોડી રાત સુધી પોર્ન મૂવીઝ જોવાની લત હતી.
આ કેસની તપાસ કરનારા પીઆઈના રાઇટર પાંચાભાઇ પટેલનું કહેવું છે કે આરોપી રાહુલ પ્રજાપતી મોબાઇલની દુકાનમાં કામ કરતો હતો. એટલે તેને મોબાઇલમાં ડાઉનલોડિંગનું કામ આવડતું હતું.
'અમે ફરિયાદ પછી એના ઘરની તલાશી લીધી. આરોપીનો મોબાઇલ તાબે લઈ એને પણ ચેક કર્યો.'
'જો કે અમને ઘરમાંથી કોઈ પણ પ્રકારની ડીવીડી, પેન ડ્રાઇવ કે સીડી મળ્યા નથી. વધારે સઘન તપાસ માટે તેના મોબાઇલની હિસ્ટ્રીમાંથી ડીલીટ થયેલી સામગ્રી પણ ચકાસી રહ્યા છીએ.'
'આ કૃત્ય આરોપીએ એકલતા અને ગુસ્સાના કારણે કર્યું હોવાનું જણાય છે. તેનો અવારનવાર માતા સાથે ઝઘડો થતો હતો.'
'આરોપી રાહુલની માતા લોકોના ઘરમાં કામ કરે છે. પિતા કડિયા કામ કરે છે. બહેન એક મૉલમાં નોકરી કરે છે. જ્યારે કે મોટો ભાઈ તેમની પત્ની સાથે અલગ રહે છે.'
સ્પેશિયલ પોલીસ ઓફિસર રમેશભાઈ ચૌધરી ઘટના જણાવતા કહે છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'એ રાત્રે પીડિતાના પતિ ઘરની બહાર સૂતા હતા અને પીડિતા રાત્રે બારેક વાગ્યે પાણી પીવા માટે ઘરમાં ગયા હતાં. તેમને દીકરો ઘરમાં જ હતો.
'દિકરાએ ઘરનું બારણું બંધ કરી દીધું અને તેણે માતા સાથે દુષ્કર્મ કર્યું હતું.'
એ પછી સવારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે 'બંધારણ બચાવો અભિયાન' શરૂ કર્યું. આના ભાષણ સમયે મોદીએ કહ્યું, 'મોદીજીને માત્ર અને માત્ર મોદીજીમાં જ રસ છે.'
નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદન પર કહ્યું, "મોદીજી તમે પ્રધાનો તથા પાર્ટીના લોકોને કહ્યું કે તમે લોકો મીડિયાને મસાલો આપો છો. ચૂપ થઈ જાવ.
"દેશ માત્ર મારી વાત સાંભળશે. સાંસદ નહીં બોલે. જેટલી નહીં બોલે. ગડકરી નહીં બોલે. માત્ર નરેન્દ્ર મોદી બોલશે અને મનની વાત કરશે."
રાષ્ટ્રવ્યાપી અભિયાન દ્વારા કોંગ્રેસ મોદીના કાર્યકાળમાં મહિલાઓ, લઘુમતીઓ, દલિતો તથા બંધારણ પર થઈ રહેલા કથિત હુમલાઓની તરફ લોકોનું ધ્યાન દોરવા માગે છે.
ઠાકરેનું ગુજરાતીઓ પર નિશાન
મહારાષ્ટ્રનાં કોંકણમાં બની રહેલી એક રિફાઇનરીનો વિરોધ કરી રહેલાં લોકોનો શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ સાથ આપવા ગયા હતા.
અહીં એક સભાને સંબોધતા તેમણે ગુજરાતીઓ વિરુદ્ધ આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટને લઈ જાવ ગુજરાત, ભલે આ પ્રોજેક્ટ ગુજરાત જતો રહેતો.
આ પહેલાં વિરોધના મામલે ભાજપના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે જો લોકો આ પ્રોજેક્ટનો વિરોધ કરશે તો પ્રોજેક્ટને ગુજરાત લઈ જવામાં આવશે.
આ મામલે બોલતા શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દિલ્હીમાં ગુજરાતીઓ રાજ કરે છે પરંતુ હું તેમને અહીં રાજ નહીં કરવા દઉં.
તેમણે કહ્યું, "જેતાપુર પ્લાન્ટ પણ ગુજરાત લઈ જાવ, અમદાવાદ લઈ જાવ, સુરત લઈ જાવ, વડોદરા લઈ જાવ, બધું જ ગુજરાત લઈ જાવ."
ઉદ્ધવે કહ્યું, "જૈનો અને શાહે અહીં જમીનો ખરીદી લીધી છે. તમારે આ બહારના લોકોથી ચેતવું પડશે."
આજથી રાહુલ ગાંધીનું બંધારણ બચાવો અભિયાન
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બંધારણ બચાવો અભિયાનની શરૂઆત કરી છે.
જેનો ઉદ્દેશ બંધારણ અને દલિતો પર થયેલા કથિત હુમલાઓને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો છે.
આ દેશવ્યાપી અભિયાનની શરૂઆત આજથી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાંથી થઈ.
જેમાં પક્ષના અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા.
ઉપરાંત તાલકટોરા સ્ટેડિયમમાં થઈ રહેલા કાર્યક્રમમાં દેશભરમાંથી દલિત નેતાઓ પણ ભાગ લેવા માટે આવ્યા હતા.
જેમાં દેશભરના કોંગ્રેસના વિવિધ પદાધિકારીઓ પણ હાજરી આપી હતી.
નાયડૂએ ચીફ જસ્ટીસ સામેનો મહાભિયોગનો પ્રસ્તાવ ફગાવ્યો
ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂએ કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા સામે આપવામાં આવેલા મહાભિયોગના પ્રસ્તાવને ફગાવી દીધો છે.
કોંગ્રેસ આપેલી નોટિસ બાદ નાયડૂ પોતાની હૈદરાબાદની મુલાકાત ટૂંકાવીને પરત દિલ્હી આવી ગયા હતા. જેથી આ મામલે કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ શકાય.
તમે આ વાંચ્યું કે નહીં?
એનડીટીવીના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે નાયડૂએ આ મામલે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડી, સુભાષ કશ્યપ, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ, પૂર્વ લો સેક્રેટરી પી. કે. મલ્હોત્રા અને રાજય સભાના સીનિયર અધિકારી સાથે આ મામલે ચર્ચા કરી હતી.
હવે આ મામલે કોંગ્રેસ શું કરે છે તે જોવાનું રહ્યું. કોંગ્રેસ હવે આ મામલે અન્ય કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરશે કે નહીં.
વિરોધ પક્ષે આપેલા પ્રસ્તાવમાં સાત પક્ષોના કુલ 71 સાંસદોની સહી હતી.
ગુજરાતમાં 900 કિમીમાં, 3000 કરોડના ખર્ચે મહાપ્રોજેક્ટ!
નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે 2019માં યોજાનારા વાઇબ્રન્ટ સમિટને ધ્યાને લેતા ધોલેરાને વિકસાવવાની કવાયત હાથ ધરી છે.
વિશ્વના રોકાણકારો સમક્ષ ધોલેરાને રજૂ કરતાં પહેલાં અહીં 3000 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ, વીજળી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.
ધોલેરાનો વિકાસ 900 કિમીના દાયરામાં કરવામાં આવશે.
પાકિસ્તાની ક્રિકેટર પર બીએસએફ ગુસ્સે
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ પાકિસ્તાનના 24 વર્ષના બોલર હસન અલીએ શનિવારે વાઘા બોર્ડર પર એવી હરકતો કરી જે બીએસએફને ખોટી લાગી છે.
અહેવાલ પ્રમાણે આ મામલે બીએસએફ ફરિયાદ પણ કરી શકે છે. વાઘા બોર્ડર પર ફ્લેગ ડાઉન સેરેમની દરમિયાન બીએસએફ અને ભારતીય જવાનો સામે હસનઅલીએ કેટલાક ઇશારા કર્યા હતા.
હસન અલી પ્રોટોકૉલ તોડીને સેરેમનીની વચ્ચે આવી ગયા હતા અને તેમણે બીએસએફ સામે એવા ઇશારાઓ કર્યા જે પાક રેજર્સ દ્વારા અને બીએસએફના જવાનોની વચ્ચે થાય છે.
પ્રોટોકૉલ પ્રમાણે આ પરેડમાં કોઈ સામાન્ય નાગરિક ભાગ લઈ શકે નહીં.
કોંગ્રેસ આ રીતે કરશે ચીફ જસ્ટીસનો વિરોધ
ઇન્ડિય એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું છે કે તેઓ સોમવારથી ચીફ જસ્ટીસની કોર્ટમાં જશે નહીં.
તેમણે કહ્યું કે તેમના ઘણા કેસો ચીફ જસ્ટીસની કોર્ટમાં છે. પરંતુ તેઓ ત્યાં સુધી તેમની કોર્ટમાં નહીં જાય.
કોંગ્રસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા સામે રાજ્યસભામાં મહાભિયોગ લાવવા માગે છે અને આ માટેની અરજી તેમણે ઉપરાષ્ટ્રપતિને આપી દીધી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો