You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો તસવીર ખેંચાવવાની બાબતે મોદીને ટક્કર આપે?
તસવીર ખેંચાવાની વાત કરવામાં આવે તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ ટક્કર ના આપી શકે.
અલગઅલગ વસ્ત્ર પરિધાનમાં મોદીની જાણે કેટલીય તસવીર સોશિયલ મીડિયા પર ફરતી હશે!
આપને આ વાંચવું ગમશે :
જોકે, મોદીને આ મામલે ટક્કર આપી શકે એવી એક વ્યક્તિ આવી ગઈ છે. અને તેઓ છે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો.
કેમેરા તરફ જોવાની અદા
દેશ-વિદેશમાં મોદીએ કેમેરા સામે જોઈને ખેંચાવેલી કેટલીય તસવીરો સામે આવી છે. અને આ માટે કેટલીય વખત મોદી સોશિયલ મીડિયામાં ટ્રૉલ પણ થયા છે.
ભારતના પ્રવાસે આવેલા ટ્રુડોને પણ આ કળામાં મહારથ હાંસલ હોય એવું લાગી રહ્યું છે. પછી એ એરપોર્ટ પર ઉતરવાની તસવીર હોય કે તાજમહેલની, ટ્રુડોની નજરો કેમેરા જ શોધી જ લે છે.
સોશિયલ મીડિયા પર પણ લોકો ટ્રુડોની આ અદાની ચર્ચા કરી રહ્યા છે. નવદિપસિંઘ નામના ટ્વિટર યુઝરે એક તસવીર પોસ્ટ કરી લખ્યું છે, 'મળો ભારતીય દંપતિને'
રાહુલ ચૌધરી નામના એક ટ્વિટર યુઝરે લખ્યું, 'શાહરૂખ ખાનના અંદાજમાં જસ્ટીન ટ્રુડો.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદીની નકલ?
ચરખો ચલાવતા મોદીની આ તસવીર આપ ભૂલ્યા નહીં હોવ. સાબરમતી આશ્રમમાં આ તસવીર 29 જૂન 2017એ લેવામાં આવી હતી. મોદીની ગણીગાઠી તસવીરોમાંની આ તસવીર છે, જેમા તેઓ કેમેરા તરફ નથી જોઈ રહ્યા.
ટ્રુડો આ વખતે જ્યારે સાબરમતી આશ્રમ પહોંચ્યા ત્યારે તેમનો અંદાજ પણ કંઈક આવો જ હતો.
ભારતીયો સાથે જોડાવાનો પ્રયાસ
પીએમ મોદીની એક ખાસ વાત એ છે કે તેઓ જે પણ પ્રદેશમાં જાય, ત્યાંના પરિધાન અને ભાષા અપનાવવાનો પ્રયાસ કરે છે.
લોકસભાની ચૂંટણી વખતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ટોપી પહેરેલા મોદીની તસવીરોએ ખૂબ ચર્ચા જગાવી હતી.
ભારત આવ્યા બાદ ટ્રુડોની જે પ્રથમ તસવીર સામે આવી, તેમાં તેઓ આખા પરિવાર સાથે હાથ જોડીને ઊભેલા જોવા મળ્યા હતા. સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ પોતાને ભારતીયોની નજીક બતાવવા માગતા હતા. કેટલાય અવસરે તેઓ પરિવાર સહિત ભારતીય વસ્ત્રોમાં જ જોવા મળ્યા.
જોકે, કેટલાય લોકો આ બદલ તેમની ટીકા પણ કરી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે ટ્રુડોની તસવીર ટ્વીટ કરીને લખ્યું, ''એવું શું મને જ લાગી રહ્યું કે બનાવટી મુસ્કાન થોડી વધી ગઈ છે? તમને જણાવી દઉં કે ભારતીયોને આ કાયમ સારું ના લાગે. બોલિવૂડમાં પણ.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો