LoC પર પાક. સૈન્ય ગોળીબારમાં ચાર જવાનોના મૃત્યુ

ઇમેજ સ્રોત, Abid Bhat
કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે રાજપુરા સેક્ટરમાં રવિવારે પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેનાના એક અધિકારી સહિત ચાર જવાનોના મૃત્યુ થયા છે.
મૃત્યુ પામેલા જવાનોમાં કેપ્ટન કપિલ કુંડુ, હવલદાર રોશનલાલ, રામ અવતાર તથા શુભમ સિંહનો સમાવેશ થાય છે.
પાકિસ્તાની સેનાના ગોળીબારને કારણે રાજૌરી સેક્ટરમાં સરહદી વિસ્તારના અનેક ગામડાઓને અસર પહોંચી છે.

ઇમેજ સ્રોત, AFP
અધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની સેનાએ રવિવાર સવારથી જ લાઇન ઑફ કંટ્રોલ (એલઓસી) પર ભારતીય સેનાની ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 15 વર્ષીય છોકરી તથા સેનાના એક જવાનને ઈજા પહોંચી હતી.
રાજૌરીના કલેક્ટર શાહીદ ઇકબાલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, જે વિસ્તારમાં સામસામે ગોળીબાર થઈ રહ્યો છે, ત્યાં ભારે તણાવ પ્રવર્તે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઇકબાલ ચૌધરીએ ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું, "ત્રણ દિવસ માટે નિયંત્રણ રેખા પાસેની લગભગ 84 સ્કૂલોને બંધ કરવામાં આવી છે."
ગત મહિને નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 14 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં આઠ નાગરિકો તથા સુરક્ષાબળના છ જવાનોનો સમાવેશ થાય છે.
સરહદ પર યુદ્ધ વિરામ ભંગ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે આરોપ-પ્રતિઆરોપ થતા રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












