પ્રેસ રિવ્યૂ: હિંદુ ધર્મસ્થળો માટેની સબસિડી ક્યારે બંધ કરાશે-ઔવેસી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના હજ સબ્સિડી બંધ કરવાના નિર્ણય પર હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ સવાલ ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું છે કે હિંદુ ધર્મસ્થળો માટેની સબ્સિડી ક્યારે બંધ કરાશે?

ઔવેસીએ પીએમ મોદીને એ પણ કહ્યું છે કે આવનારા બજેટમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ માટે 20 હજાર કરોડ ફાળવવામાં આવે.

તેમણે કહ્યું છે કે શું ભાજપ બંધારણના આર્ટિકલ 290 Aને હટાવવા માટે બિલ લાવશે?

કેન્દ્ર સરકારે હજ સબ્સિડી સમાપ્ત કરી છે. સુપ્રીમ કોર્ટે 2022 સુધીમાં તબક્કાવાર રીતે હજ સબ્સિડી દૂર કરવાનું કહ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

'જય માતા દી' બોલાવાનું કહી દલિતને માર્યો

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરનગરના 27 વર્ષના એક દલિત યુવાનની ચાર લોકોએ માર માર્યો છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં દલિત યુવાનને 'જય માતા દી' બોલવા માટે કહેવામાં આવે છે.

વીડિયો વાઇરલ થયા બાદ પુરકાઝી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે.

વિશ્વનું સૌથી ઠંડુગાર ગામ

નવગુજરાત સમાચારના અહેવાલ મુજબ સાઇબિરિયામાં તાપમાનનો પારો છેક -62 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચ્યો છે.

500 લોકોની વસતી ધરાવતા ઓઇમાયાકોન નામના ગામમાં આટલું નીચું તાપમાન નોંધાયું છે.

આ ગામ વિશ્વનું સૌથી ઠંડુગાર ગામ બન્યું છે.

ઓઇમાયાકોનમાં જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન -50 ડિગ્રી સેલ્શિયસ રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો