ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પરથી મુસ્લિમ વિરોધી વીડિયો રિટ્વીટ કરાયો

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પરથી મુસ્લિમ વિરોધી ત્રણ વીડિયોઝ્ રિટ્વીટ કરવામાં આવ્યા છે.

ટ્રમ્પના એકાઉન્ટ પરથી એક કટ્ટરવાદી બ્રિટિશ સંગઠનનાં ટ્વીટ્સને રિટ્વીટ કરાયા છે.

પહેલું ટ્વીટ 'બ્રિટન ફર્સ્ટ'ના નેતા જેડા ફ્રાન્સેનનું છે. જેમાં એક પ્રવાસી મુસલમાન દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અન્ય બે વીડિયોઝ્ પણ આ પ્રકારના જ છે.

દક્ષિણપંથી બ્રિટિશ નેશનલ પાર્ટી (બીએનપી)ના ભૂતપૂર્વ સભ્યોએ 2011માં 'બ્રિટન ફર્સ્ટ'ની સ્થાપના કરી હતી.

આ સંગઠન સોશિઅલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકવા માટે કુખ્યાત છે.

સંગઠનનું માનવું છે કે બ્રિટનનું ઇસ્લામિકરણ થઈ રહ્યું છે.

બ્રિટનની સામાન્ય ચૂંટણી વખતે સંગઠને પ્રવાસી વિરોધી અને ગર્ભપાત વિરોધી નીતિઓને મુદ્દો બનાવી ઉમેદવાર ઊભા રાખ્યા હતા.

જોકે, કોઈપણ ઉમેદવાર જીત હાંસલ કરી શક્યો નહોતો.

અહીં એ વાત પણ મહત્વપૂર્ણ છે કે ફ્રાન્સેનને 52 હજાર લોકો ટ્વિટર પર ફૉલો કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો