You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પાટીદારો શહીદ થયા ત્યારે કેમ ન આવ્યા?'
ગુજરાતની વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. તેવામાં અનેક રાજકારણીઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
ગુજરાતમાં ઉતરી રહેલી નેતાઓની ફોજને લઈને સોશિઅલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
તમને આ વાંચવું પણ ગમશે :
લોકો નેતાઓ અને વિવિધ રાજકીય પાર્ટીઓને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે.
ઘણાં બધા સોશિઅલ મીડિયા યૂઝર્સે આ સ્થિતી પર વ્યંગ પણ કર્યાં છે.
સામાન્ય જનતાના વિચારો પર એક નજર
સુધાંશુ સિંહ નામના યૂઝરે પ્રશ્ન કર્યો હતો કે ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરો છો તો જ્યારે જય શાહનું નામ આવ્યું ત્યારે ક્યાં હતા?
મહોમ્મદ શાબાદ નામના યૂઝરે ટ્વિટ કર્યું હતું કે વોટ માટે ગુજરાતના પુત્ર બની ગયા સાહેબ પરંતુ ગુજરાતમાં વેપારી આત્મહત્યા કરી રહ્યા હતા ત્યારે શું કરી રહ્યા હતા?
અજય નામના યૂઝરે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સવાલ કર્યો કે પાટીદાર આંદોલનમાં 17 પાટીદારો શહીદ થયા ત્યારે કેમ ન આવ્યાં?
અનીલભાઈ નામના યૂઝરે બે ફોટાઓ રજૂ કરી પૂરની સ્થિતી અંગે વર્ણન કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
@Rashidevrania નામનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે પ્રધાનમંત્રીજી ખૂબ જ દુઃખ થાય છે જ્યારે તમે આખું વર્ષ વિકાસ વિકાસ કરો છો અને ચૂંટણીમાં ફરી હિંદુ મુસ્લિમ પર આવી જાવ છો.
નિશાંત નામનાં યૂઝરે કાર્ટૂન પોસ્ટ કરી જણાવ્યું કે નામ નથી કહેતો, તમે જ જણાવો.
એચ દ્વિવેદી નામના યૂઝરે જણાવ્યું કે એક પણ મોદી વિરોધી એમ કહે કે મારો પુત્ર નરેન્દ્ર મોદી જેવો નહીં પરંતુ મોટો થઈને રાહુલ ગાંધી જેવો બને, તો મારો વોટ કોંગ્રેસને.
રાજેશ સિંહ નામના યૂઝરે એક કાર્ટૂન પોસ્ટ કરી જણાવ્યું કે તમે આ મુદ્દા પર શા માટે બોલતા નથી.
ભરત નામના યૂઝરે ટ્વીટ કર્યું હતું કે હવે તો ગુગલ મેપ પણ સમજતું નથી. દિલ્હી સર્ચ કરો તો ગુજરાતમાં જણાવી દે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો