You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોહરાબુદ્દીન કેસ: જજ લોયાના મૃત્યુ પર સોશિઅલ મીડિયામાં ચર્ચા
સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જજ બ્રજગોપાલ લોયાના મૃત્યુ પર ત્રણ વર્ષ બાદ સવાલ ઉઠી રહ્યા છે.
એક પત્રિકાએ જસ્ટીસ લોયાના સંબંધીઓ સાથેની વાતચીતના આધાર પર એક રિપોર્ટ છાપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના મૃત્યુની પરિસ્થિતિઓ શંકાસ્પદ છે.
જજ લોયાનું મૃત્યુ પહેલી ડિસેમ્બર 2014ના રોજ એક લગ્ન સમારોહમાં સામેલ થવા દરમિયાન નાગપુરમાં થયું હતું.
મૃત્યુ પહેલા જસ્ટીસ લોયા ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે સુનાવણી કરી રહ્યા હતા.
આ મામલે અન્ય લોકોની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આરોપી હતા. આ કેસનો મામલો હવે ખતમ થઈ ગયો છે અને અમિત શાહ પણ નિર્દોષ સાબિત થઈ ગયા છે.
તમને આ પણ વાંચવું ગમશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ટ્વીટ કર્યું, "ખૌફનાક રહસ્યોદ્ઘાટન. એવું બની શકે છે કે જસ્ટીસ લોયાનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે ન થયું હોય. જજ મૌન છે. ડરેલા છે? કેમ? જો અમને નથી બચાવી શકતા તો ઓછામાં ઓછા પોતાને તો બચાવી લે."
ડાબેરી નેતા સીતારામ યેચુરીએ ટ્વિટર પર લખ્યું છે, "સીબીઆઈ જજ લોયાના મૃત્યુના મામલા સાથે હત્યા, લાંચ, કાયદાને દબાવવા અને આપણી સંસદીય લોકતંત્રની સંસ્થાઓને ઉચ્ચતમ સ્તર પરથી મન ફાવે તેમ ચલાવવાથી સવાલ ઉભા થયા છે જેમની ગંભીર તપાસ થવી જરૂરી છે."
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે, "મુખ્યધારા મીડિયાએ સાહસ બતાવતા આ મુદ્દાને મોટા સ્તર પર ઉઠાવવાની જરૂર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇતિહાસકાર એસ.ઇરફાન હબીબે ટ્વીટ કર્યું, "જજ લોયાના મૃત્યુ પર 'કૅરવૅન' પત્રિકાની સ્ટોરી પર ઇલેક્ટ્રોનિક મીડિયાનું મૌન કમાલ છે. જો કે આ હેરાન કરનારી વાત નથી. નિડર પત્રકાર નિરંજન ટકલેને સમર્થનની જરૂર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો