'વિકાસ'થી લઈને 'ઈવીએમ' સુધીઃ બીબીસીના વાચકોએ મોદીને શું પાઠવી જન્મદિનની શુભેચ્છા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરે ઉજવ્યો. 68મા જન્મદિવસે વડાપ્રધાન વતન ગુજરાત આવ્યા અને માતાના આશીર્વાદ લીધા. આ દિવસે જ તેમણે નર્મદા નદી પર બંધાયેલો સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને અર્પિત કર્યો.

આ દિવસે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ફેસબૂક પેજ પર વાચકોને એક પ્રશ્ન પૂછ્યો કે તેઓ વડાપ્રધાનને જન્મદિવસની શું ભેટ આપવા માગે છે?

આ પ્રશ્નનાં જવાબમાં વાચકોએ નરેન્દ્ર મોદીને ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ ઉપરાંત રમુજી, પોતાની અપેક્ષાઓ રજૂ કરતા અને કટાક્ષમય સંદેશા પણ આપ્યા.

અહીં અમે કેટલાંક સંદેશા રજૂ કરી રહ્યા છીએ.

મિતેશ બ્રહ્મભટ્ટ લખે છે, "વિકાસ...માત્ર મોદીનો વિકાસ..."

રાજેશ કોઠિયા લખે છે કે સરકારે નોટ, શહેરના નામ અને નેતાઓના પદ બદલી જોયાં. પરંતુ કોઈ ફેર નથી પડ્યો. જો અનામત સમાપ્ત કરવામાં આવશે તો વિકાસ થશે. રાજેશ ઉમેરે છે, "સરકાર કહે છે કે દીકરી મારશો તો વહુ ક્યાંથી લાવશો? પરંતુ સરકાર કેમ નથી વિચારતી કે 'પ્રતિભા' મારશો તો 'પ્રગતિ' ક્યાંથી લાવશો.

આ ઉપરાંત શશીકાંત વાઘેલાના ફેસબુક યુઝરે લખ્યું કે, તે લોકસભા ઇલેક્શન વખતના પોસ્ટર્સ અને બધા ચૂંટણી સમયના વાયદાની ઑડિયો સીડી વડાપ્રધાનને મોકલવા માગે છે.

ચુડાસમા ધર્મેન્દ્રસિંહ બાવલિયારી નામના યુઝર લખે છે કે, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને કારણે 22 ગામના ખેડૂતો તારાજ થઈ જશે. એટલે આ ખેડૂતોની જમીન લેવામાં ન આવે.

જયેશ ઠક્કર તથા પ્રમોદ ભાલોડીએ વડાપ્રધાનને 100 વર્ષ જીવવાની અને દેશની સતત સેવા કરતા રહેવાની શુભેચ્છાઓ આપી.