ભારતની સૌથી ઝડપથી વિકસતી જતી પાંચ નોકરીઓ જે આપે છે લાખોની કમાણીની તક

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં યુવાનો માટે નવી નોકરીની તકોની સ્થિતિ એક પડકાર બનીને સામે આવી છે.

પરંપરાગત કોર્સ કે કૌશલ્ય હાંસલ કરીને દર વર્ષે ઘણા યુવાનો માટે પૂરતું શિક્ષણ મેળવ્યા બાદેય નોકરીથી વંચિત રહી જવાની સ્થિતિ સર્જાય છે.

બેરોજગારીની સાથોસાથ શિક્ષિત બેરોજગારીની સમસ્યા પણ હવે ધ્યાન ખેંચવા લાગી છે.

સરકારી ભરતીઓમાં અમુક પદ માટે લાખો લોકોની અરજી આ સમસ્યાનો એક અંદાજ રજૂ કરે છે.

તેથી ઘણા નિષ્ણાતો યુવાનોને પરંપરાગત વ્યવસાયોને સ્થાને નવી તકોમાં હાથ અજમાવવાનો અને કૌશલ્ય મેળવવાની સલાહ આપતા જોવા મળે છે.

પરંપરાગત નોકરીઓની સામેની બાજુએ એવી પણ કેટલીક તકો છે, જે નોકરીવાંછુઓ માટે સારા પગાર સાથે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની સ્થિતિ ઘડી આપે છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં એવી કેટલીક નોકરીઓ છે જે હાલમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી જઈ રહી છે અને આકર્ષક પગારની તક રજૂ કરે છે.

એક ઝડપથી વિકસતા જતા અર્થતંત્ર તરીકે ભારતમાં એવાં ઘણાં નવાં સૅક્ટરો છે, જે કૌશલ્યવાન લોકો માટે સારી એવી તકો સર્જી રહ્યાં છે.

આ સૅક્ટરો યુવાનો માટે વૃદ્ધિની તકો આપવા સાથે આર્થિક સ્વાવલંબનનાં દ્વાર ખોલી આપવાની શક્યતા નકારી શકાય એમ નથી.

ગ્રે લાઇન

ડેટા સાયન્સ અને ઍનાલિટિક્સ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ફોર્બ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ડેટા સાયન્સ અને ઍનાલિટિક્સની જૉબનું વર્ષ 2021-2031 સુધીનો પ્રોજેક્ટેડ ગ્રોથ રેટ 29 ટકા છે.

આ સિવાય ડેટા સાયન્સ અને ઍનાલિટિક્સક્ષેત્રે નોકરી કરનારને સરેરાશ વાર્ષિક આઠથી 12 લાખ રૂપિયાનો પગાર મળે છે.

અહેવાલ પ્રમાણે ડેટા સાયન્સ અને ઍનાલિટિક્સનું ક્ષેત્ર ઇન્ડસ્ટ્રીમાં ગેમ-ચૅન્જર તરીકે સામે આવ્યું છે. આ ક્ષેત્રમાં કામ કરતા પ્રૉફેશનલ્સ કંપનીઓ ડેટાના આધારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં મદદરૂપ સાબિત થાય છે.

કૌશલ્ય ધરાવતા ડેટા સાયન્ટિસ્ટ અને ઍનાલિસ્ટની ખૂબ ડિમાન્ડ છે.

તેની મુખ્ય જવાબદારીઓમાં ડેટાસેટનું વિશ્લેષણ, અનુમાન આપતાં મૉડલનો વિકાસ અને બિઝનેસના પડકારોના ઉકેલ માટે જટિલ માહિતીને વ્યાખ્યાયિત કરવાનું સામેલ છે.

ડિજિટલ ક્ષેત્રમાં આવી રહેલી ક્રાંતિને કારણે આવનારાં વર્ષોમાં આ ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા લોકોની ભારે માગ હોવાની શક્યતા છે.

ગ્રે લાઇન

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ ક્ષેત્રનો વર્ષ 2021થી 2031નો વૃદ્ધિદર 31 ટકા હોવાનો અંદાજ છે.

આ ક્ષેત્રમાં નોકરી કરનારનો સરેરાશ પગાર વાર્ષિક દસથી 15 લાખ રૂપિયા છે.

આજકાલ લગભગ બધાં ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગ (એમએલ)ને સામેલ કરાઈ રહ્યું છે. જેના કારણે આ ક્ષેત્રના નિષ્ણાતોની માગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આ ક્ષેત્રના જાણકારોની મુખ્ય જવાબદારીમાં આલ્ગોરિધમનો વિકાસ, ચૅટબોટની ડિઝાઇન, ઇમેજ અને સ્પીચ રેકગ્નિશન સિસ્ટમનો વિકાસ, સ્વચાલિત પ્રક્રિયાઓનો વિકાસ, ડ્રાઇવિંગ ઇનોવેશન અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યક્ષમતા વધારવાની દિશામાં સંશોધન અને ડેવલપ કરવાનું કામ સામેલ હોય છે.

બીબીસી ગુજરાત

બ્લોકચેઇન ડેવલપર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઉપરાંત બ્લોકચેઇન ડેવલપર પણ એક એવું ક્ષેત્ર છે જે યુવાનો માટે નવી અને ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરતી તકો આપવાની ક્ષમતા ધરાવે છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ભારતના શ્રમબજારમાં વર્ષ 2023માં બ્લોકચેઇન ડેવલપરની ભારે માગ છે.

તેથી એવું કહી શકાય કે હાલ ભારતમાં ઝડપથી વિકસી રહેલાં ક્ષેત્રો પૈકી તે એક છે.

બ્લોકચેઇન ડેવલપરને સામાન્ય ડેવલપર કરતાં 50થી 100 ટકા વધુ વળતર મળી શકે છે.

આવનારાં દસ વર્ષોમાં આધુનિક ક્રિપ્ટોકરન્સી અને બૅન્કિંગ ઍપ્લિકેશનમાં ઉપયોગી આ કૌશલ્યમાં રોજગારની ભારે તકો સર્જાશે.

બીબીસી ગુજરાતી

રિન્યૂએબલ ઍનર્જી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રિન્યૂએબલ ઍનર્જી ક્ષેત્રનો વૃદ્ધિદર વર્ષ 2021થી 2031ના ગાળમાં 22 ટકા રહેવાનો અંદાજ છે.

આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડનાર લોકોને છથી દસ લાખ રૂપિયાનો વાર્ષિક પગાર મળે છે.

હાલના સમયમાં ટકાઉ વિકાસ અને પર્યાવરણીય જાળવણીના વિષય પર ભાર અપાવાના વલણને કારણે આ ક્ષેત્રમાં રોજગારની ઘણી નવી તકો સર્જાઈ રહી છે.

સૌર, પવન અને હાઇડ્ર્રોઇલેક્ટ્રિક ઊર્જા ઉત્પાદનક્ષેત્રે સારો એવો વૃદ્ધિદર જોવા મળી રહ્યો છે.

આ ક્ષેત્રમાં કામ કરતા લોકોએ ડિઝાઇનિંગ, ઇમ્પ્લિમેન્ટેશ અને પુન:પ્રાપ્ય ઊર્જા સિસ્ટમની જાળવણી કરવાની જવાબદારીઓ સંભાળવાની હોય છે.

બીબીસી ગુજરાતી

ડિજિટલ માર્કેટિંગ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2021થી 2031 સુધીના ગાળામાં આ ક્ષેત્રના વૃદ્ધિદરનો અંદાજ 27 ટકા છે.

ઉપરાંત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને સરેરાશ ચારથી આઠ લાખ રૂપિયાનો વાર્ષિક પગાર મળી શકે છે.

આજના ડિજિટલ યુગમાં તમામ વ્યવસાયો અને બિઝનેસ ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચના આધારે લોકો સુધી પોતાની પહોંચ વધારી રહ્યાં છે.

ડિજિટલ માર્કેટિંગમાં કામ કરતા લોકો ઓનલાઇન કૅમ્પેન બનાવી તેને લાગુ કરવાનું, સોશિયલ મીડિયા હાજરીની જાળવણી, સર્ચ એન્જિન રૅન્કિંગનું ઓપ્ટિમાઇઝેશન, ગ્રાહકના ડેટાના વિશ્વલેષણથી કસ્ટમર ઍન્ગેજમૅન્ટ વધારવા જેવી જવાબદારીઓ ભજવે છે.

રેડ લાઇન
રેડ લાઇન