સગર્ભાની સ્વાદ માટેની ઝંખનાથી 'દુબઈ ચૉકલેટ'નો ક્રેઝ કેવી રીતે શરૂ થયો?

ચોકલેટ, દુબઈ ચોકલેટ, સ્વાદ, ક્રેઝ, ટ્રૅન્ડ, દુબઈ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઍનાબેલ રેકહામ
    • પદ, બીબીસી કલ્ચર

થોડા દિવસો પહેલાં સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રજાઓ ગાળતી વખતે મારા મગજમાં એક જ વાત ફરતી હતી. અને તે હતી ખૂબ વાઇરલ થયેલી "દુબઈ ચૉકલેટ" મેળવવી.

જો તમે TikTok પર છો તો તમે એ ચૉકલેટ જોઈ હશે. જે ચૉકલેટ, પિસ્તા અને તાહીનીના સ્વાદને ફિલો પેસ્ટ્રી સાથે મેળવવામાં આવી છે. આ ચૉકલેટ આરબ મિઠાઈ નાફેહથી પ્રેરિત છે.

ફિક્સ (FIX) ચૉકલેટિયર દ્વારા "કાન્ટ ગેટ નાફેહ ઑફ ઇટ" નામની મૂળ ચૉકલેટ 2022 થી યુએઈમાં વેચાઈ રહી છે. સોશિયલ મીડિયા લોકપ્રિય એવી આ ચૉકલેટનું વેચાણ દિવસમાં ફક્ત બે કલાક માટે જ થાય છે. અને એ પણ થોડી મિનિટોમાં જ વેચાઈ જાય છે.

પરંતુ હવે "દુબઈ ચૉકલેટ" જેવા ઉપનામથી ઓળખાતી આ ચૉકલેટની નકલોએ યુકેનાં સુપરમાર્કેટમાં ધૂમ મચાવી દીધી છે. કેટલાંક સુપરમાર્કેટે ગ્રાહકો માટે આ ચૉકલેટ ખરીદવાની સંખ્યા મર્યાદિત રાખી છે.

આ ચૉકલેટ વિશેષ તો છે...

યેઝેન અલાની અને પત્ની સારાહ હમૌદા, ચોકલેટ, દુબઈ ચોકલેટ, સ્વાદ, ક્રેઝ, ટ્રૅન્ડ, દુબઈ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sarah Hamouda/Yezen Alan

ઇમેજ કૅપ્શન, યેઝેન અલાની અને તેમનાં પત્ની સારાહ હમૌદા

યેઝેન અલાની, જેઓ તેમનાં પત્ની સારાહ હમૌદા સાથે ફિક્સ કંપનીનાં માલિક છે, તેમણે બીબીસીને જણાવ્યું કે દુબઈ ચૉકલેટની વૈશ્વિક લોકપ્રિયતા અમારા માટે ખૂબ ખુશીની અને સાથે સાથે વિનમ્ર બનાવતી ઘટના છે.

ફિક્સ (FIX) ચૉકલેટ બારની કલ્પના સૌપ્રથમ 2021 માં હમૌદાએ કરી હતી. તેઓ જ્યારે ગર્ભવતી હતાં ત્યારે આ પ્રકારના સ્વાદ માટે સતત ઝંખતાં હતાં.

અલાની અને હમૌદાએ એક વર્ષ પછી આ ચૉકલેટ બાર વિકસાવવાનું શરૂ કર્યું. પહેલાં તેમણે તેમની કૉર્પોરેટ નોકરીઓ સાથે સાથે વ્યવસાય ચલાવ્યો.

"સારાહ અને મારો ઉછેર યુકેમાં થયો હતો અને અમે 10 વર્ષ પહેલાં દુબઈ સ્થાયી થયાં હતાં, તેથી અમારી પાસે પશ્ચિમી અને આરબ એમ બંનેનાં મૂળ હતાં."

અલાની કહે છે, "અમે એવો સ્વાદ બનાવવા માંગતા હતા જે આનાથી પ્રેરિત હોય."

ચૉકલેટના આકર્ષણનો એક ભાગ છે તેની વિશિષ્ટતા - તમે તેને ફક્ત ફૂડ ડિલિવરી ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને જ ઑર્ડર કરી શકો છો. દુકાનમાં કે સુપરમાર્કેટમાં તે તમને નહીં મળે.

આ ચૉકલેટની કિંમત લગભગ 15 પાઉન્ડ પ્રતિ બાર છે અને કંપની તેમના બધા ઑર્ડર પૂરા કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ દિવસના ચોક્કસ કલાકો દરમિયાન જ તેનું વેચાણ કરે છે.

મેં આ પ્રદેશની ઘણી દુકાનોમાં આ પ્રકારની જ ચૉકલેટ બાર વેચાતી જોઈ છે. જેને "દુબઈ ચૉકલેટ" તરીકે ઓળખવામાં આવે છે અને પિસ્તા અને ફિલો પેસ્ટ્રીના ચિત્રોથી તેને શણગારવામાં આવે છે.

અલાની કહે છે કે "નકલખોર" ચૉકલેટ બાર "ખૂબ જ નિરાશાજનક છે કારણ કે આ નકલી વસ્તુઓનો અમારી બ્રાન્ડને નુકસાન પહોંચાડે છે".

સોશિયલ મીડિયાએ લોકપ્રિયતામાં વધારો કર્યો

ચોકલેટ, દુબઈ ચોકલેટ, સ્વાદ, ક્રેઝ, ટ્રૅન્ડ, દુબઈ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાનેફા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બારની લોકપ્રિયતામાં વધારો થવાનું એક કારણ સોશિયલ મીડિયા છે - 2023 થી ટિક-ટૉક વપરાશકર્તા મારિયા વેહેરાનો એક વીડિયો વાઇરલ થયો હતો, આ જ તેના ઉદયનાં મુખ્ય કારણોમાંથી એક માનવામાં આવે છે.

આ વીડિયોમાં વેહેરા પહેલી વાર નાફેહ જેવી ચૉકલેટનો સ્વાદ માણતા દેખાય છે, તેને સાત મિલિયન લાઇક મળી છે.

આ બાર સોશિયલ મીડિયા માટે જ બનાવાયો હોય તેવું ભાસે છે - સ્મૂધ મિલ્ક ચૉકલેટની ટોચ પર આકર્ષક નારંગી અને લીલાં ટપકાંઓથી લઈને જ્યારે તમે ટુકડો તોડો છો ત્યારે તે જે ક્રંચ અવાજ કરે છે ત્યાં સુધી.

પિસ્તા સાથે જોડાયેલી ચૉકલેટ નવી નથી પરંતુ વાસ્તવિક વિશિષ્ટતા ચૉકલેટનાં ફિલિંગની કુરકુરી પ્રકૃતિ છે. જ્યારે ફિલો પેસ્ટ્રી આ બારમાં ટેક્સચર અને જાડાઈ વધારે છે.

કેન્ટ ગેટ નાફેહ ઑફ ઇટ બાર ફક્ત એક જ દેશમાં ઉપલબ્ધ હોવાથી અન્ય બ્રાન્ડ્સે યુકેમાં તેમનાં વિવિધ સંસ્કરણો વેચવાનું શરૂ કર્યું છે. જેમાં સ્વિસ ચૉકલેટ ઉત્પાદક લિન્ડટનો સમાવેશ થાય છે જેની દુબઈ ચૉકલેટ સુપરમાર્કેટમાં10 પાઉન્ડમાં વેચાઈ રહી છે.

બાર સ્ટૉક કર્યા પછી વેઇટરોઝ કહે છે કે સ્ટોકના સ્તરને નિયંત્રિત કરવા માટે ગ્રાહકો માટે બે-બારની મર્યાદા લાગુ કરવી પડી છે.

હોમ બાર્ગેન્સ દ્વારા તેનું બીજું સંસ્કરણ પણ વેચવામાં આવી રહ્યું છે, જ્યારે સુપરમાર્કેટ લિડલ પાસે 4.99 પાઉન્ડમાં તેનું પોતાનું વર્ઝન છે અને તે પણ ખરીદીની સંખ્યા મર્યાદિત કરી રહ્યું છે.

આ ચૉકલેટ કેટલી મોંઘી છે?

ચોકલેટ, દુબઈ ચોકલેટ, સ્વાદ, ક્રેઝ, ટ્રૅન્ડ, દુબઈ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇમિટેશન બાર હવે દુબઈ અને વિશ્વમાં ઘણી જગ્યાએ જોવા મળી રહ્યાં છે

ફિક્સ ચૉકલેટને "ડેઝર્ટ બાર" ગણીને બિલિંગ કરવામાં આવે છે અને તેને ફ્રિજમાં રાખવી પડે છે. ઘણાં ડેરી પ્રોડક્ટની જેમ ટૂંકા સમયની સમાપ્તિ તારીખ સાથે.

અન્ય માટે આન નથી જેને લાંબા સમય સુધી શેલ્ફ લાઇફ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે.

તમે સ્વાદ અને ટેક્સચરમાં પણ તફાવત જોઈ શકો છો - મૂળ બાર લિન્ડટ બારની પહોળાઈ કરતાંં લગભગ બમણો હોય છે, જે પ્રમાણભૂત ચૉકલેટ બારના કદ અને આકાર સાથે મેળ ખાય છે.

જ્યારે અલાની અને હમૌદાએ પહેલી વાર આ ચૉકલેટની શરૂઆત કરી હતી ત્યારે તેઓએ દિવસમાં લગભગ છ થી સાત ઑર્ડર પૂરા કરવા માટે એક વ્યક્તિને નોકરી પર રાખ્યો હતો.

પરંતુ લોકપ્રિયતામાં વધારો થતાં મુખ્યત્વે ટિકટૉકને કારણે તેમના વ્યવસાય હવે 50 લોકોને રોજગારી આપે છે. હવે તેઓ દરરોજ 500 ઑર્ડર પૂરા કરે છે.

એક મોટો ચર્ચાનો મુદ્દો એ છે કે આ બારની કિંમત 15 પાઉન્ડ છે.

અલાની કહે છે, "અમે બધું હાથથી જ બનાવીએ છીએ, દરેક ડિઝાઇન પણ હાથથી જ બનાવવામાં આવે છે."

"અમે પ્રીમિયમ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને તેની પ્રક્રિયા અન્ય બાર જેવી નથી - તમારી પાસે બેકિંગ છે, ચૉકલેટને ડિઝાઇનમાં મૉલ્ડિંગ કરવામાં આવે છે અને તેમાં ભરણ માટેનાં પિસ્તા પણ હાથથી ચૂંટવામાં આવે છે અને પછી બાર બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે."

ગયા વર્ષે અરેબિયન બિઝનેસ સાથે વાત કરતા હમૌદાએ કહ્યું, "મારાં માતા કુનાફે બનાવતાં હતાં અને હું મારી પોતાની રીતે કેપ્ચર કરવા માંગતી હતી.

"કુનાફે એ પહેલો સ્વાદ હતો જેને અમે સંપૂર્ણ બનાવ્યો છે. કુરકુરો, પિસ્તા, બધું બરાબર હોવું જોઈએ."

ઉત્પાદનની સફળતા છતાં અલાની કહે છે કે "આ એક મુશ્કેલ સફર રહી" કારણ કે, આ જોડી તેમનાં બે બાળકોનાં ઉછેર સાથે સાથે પૂર્ણ સમય કામ કરી રહી હતી.

"એક એવો સમય આવ્યો જ્યારે અમે હાર માની લીધી હતી, પરંતુ અમે પોતાની જાતને કહ્યું કે 'જ્યાં સુધી આપણે ભાડું ચૂકવી શકીએ છીએ ત્યાં સુધી આ વ્યવસાય ચાલુ રાખીશું' અને હવે અમને કોઈ અફસોસ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન