'આપ અને કૉંગ્રેસના સાથે લડવાથી ફાયદો થશે', પ્રભાબહેન તાવિયાડ સાથે વાતચીત

વીડિયો કૅપ્શન,

દાહોદથી કૉંગ્રેસ પક્ષે તેમને ટિકિટ આપી છે તેવાં સીનીયર મહિલા નેતા પ્રભાબહેન તાવિયાડ તેમનાં ભાષણોને કારણે પણ ચર્ચામાં રહે છે.

તેઓ 2009માં પણ અહીંથી સાંસદ રહી ચૂક્યાં છે.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે આ વખતે કૉંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે તેના કારણે તેમને જીત માટે પૂરતું સમર્થન મળશે.

તેમની સામે બે ટર્મના સાંસદ જશવંતસિંહ ભાભોર ચૂંટણી લડી રહ્યા છે. તેમના મુદ્દે પ્રભાબહેનનું શું કહેવું છે?

દાહોદમાં આ લોકસભા ચૂંટણીમાં તેઓ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમનો પ્રચાર કરી રહ્યાં છે?

ભાવનાબહેન તાવિયાડ