You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર કોરિયાએ મિસાઇલ છોડી, જાપાને લોકોને બંકરોમાં છૂપાઈ જવા કહ્યું
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા બાદ ગુરુવારે જાપાન તરફ મિસાઇલો છોડી છે. ત્યારબાદ જાપાને નાગરિકો માટે ‘જે વૉર્નિંગ’ જાહેર કરી છે. આ ચેતવણી ઘણા દુર્લભ પ્રસંગોએ જારી કરવામાં આવે છે. જાપાને કેટલાક વિસ્તારમાં નાગરિકોને ઘર અથવા ભૂમિગત બંકરોમાં છૂપાઈ જવાની સલાહ આપી છે. ઉત્તર કોરિયાએ આ પહેલા બુધવારે દક્ષિણ કોરિયા તરફ 23 મિસાઇલ છોડી હતી. તેમાંથી એક મિસાઇલ દક્ષિણ કોરિયાઈ જળ સીમાથી થોડે દૂર આવીને પડી હતી. આના જવાબમાં દક્ષિણ કોરિયાએ પણ ફાઇટર વિમાનોથી હવાથી જમીનની સપાટીને મારનારી મિસાઇલ ઉત્તર કોરિયા તરફ છોડી હતી. ઉત્તર કોરિયા તરફથી આક્રમક પગલાં લેવાની આ નવીનતમ પ્રક્રિયા દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે એરફોર્સ ડ્રીલ પછી શરૂ થઈ છે. ઉત્તર કોરિયાએ આ ડ્રીલ બંધ કરવાની અપીલ કરી હતી. પરંતુ ઉત્તર કોરિયાઈ મિસાઈલો છોડાયા બાદ દક્ષિણ કોરિયાએ વળતો જવાબ આપતા કહ્યું છે કે, દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોને બગાડવાના પ્રયાસો સફળ થાય નહીં.
બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના છ રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
છ રાજ્યોની 7 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે આજે મતદાન થશે. આ ચૂંટણીમાં સાંકેતિક મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને ક્ષેત્રીય દળો વચ્ચે છે.
હરિયાણાના આદમપુર વિધાનસભા વિસ્તાર પાંચ દાયકાથી ભજનલાલ પરિવાર ગઢ તરીકે રહ્યો છે અને તેઓ તેને કાયમ જાળવી રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં ‘મહાગઠબંધન’ ની સરકાર બન્યા બાદ આ પહેલી ચૂંટણી પરીક્ષા છે. કુમારની જનતા દળ- યૂનાઈટેડ દ્વારા ભાજપનો સાથ છોડવાના ત્રણ મહીનાથી પણ ઓછા સમય પછી બિહારમાં પ્રથમ પેટાચૂંટણી યોજાઈ રહી છે. તેલંગાણાની મુનૂગોડા બેઠક પર ભાજપ અને સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ આક્રમક પ્રચાર કર્યો છે.
આ બેઠક કૉંગ્રેસના ધારાસભ્યના રાજીનામાથી ખાલી થઈ હતી અને હવે તેઓ ફરીથી ભાજપની ટિકીટ પર ચૂંટણી મેદાનમાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે મોટા પાયે મતદાનની તૈયારી કરી છે, જે અંતર્ગત 3,366 રાજ્ય પોલીસ કર્મચારીઓની તૈનાતી ઉપરાંત, કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 15 કંપનીઓને મુનુગોડમાં ગ્રાઉન્ડ કરવામાં આવી છે અને તમામ મતદાન મથકો પર વેબકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ પર લગાવ્યા આરોપ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે ભાજપ પર આરોપો લગાવ્યા હતા કે તેઓ ખેડૂતોને જાણીજોઈને હેરાન કરી રહ્યા છે.
ભગવંત માને કહ્યું છે કે, ખેડૂતોના આંદોલન પછી કેન્દ્ર સરકારને ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડ્યા હતા, જેનો બદલો હવે ભાજપ લઈ રહ્યું છે.
પ્રદૂષણને સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા બતાવતા તેમણે પૂછ્યું છે કે, તેના માટે માત્ર દિલ્હી અને પંજાબ પર જ કેમ આંગળી ઉઠાવાઈ આવી રહી છે?
એમના અનુસાર, હરિયાણા અને રાજસ્થાનમાં કેટલાય એવા શહેર છે જ્યાં હવાની ગુણવત્તા પંજાબથી પણ વધુ ખરાબ છે, પરંતુ કેન્દ્ર સરકાર એ રાજ્યો પર કોઈ સવાલ ઉઠાવતા નથી. તેમણે કહ્યું કે, ફરીદાબાદની હવા ઘણી ખરાબ છે, પરંતુ હરિયાણાને સવાલ કરવામાં આવતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માને કહ્યું છે કે, દરેક ચિઠ્ઠીમાં પંજાબને પૂછવામાં આવે છે કે, ખેડૂતો પર કેટલાં કેસ દાખલ કરવામાં આવ્યા છે, તો શું પંજાબના ખેડૂતો ગુનેગાર છે? તેમણે રોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારના મનમાં ખેડૂતો માટે નફરતની ભાવના છે.
પંજાબના મુખ્યમંત્રી માને કહ્યું છે કે, પ્રદૂષણ સામે લડવા માટે તેમણે કેન્દ્ર સરકારને ઘણા સૂચનો આપ્યા, પરંતુ અમારી વાત માનવામાં ન આવી.
તેમણે કહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોને પણ સાથે લઈને કામ કરવું પડશે.
માને કહ્યું છે કે, પંજાબ સરકારે કેન્દ્ર સરકારને ખેડૂતોને પ્રતિ એકર 1,500 રૂપિયાનું વળતર આપવા માટે અપીલ કરી હતી, પરંતુ કેન્દ્ર એ આ સૂચનને ફગાવી દઈને, બીજો કોઈ ઉપાય આપવાનું કહ્યું.
તેમણે કહ્યું કે, પંજાબમાં પરાલીને હટાવવા માટે બાયોગેસ ઉદ્યોગ લગાવવાની મંજૂરી માગી, પણ કેન્દ્રએ આ ઉપાય પણ માન્યો નહીં. તેમણે કહ્યું કે, આ વાતોથી કેન્દ્ર સરકારને રાજકીય ઇરાદાની ખબર પડે છે.