You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડાની ખાસ ઑફર શું છે કે લોકો અમેરિકા છોડવાનું વિચાર રહ્યા છે?
- લેેખક, સૅમ કૅબ્રલ અને નદીન યૂસુફ
- પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન અને ટોરોન્ટો
લિયૉન યાંગ જ્યારે 16 વર્ષના હતા ત્યારે તેઓ ચીનના શિયાનથી અમેરિકા ભણવા આવ્યા હતા. તેઓ અમેરિકામાં ભણવા આવ્યા કેમ કે તેઓ માનતા હતા કે, જો અમેરિકામાં દરરોજ તેઓ મહેનત કરશે, તો એક દિવસ તેમને જોઈતી સફળતા જરૂરથી મળશે.
તેમને હવામાં ઉડતી વસ્તુઓ ખાસ કરીને વિમાનોમાં ઘણો રસ હતો એટલે તેમણે ઍરોસ્પેસમાં રુચિ લીધી અને દક્ષિણ કૅરોલિનાની ગ્રીનવેલી હાઈસ્કૂલમાંથી ભણ્યા બાદ તેમણે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધું.
અહીં તેઓ મિકૅનિકલ એન્જિનયરીંગની ડિગ્રી મેળવી અને હાલ જ્ય#ર્જિયાના એટલાન્ટામાં આવેલી એક કંન્સ્ટ્રક્શનનાં ઉપકરણોની કંપનીમાં કામ કરે છે.
તેમણે અમેરિકા આવવાના નિર્ણય કર્યાનાં નવ વર્ષો પછી તેમનો મોહભંગ થયો છે અને તેમને નથી લાગતું કે તેઓ સમાન સ્તર પર સ્પર્ધામાં છે.
લિયૉન યાંગનો દાવો છે કે, "છેલ્લાં ત્રણ વર્ષોમાં એક અઠવાડિયામાં 10થી 20 કંપની મારો સંપર્ક કરતી હતી. પણ તેમને જ્યારે જાણવા મળે કે હું એચવન-બી વીઝા પર કામ કરી રહ્યો છું, તો તેમાંથી મોટાભાગની કંપની આગળ રસ નથી લેતી."
અત્રે ઉલ્લેખનીય છે કે એચવન-બી વીઝા એવા વીઝા છે જે વિદેશમાં જન્મેલી વ્યક્તિઓને, જે વ્યક્તિ અમેરિકામાં ભણેલી હોય એવી વ્યક્તિઓને દેશમાં ત્રણથી છ વર્ષ રહીને કામ કરવાની મંજૂરી આપે છે. પણ તેના માટે તેમની કંપનીએ તેમને સ્પૉન્સર કરવી પડે છે અને મોટાભાગે આનાથી કાયમી વસવાટ કરવાની મંજૂરી મેળવવામાં કોઈ પણ મદદ પણ નથી મળતી.
પણ કૅનેડાએ એચવન-બી વીઝાધારકો અને તેમના પરિવાર માટે ખાસ નવો વર્ક પરમિટ કાર્યક્રમ ખૂલ્યો મૂક્યો હતો તેમાં તેમણે અરજી કરી છે. જેમાં ઑપન વર્ક પરમિટ ઑફર થાય છે જે ત્રણ વર્ષો માટે છે.
આ પગલું અમેરિકાના હાઈટૅક અને સ્કિલ્ડ વર્કર્સને કૅનેડામાં આકર્ષવા માટેનું છે. તેને સોમવારે સવારે ખુલ્લો મૂકાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ મંગળવારે તેનો 10 હજારનો ક્વોટા જે શરૂઆતી છે તેની સામે પૂરતી અરજીઓ મળી ગઈ છે. એટલે કે 10 હજાર અરજીઓ કરતા પણ વધુ સંખ્યામાં અરજીઓ મળી છે.
અમેરિકામાં કાયદાકીય ઇમિગ્રેશન સિસ્ટમ જેને અત્યંત જૂની અને વર્કરના હિતમાં નહીં હોવાની માનવામાં આવી રહી છે.
આટલી મોટી સંખ્યામાં સ્કિલ્ડ કામદારો દ્વારા થયેલી અરજી આ સિસ્ટમાં જકડાયેલા રહેવાથી કંટાળી ગયેલા કામદારોની સ્થિતિના સંકેતો છે.
એચવન-બીનો મર્યાદિત ક્વૉટા
જ્યારે યાંગના વીઝાની સમયાવધિ સમાપ્ત થશે, તેમની પાસે માત્ર ગણતરીના જ વિકલ્પો હશે. તેઓ જો તેમની કૅનેડા કાર્યક્રમ માટે કરેલી અરજી મંજૂર થઈ જાય તો, કૅનેડા જવા ઇચ્છે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "મારી સાથે ત્યાં સમાન વ્યવહાર નહીં થાય પણ જૉબ માર્કેટમાં અન્ય સ્પર્ધકોની સરખામણીમાં યોગ્ય રીતે વ્યવહાર કરવામાં આવશે. અને છેલ્લાં ત્રણ વર્ષોમાં મેં બાબત ખૂબ જ ઝંખી છે કેમ કે મને એ મળી નથી."
આવો અનુભવ ધરાવનારા યાંગ એકલા નથી. તેમના જેવા અન્યો પણ છે. એચવન-બી વીઝા માટે સફળ ન થનારા હજારો સ્કિલ્ડ વિદેશી વર્કરો અથવા જેઓ સફળ થયા તે વર્કરોએ કાયમી વસવાટ માટેના ગ્રીન કાર્ડની રાહ જોતાં-જોતાં વર્ષોનાં વર્ષ ખર્ચી નાખ્યા.
એચવન-બી વીઝાની જેટલી માગ છે એની સામે એનો સપ્લાય ખૂબ જ ઓછો છે.
અમેરિકા જૉબ માર્કેટના ભાવિ અને ઇમિગ્રેશન વિશે અભ્યાસ કરનારા યુનિવર્સિટી ઑફ નૉર્થ ફ્લોરિડાના મેડેલિન ઝેવોડી આ વાત કહે છે.
એચવન-બી વીઝા અમેરિકી કૉંગ્રેસ દ્વારા જ્યારે વર્ષ 1990માં શરૂ કરાયા ત્યારે તેનો ક્વૉટા 65 હજાર વિદેશી નાગરિકોનો હતો. એટલે કે પ્રતિવર્ષ આ વીઝા માટે આટલા જ વિદેશી નાગરિકો અરજી કરી શકતા.
ત્યાર બાદથી અત્યાર સુધી આ ક્વૉટા એક જ વખત વધારીને 85 હજાર કરાયો છે. જેને મેડેલિન અત્યંત નજીવો ઘટાડો ગણાવે છે.
તેઓ કહે છે, "કંપનીઓમાં કામદારોની માગ વધી છે એટલે કે ઇમિગ્રેશન ઘણું સામાન્ય બની ગયું છે અને અમેરિકાની વર્કફૉર્સ માગ પૂરી કરી શકે એટલી હદે વૃદ્ધિ નથી પામી."
અરજીકર્તાઓ તરફથી મળતા ધસારાને પગલે વર્ષ 2014થી અમેરિકાના ઇમિગ્રેશન સત્તાધિશોએ વીઝા જે લૉટરી સિસ્ટમથી ફાળવણી કરતી હતી તે બદલીને વહેલાં તે પહેલાંના ધોરણ આધારિત કરવી પડી છે.
મેડેલિન અનુસાર સમગ્ર પરિણામના કારણે અમેરિકા પોતાની જ યુનિવર્સિટીમાંથી ભણીને નીકળતા વિદ્યાર્થીઓ ગુમાવી રહ્યું છે. તેઓ અમેરિકામાં ટકી રહેવા માગે છે પરંતુ તેમને તેમના સ્વદેશ અથવા અન્ય દેશમાં નોકરી માટે જવા ફરજ પડી રહી છે.
મેડિલન કહે છે, "કૅનેડાની સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે તે ખૂબ જ ફ્લૅક્સિબલ છે. તેઓ તેમની ઇમિગ્રેશન નીતિ સમયે-સમયે બદલી રહ્યાં છે. જ્યારે અમેરિકાએ વર્ષોથી આવું કર્યું નથી."
હવે એ જોવું રહેશે કે કૅનેડા આ નવા કાર્યક્રમનો ક્વૉટા વધારશે કે પછી કાર્યક્રમ કાયમી ધોરણે ચલાવશે.
પરંતુ કૅનેડાની સરકારની ઇમિગ્રેશન મંત્રાલયના પ્રવક્તાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ કાર્યક્રમ માટે ચાર લાખ લાયક અરજીકર્તા હોઈ શકે છે.
કમ્યૂનિકેશન ઍડ્વાઇઝર જુલિયા લૅફોર્ચ્યૂન કહે છે, "આ કામચલાઉ નીતિ કરિયર ડૅવલપમૅન્ટ અને ટૅક વર્કરો એક જગ્યાથી બીજી જગ્યા કામ કરી શકે છે તેવા હેતુ માટેની છે. તેનાથી સ્કિલ્ડ કામદારોને ઉત્તર અમેરિકાના ટૅક સેક્ટરમાં કારકિર્દી આગળ વધારવા માટે ઉપલબ્ધ વિવિધ તકો મળી રહી છે."
"કૅનેડા વૈશ્વિકસ્તર પર કઈ રીતે ખૂબ જ સ્પર્ધાત્મક થઈ રહ્યું છે એનો આ નવા એચવન-બી કાર્યક્રમ માટે આવેલી અરજીઓનો ધસારો મોટો સંકેત છે."
કૅનેડાની ઑફર ખૂબ જ આકર્ષક
વળી, જો તેમને કામ પરથી કાઢી મૂકવામાં આવે તો, તેમણે માત્ર 60 દિવસમાં જ બીજી નોકરી શોધવી પડે છે.
રોન હીરા કહે છે, "એ વાત આશ્રર્યજનક નથી કે કેટલાક એચવન-બી વીઝાધારકો પ્રવર્તમાન સ્થિતિમાંથી બચવા માગે છે. મને લાગે છે કે કૅનેડા તેમના માટે સારો વિકલ્પ છે. જો આપણે ઇમિગ્રન્ટ્સની જરૂર છે, તો આપણે તેમને ગ્રીન કાર્ડ આપવા પડશે, તેમને એવી સ્થિતિમાં ન મૂકાય કે તેમની કંપની તેમનું શોષણ કરે."
કૅનેડાએ નવો કાર્યક્રમ લૉન્ચ કરી સારો નિર્ણય કર્યો છે કે નહીં એ કહેવું જલ્દી છે. વળી જ્યારે એક તરફ અમેરિકી ટૅક ઇન્ડસ્ટ્રીમાં છટણી ચાલી છે અને અરજીઓ મામલેના માપદંડોની ઉણપ પણ મહત્ત્વની બાબત છે.
તેઓ કહે છે, "અમને નથી ખબર કે કયા પ્રકારના મિશ્ર વર્કરોએ અરજી કરી છે. એવું બની શકે કે તેમાંથી કેટલાક ખૂબ જ હાઇસ્કિલ્ડ છે. જ્યારે કેટલાક સાધારણ કુશળતા ધરાવે છે અને માત્ર ખરાબ સ્થિતિમાંથી બચવા માગે છે."
વાસ્તવિકતા એ છે કે અચવન-બી વીઝાધારક અમેરિકામાં જેટલો લાંબો સમય રહે છે, તેમને નવી ડીલ મેળવવા માટેની ચિંતા એટલી જ તીવ્ર બનતી જાય છે.
કેમ કે જેઓ ગ્રીન કાર્ડ ઇચ્છે છે તેમની સંખ્યા દેશો માટે રખાયેલા ક્વૉટાને વટાવી જતી હોય છે.
લિબર્ટેરિયન કૅડે સંસ્થાના ઇમિગ્રેશન વિશેના ડિરેક્ટર ડેવિડ બેયર કહે છે, "પ્રતીક્ષા ખૂબ જ લાંબી હોય છે. અને સ્થિતિ એવી છે કે જો ભારતની કોઈ નવી વ્યક્તિ ગ્રીન કાર્ડ માટે અરજી કરે તો આજીવન તેને કાર્ડ નહીં મળી શકે."
જે લોકો પરિવાર સાથે રહે છે તેમના માટે સ્થિતિ વધુ કપરી છે. કેમ કે તેમનાં બાળકો 21 વર્ષની વય પ્રાપ્ત કરે ત્યારે તેમનો દેશમાં રેહવા માટે ગ્રીન કાર્ડની લાયકાતની સમયાવધિ સમાપ્ત થઈ જાય છે. એટલે તેમના બાળકોએ દેશ છોડવો પડી શકે છે.
ડેવિડ બેયર વધુમાં કહે છે, "જો તમારા બાળકોએ દેશ છોડવો પડે, તો તમે એવા દેશમાં જવાનું વિચારશો કે જ્યાં તમારું અને તમારા પરિવારનું સ્વાગત થાય."
"કૅનેડાની ઑફર છે કે તમે આવો અને તરત જ કંપની માટે કામ કરો અને પછી તમારા માટે કાયમી વસવાટનો માર્ગ સ્પષ્ટ થઈ જશે. આ ખૂબ જ આકર્ષક ઑફર છે."
ન્યૂ જર્સીમાં 42 વર્ષીય સૌમ્યા ફાયનાન્સિયલ સર્વિસમાં કામ કરે છે. તેઓ ભારતીય નાગરિક છે અને તેમણે પણ કૅનેડાના નવા કાર્યક્રમ માટે અરજી કરી છે. જે લોકો શરૂઆતમાં અમેરિકા આવ્યા હતા અને જેમને ગ્રીનકાર્ડની આશા અને રાહ હતી તેમના માટે લાંબો પ્રતીક્ષાગાળો ખૂબ જ તણાવપૂર્વક છે.
તેઓ કહે છે, "જો વ્યક્તિ 10 વર્ષ સુધી દેશમાં રહે અને છતાં તેમને એ ખાતરી ન મળે કે તેઓ દેશમાં કાયમી રહી શકશે કે કાયમી વસી શકશે કે નહીં એવું કોઈને પણ નહીં સ્વીકાર્ય હશે."