ગગનયાન : ભારત અંતરિક્ષમાં માનવ કેવી રીતે મોકલશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શ્રીકાંત બક્ષી
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)નું મનુષ્યને સ્પેસમાં મોકલવાના મિશનના પ્રયાસનું પહેલું કદમ તૈયારમાં છે. ગગનયાન સ્પેસ લૉન્ચ પ્રોજેક્ટ હેઠળ ઇસરો શ્રી હરિકોટાથી પહેલી ટેસ્ટ ફ્લાઇટનું લૉન્ચિંગ કર્યું છે.

આ પ્રયોગ સફળ થયો છે તો હવે ભવિષ્યમાં માનવીને સ્પેસમાં મોકલવા માટેના મિશનને મદદ મળશે.

ઇસરોએ ચંદ્રયાન અને આદિત્ય એલ-1ની સફળતાથી આંતરરાષ્ટ્રીય સ્પેસ ક્ષેત્રમાં નામના મેળવી છે. 21મી ઑક્ટોબરે ઇસરોએ ગગનયાન ટીવી-ડી1 ટેસ્ટ ફ્લાઇટનું આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચિંગ કર્યું છે.

શું છે પ્રાયોગિક ફ્લાઇટ?

અંતરીક્ષ

ગગનયાન એ ઇસરોનું મનુષ્યને સ્પેસમાં મોકલવાનું મિશન છે. પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં 3 ઍસ્ટ્રૉનૉટને મોકલવાનું લક્ષ્ય છે. પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર. 2025માં ત્રણ દિવસ માટે તેમનો મોકલવાનો કાર્યક્રમ છે અને પછી સુરક્ષિત પૃથ્વી પર લાવવાનું લક્ષ્ય છે.

જો એ સફળ રહેશે તો એનાથી ભારતને સ્પેસમાં ભવિષ્યમાં ઍસ્ટ્રૉનૉટ મોકલવાનાં મિશનો માટે મદદ મળશે અને અન્ય પ્રયોગો પણ કરી શકશે.

17 ઑક્ટોબરના રોજ કેટલાક વૈજ્ઞાનિકો જેમાં ઇસરોના ચૅરમૅન સોમનાથ પણ સામેલ છે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ગગનયાન પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી.

આ મિશનના ભાગરૂપે ઇસરોએ 20 પ્રકારના ટેસ્ટ અને 3 ઍસ્ટ્રૉનૉટ વગરનો પ્રયોગ કરશે.

ઇસરોનું કહ્યું હતું કે 21મી ઑક્ટોબરના રોજ ક્રૂ ઍસ્કેપ સિસ્ટમ ટેસ્ટ વ્હિકલ લૉન્ચ હાથ ધરવામાં આવશે. શનિવારે આ લૉન્ચિંગ હાથ ધરાયું અને શરૂઆતમાં કેટલીક સમસ્યાને કારણે ફ્લાઇન લૉન્ચ નહોતી થઈ શકી પરંતુ પછી ટેસ્ટ ફ્લાઇટનું લૉન્ચિંગ કરી દેવાયું હતું.

આ બધા જ પ્રયોગો સફળ રહ્યા બાદ સિંગલ સ્ટેજ લિક્વિડ પ્રોપેલન્ટ રૉકેટ સાથે ચાલકદળ સાથેનું મિશન પણ લૉન્ચ કરવામાં આવશે.

આ પછી ચાલકદળના મૉડ્યૂલ જે પેરાશૂટની મદદથી બંગાળની ખાડીમાં ઉતરાશે તેમાંથી તેમને દરિયાકાંઠે લાવવામાં આવશે.

આ આખો પ્રયોગ 10 મિનટમાં પૂરો કરવામાં આવી રહ્યો છે.

ઇન્ડિયન સ્પેસ સ્ટેશન માટે પ્રયોગો

પૃથ્વી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદી કાર્યાલયે કહ્યું કે પીએમ મોદીએ ઇસરોને આ બેઠકમાં નવા નિર્દેશન આપ્યા છે. તેમણે 2035 સુધીમાં ઇન્ડિયન સ્પેસ સ્ટેશન બાંધવા માટે સૂચવ્યું છે અને 2040 સુધીમાં ચંદ્ર પર લૅન્ડ કરવા સહિતના પ્રયોગો કરવા કહ્યું છે.

આની સાથે સાથે ચંદ્ર પર વધુને વધુ પ્રયોગો માટે પણ પ્રયાસરત રહેવા કહ્યું છે.

તદુપરાંત આ હેતુ માટે નવી પેઢીના લૉન્ચિંગ વ્હિકલ, આધુનિક લૉન્ચિંગ પૅડ તથા માનવ કેન્દ્રીય લૅબોરેટરીઓ વિકસાવવા પણ કહ્યું છે.

વડા પ્રધાને વિનસ ઑર્બિટર અને માર્સ લૅન્ડર જેવા પ્રયોગો કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે.

માનવનું સ્પેસમાં જવું કેટલું મુશ્કેલ છે?

સ્પેસ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇસરોનું ચંદ્રયાન આદિત્ય એલ-1 અને મંગળયાન અત્યાર સુધી સફળ રહ્યા છે. ગગનયાનનો પ્રયોગ વધુ એક સિદ્ધી છે. કેમ કે આમાં ચંદ્રયાન લૅન્ડરને પરત લાવવાની જરૂર નથી હોતી. પૃથ્વીથી ઑર્બિટર અને રોવરને મોકલવામાં આવ્યા હોય છે તેને પરત લાવવાની જરૂર નથી હોતી. પરંતુ માનવદળ સાથેના મિશનમાં તેમને પાછા સુરક્ષિત લાવવાના હોય છે. આ સૌથી મોટો પડકાર છે.

લૉન્ચથી લઈને પૂર્ણાહૂતિ દરમિયાન એક નાની ભૂલની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

સામાન્યરીતે જો રૉકેટ લૉન્ચિંગ જેમાં સેટેલાઇટ હોય છે અને અન્ય ઉપકરણો હોય છે તે સ્પેસમાં તૂટી જાય તો માત્રન નાણાકીય નુકસાન વેઠવું પડી શકે છે. પરંતુ ચાલકદળ સાથેના મિશનમાં ઍસ્ટ્રૉનૉટના જીવ જાય છે.

માનવનું સ્પેસમાં જવું મુશ્કેલ છે. અમેરિકા અને રશિયાએ પહેલાં શ્વાન અને વાંદરા જેવાં પશુઓને પ્રાયોગિક ધોરણે સ્પેસમાં મોકલ્યાં હતાં અને પછી પ્રયોગો સફળ રહ્યા બાદ જ માનવને ત્યાં મોકલ્યા હતા.

જોકે, ઇસરો સીધું જ માનવમિશન મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્લેનેટરી સોસાયટી ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર રઘુનંદને બીબીસીને જણાવ્યું કે દરેક પાસાંની ગણતરી કરવી પડશે.

ચાલકદળનું મૉડ્લૂય જે હાલમાં લૉન્ચ કરવામાં આવ્યું છે જે ગગનયાન પ્રોજેક્ટનો ભાગ છે તે મૅક 1.2ની સ્પીડથી ટ્રાવેલ કરશે. જેનો અર્થ કે પ્રકાશની ગતિ કરતાં 1.2 ગણું ઝડપી.

આટલી ઝડપે ટ્રાવેલ કરવાનું હોવીથી દરેક નાની નાની બાબતોનો સખત ટેસ્ટ કરવો પડશે.

લૉન્ચિંગનું લક્ષ્ય શું છે?

ઇસરો લૉન્ચપૅડ

ઇમેજ સ્રોત, ISRO

ગગનયાન મિશનના ભાગરૂપે દરેક તબક્કે ઍસ્ટ્રૉનૉટની સુરક્ષાની ખાતરી કરવામાં આવશે. તકનિકી ખામી સર્જાય તો પણ તેઓ બહાર આવી શકે એ રીતે યોજના બનાવાશે.

અને આ તેનો હેતુ છે. તેને ઇન ફ્લાઇટ અબૉર્ટ ડેમૉનસ્ટ્રેશન ઑફ ક્રૂ ઍસ્કેપ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે.

ક્રૂ મૉડ્યૂલ અલગ થાય અને તેઓ નવા વિકસાવેલા ટેસ્ટ વ્હિકલમાં સુરક્ષિત પરત આવે તે પ્રાયોગિક મિશનનો ટાર્ગેટ છે.

રૉકેટમાં આધુનિક વિકાસ ઍન્જિન છે. તેમાં ટૉપમાં ક્રૂ હશે અને ક્રૂ ઍસ્કેપ સિસ્ટમ.

શ્રી હરિકોટાથી ક્રૂ મૉડ્યૂલ સાથે રૉકેટ ઉડાણ ભરશે. 11 તબક્કા પછી અને 531.8 સૅકન્ડ બાદ પેરાશૂટની મદદથી ચાલકદળ બંગાળની ખાડીમાં ઉતરશે. ભારતીય નૌકાદળ ક્રૂને લઈને પછી કાંઠે આવશે.

ઇસરોએ ઇન્ટિગ્રેટેડ ઍર ડ્રૉપ ટેસ્ટ, પોડ ઍબોર્ડ ટેસ્ટ, ટેસ્ટ વ્હિકલ ફ્લાઇટ સહિતના ટેસ્ટ હાથ ધરવાના છે.

ગગનયાનની ટેસ્ટ ફ્લાઇટનું સફળ પરીક્ષણ

ગગનયાન

ઇમેજ સ્રોત, ISRO

ભારતે ગગનયાનની ટેસ્ટ ફ્લાઇટનું સફળતાપૂર્વ શનિવારે લૉન્ચિંગ કર્યું.

આની પહેલાં સવારે 8.45 મિનિટે ટેસ્ટ ફ્લાઇટને હોલ્ડ કરવી પડી હતી.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઇસરો) તરફથી કહેવામાં આવ્યું હતું કે 'અમે જલદી જ આની પર પાછા ફરીશું. ટીવી-ડી1 ના નામથી આ મિશનનું લાઇન પ્રસારણ કરવામાં આવશે.'

ત્યાર બાદ 10 વાગ્યે ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું જે સફળ રહ્યું. ટેસ્ટ ફ્લાઇટની સફળતાની જાહેરાતની સાથે જ ઇસરોના પ્રમુખ એસ.સોમનાથે અભિનંદનનો સંદેશ આપ્યો.

ટીવી-ડી1 ટેસ્ટ ફ્લાઇટના ડાયરેક્ટર એસ શિવકુમારને કહ્યું કે આવું પહેલાં ક્યારેય નથી થયું.

તેમણે કહ્યું, “આ ત્રણેય પ્રયોગોનો એક ગુલદસ્તો છે. આમાં અમે ત્રણ સિસ્ટમની વિશેષતા જોઈ છે જેને અમે આ પ્રયોગ મારફતે સમજવા માગીએ છીએ. આની મારફતે અમે ટેસ્ટ વ્હીકલ, ક્રૂ એસ્કેપ સિસ્ટમ અને ક્રૂ મૉડ્યૂલનું પ્રથમ પ્રયાસમાં જ સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે.”

રેડ લાઇન
રેડ લાઇન