એ સંસ્કૃતિ જ્યાં દેવતાને ખુશ કરવા બાળકોનો બલિ ચઢાવાતો

કુકુલકનનું મંદિર, સર્પ દેવતા, બાળકોની બલિ, માયા સભ્યતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચિચેન ઇત્ઝામાં આવેલ કુકુલકનનું મંદિર, જે માયા લોકોના દેવતા સર્પને સમર્પિત છે.
    • લેેખક, એન્ટોનિયો ગોન્સાલેઝ-માર્ટિન, એલિસિયા પોર્ટેલા એસ્ટેવેઝ
    • પદ, ધ કોન્વર્સેશન

એ ઘટના 600 વર્ષ પહેલાં બની હતી. હાલના મૅક્સિકોની દક્ષિણે યુકાટન દ્વીપકલ્પ પર, માયા લોકોના ભવ્ય પ્રી-કોલમ્બિયન શહેરમાં 64 બાળકોનું બલિદાન પ્રાચીન ચિચેન ઈત્ઝ દેવતાઓને અર્પણ કરવામાં આવ્યું હતું.

મૃત્યુની આ રીત આજે આપણને ભલે ગમે તેટલી ભયાનક લાગે, પરંતુ તેમનાં હાડકાંનું પેલેઓજેનેટિક વિશ્લેષણ અમેરિકાની સૌથી વધુ રસપ્રદ તથા ભેદી સંસ્કૃતિઓ વિશેની મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે અને તે નેચર સામયિકમાં પ્રકાશિત થયેલા સંશોધનને આભારી છે.

સ્પેનના રાજા હર્નાન કોર્ટેસ દ્વારા ડ્રેસ્ડન મયાન કોડેક્સ(11મીથી 12 સદી)ને 1519માં કિંગ ચાર્લ્સ પ્રથમને શ્રદ્ધાંજલિ તરીકે યુરોપ મોકલવામાં આવ્યા હતા.

સંશોધક ફ્રાન્સિસ્કો હર્નાન્ડેઝ ડી કોર્ડોબા (1467-1517)એ 1517માં યુકાટન દ્વીપકલ્પ (મૅક્સિકો) શોધી કાઢ્યો હતો. તેમાં માયા લોકો રહેતા હતા. તે અદ્ભૂત સ્મારક સ્થાપત્ય ધરાવતો સમાજ હતો. તેને ખગોળશાસ્ત્ર તથા ગણિતનું ઊંડુ જ્ઞાન હતું. આ સમાજ એવી કેટલીક અમેરિકન સંસ્કૃતિઓ પૈકીનો એક હતો, જેણે જટિલ લેખન પ્રણાલી વિકસાવી હતી.

અહીંના લોકો દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિઓથી નવાંગતુકો આશ્ચર્યચકિત થતા હતા. એ વિધિઓ સોળમી સદીની યુરોપિયન માનસિકતા માટે સમજવી મુશ્કેલ હતી.

બીબીસી ગુજરાતી

સર્પ દેવની છાયામાં

ચિચેન ઇત્ઝા,બાળકોની બલી, મૅક્સિકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંશોધકો દ્વારા તેમના અભ્યાસમાં ચિચેન ઇત્ઝાના પવિત્ર ઊંડા કુદરતી કૂવામાં બલિદાન આપવામાં આવેલા શિશુ પીડિતોના અવશેષોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

માયા સંસ્કૃતિ પવિત્ર ચિચેન ઈત્ઝ શહેરથી એકદમ અલગ છે. તેનું નિર્માણ ઈસવી 800થી 1100 વચ્ચે કરવામાં આવ્યું હતું અને તે હાલના મૅક્સિકન રાજ્ય યુકાટનમાં આવેલું છે.

શહેરની ઉત્તરે કુકુલકનનું પ્રતિકાત્મક મંદિર આવેલું છે. તે પવિત્ર સેનોટની બહુ નજીક છે. સેનોટ એક સિંકહોલ છે, જેમાં 200થી વધુ વ્યક્તિઓના અવશેષો રાખવામાં આવ્યા છે. એ પૈકીના મોટાભાગનાં એવા બાળકો હતાં, જેમનું બલિદાન દેવતાઓને આપવામાં આવ્યું હતું.

એ પૈકીના 64 સગીરોને અવશેષોનો અભ્યાસ મયાન પૌરાણિક કથાઓ, તેમની આનુવાંશિક કડીઓ, તેમના આહાર અને બલિ આપવામાં આવેલી વ્યક્તિઓના મૂળની સમજની બારી ખોલે છે.

તેનાથી આ પૌરાણિક મેસોઅમેરિકન સંસ્કૃતિ પર યુરોપિયનોના સંપર્કના વસ્તી વિષયક અને રોગચાળાના પરિણામનું અન્વેષણ કરવાની તક પણ આપે છે.

બલિ ચડાવવામાં આવેલાં છોકરાઓ અને જોડિયાં બાળકો

માયા સભ્યતા,માયા લોકો

ઇમેજ સ્રોત, WIKICOMMONS

ઇમેજ કૅપ્શન, એવું માનવામાં આવે છે કે ડ્રેસ્ડન માયન કોડેક્સ (11મી-12મી સદીઓ) સ્પેનના રાજા ચાર્લ્સને શ્રદ્ધાંજલિ તરીકે 1519માં હર્નાન કોર્ટેસ દ્વારા યુરોપ મોકલવામાં આવી હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આજ સુધી એવું માનવામાં આવતું હતું કે માયા લોકોમાં સ્ત્રીઓ અને પુરુષો બન્નેનું બલિદાન આપવામાં આવતું હતું, પરંતુ વર્તમાન પેલેઓજેનોમિક વિશ્લેષણ એ માન્યતાથી વિપરીત છે. જે 64 બાળકોના અવશેષોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો એ તમામ છોકરાઓ હતા. એ પૈકીનાં નવ જોડિયાં બાળકો હતાં. જેનેટિકલી આઈડેન્ટિકલ ટ્વિન્સ હતાં.

આ પરિણામ સૂચવે છે કે માયા લોકો બલિની વિધિ માટે નરની જ પસંદગી કરતા હતા અને તેમની પસંદગી જૈવિક સંબંધને આધારે કરવામાં આવી હતી.

આનુવાંશિક રીતે સમાન ભાઈ-બહેનોની જોડી માયા સંસ્કૃતિમાં જોડિયાં બાળકોનું ધાર્મિક મહત્વ દર્શાવે છે. માયા લોકોના પવિત્ર પુસ્તક ‘પોપોલ વુહ’માં એક ભૂગર્ભ સ્થળમાં બે જોડિયાં બાળકોની યાત્રા અને અનુગામી બલિદાનનું વર્ણન કરવામાં આવ્યું છે. એ ભૂગર્ભ સ્થળમાં બીમારી અને મૃત્યુના દેવતાઓ વસવાટ કરતા હોવાનું માનવામાં આવતું હતું.

કથા જણાવે છે કે એકનું કપાયેલું માથું જોડકાના બીજા સમૂહને કેવી રીતે જન્મ આપે છે. હીરોઈક ટ્વિન્સ તરીકે ઓળખાતાં એ બાળકો ભૂગર્ભ દેવતાઓને હરાવવા માટે બલિદાન તથા પુનરુત્થાનના ચક્રમાંથી પસાર થતાં હતાં.

ચિચેન ઈત્ઝાનું પવિત્ર સેનોટ તે ભૂગર્ભ સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે અને બલિ ચડાવવામાં આવેલાં જોડિયાં બાળકો જોડિયા દેવતાઓને આવાહન કરી શકે છે.

પીડિતોનું દૈનિક જીવન

માયા સભ્યતા, મૅક્સિકોમાં કેમ બાળકોની બલી ચઢાવવામાં આવી

ઇમેજ સ્રોત, WIKICOMMONS

ઇમેજ કૅપ્શન, ચિચેન ઇત્ઝામાં હજાર વૉરિયર્સનું મંદિર

તે પણ નિર્ધારિત કરવામાં આવ્યું હતું કે બલિ ચડાવવામાં આવતા બાળકોના આહારનો આધાર મકાઈ હોય. તેઓ તેને પાર્થિવ અને જળચર પ્રાણીઓ આહાર સાથે સાંકળતા હતા.

બીજી તરફ, આહારમાં થોડો ફેરફાર જોવા મળે તો એવું નક્કી થતું હતું કે બાળકો નજીકના સમુદાયના છે. જોકે, કેટલીક વિગત મધ્ય મૅક્સિકો અથવા તો હોન્ડુરાસ જેવા દૂરનાં સ્થળોએથી પણ મળી શકે છે.

આ અભ્યાસમાં બહાર આવેલી એક અન્ય વિગત એ છે કે સંબંધિત બાળકોનો આહાર સમાન હતો. તે સૂચવે છે કે એ બાળકો કૌટુંબિક નેટવર્કમાં ઊછર્યાં હતાં અને તેમની સમાન કાળજી લેવામાં આવી હતી.

એ ઉપરાંત નજીકના સંબંધી હતા તેવાં બાળકો સમાન વયે મૃત્યુ પામ્યાં હતાં, જે દર્શાવે છે કે તેમનું બલિદાન એક જ ઘટનામાં અલગ-અલગ કે એકસાથે આપવામાં આવ્યું હોય તે શક્ય છે.

અભ્યાસનું તારણ એ પણ દર્શાવે છે કે આ પ્રદેશમાં છેલ્લા 500 વર્ષમાં મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક તથા વસ્તી વિષયક ફેરફારો થયા હોવા છતાં પ્રાચીન અને વર્તમાન માયા લોકો વચ્ચે આનુવંશિક સાતત્ય જળવાયેલું છે.

તાર્કિક રીતે તેમાં નોંધપાત્ર તફાવત છે. એ બધા યુરોપિયનો સાથેના સંપર્કની નાટકીય અસર સંબંધી છે.

વર્તમાન માયા વસ્તીમાં યુરોપિયન અને આફ્રિકન જનીનો હોવાનું સાબિત થયું છે. તે પ્રમાણ અનુક્રમે સાત ટકા અને 0.03 ટકા છે. એ સિવાય આ મિશ્રણ વિષમ છે. તે વિદેશી પુરુષો અને સ્થાનિક મહિલાઓ વચ્ચેના સંપર્ક કારણે થયું હતું.

યુરોપિયનો સાથેના સંપર્કને લગતા યુદ્ધો, દુકાળ અને રોગચાળાની પણ વસ્તી વિષયક નાટકીય અસર થઈ હતી.

મૂળ માયા લોકોની વસ્તી સંપર્કના સમયે લગભગ બે કરોડની હતી, જે સોળમી સદીના અંતે 20 લાખની થઈ ગઈ હતી. એક સદી કરતાં પણ ઓછા સમયમાં તેમાં 90 ટકા ઘટાડો થયો હતો.

અસ્તિત્વ ટકાવી રાખવાના નિયમો

મૅક્સિકોમાં કેમ બાળકોની બલી ચઢાવવામાં આવી

ઇમેજ સ્રોત, WIKICOMMONS

ઇમેજ કૅપ્શન, બર્નાર્ડિનો ડી સહગુન (1499-1590) દ્વારા સંકલિત ફ્લોરેન્ટાઇન કોડેક્સ દ્વારા બનાવેલ ચિત્રકામમાં શીતળા અથવા કોકોલિઝ્ટલીથી બીમાર સ્થાનિક લોકો.

વિજેતાઓ સાથેના સંપર્કની બીજી પરોક્ષ અસર પણ થઈ હતી, પરંતુ તે ઓછી નોંધપાત્ર નથી.

દાખલા તરીકે, વર્તમાન માયા લોકોની વસ્તીમાંથી લિપિડ મેટાબોલિઝમ અને ફર્ટિલિટી સંબંધી જનીનો પસંદ કરવામાં આવ્યા છે. તેઓ વસાહતી કાળથી દુકાળ તથા નિયંત્રણોનો સામનો કરતાં હોવાથી આવું કરવામાં આવ્યું છે.

માયા સભ્યતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માનવ બલિદાન દર્શાવતી 16મી સદીની કોતરણી.

ચેપી રોગો, ખાસ કરીને સાલ્મોનેલા એન્ટેરિકા નામના બેક્ટેરિયા સામે રક્ષણ આપતા રોગપ્રતિકારક તંત્રના જનીનોની પસંદગી પણ કરવામાં આવી હતી. ભયંકર કોકોલિઝટી રોગચાળાનું કારણ બનેલા સાલ્મોનેલા એન્ટેરિકા બેક્ટેરિયાએ 1545માં મેસોઅમેરિકામાં વ્યાપક વિનાશ વેર્યો હતો.

તેથી નેચર સામયિકમાં પ્રકાશિત કરવામાં આવેલો અભ્યાસ, માનવશાસ્ત્રીય સંશોધનની વર્તમાન તકનીકો માત્ર ભૂતકાળની વસ્તીના જીવવિજ્ઞાનના અભ્યાસમાં જ નહીં, પણ તેમની સંસ્કૃતિના પુનર્નિર્માણ તથા અર્થઘટનમાં પણ કેટલી ઉપયોગી થઈ શકે તેનું એક સારું ઉદાહરણ છે.

(એન્ટોનિયો ગોન્સાલેઝ-માર્ટિન મેડ્રિડની કોમ્પ્લુટેન્સ યુનિવર્સિટીમાં ફિઝિકલ એન્થ્રોપોલૉજીના પ્રોફેસર છે, જ્યારે એલિસિયા પોર્ટેલા એસ્ટવેઝ મેડ્રિડની કોમ્પ્લુટેન્સ યુનિવર્સિટીમાં ફિઝિકલ એન્થ્રોપોલૉજીના ડોક્ટરલ વિદ્યાર્થિની છે)