યુટીઆઈ : મહિલાઓને કેમ વધારે થાય છે યુરિન ઇન્ફૅક્શનની સમસ્યા?

યુટીઆઈ પેશાબમાં બળતરા યુરિન ઇન્ફેકશન બીબીસી ગુજરાતી સમાચાર હેલ્થ આરોગ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અંજલિ દાસ
    • પદ, બીબીસી હિંદી

43 વર્ષીય રેણુ (નામ બદલેલું છે) એક ગૃહિણી છે. તેઓ કહે છે કે મોટા ભાગે ઘરના કામકાજમાં વ્યક્ત હોવાથી અને જીવનની ભાગદોડમાં તેઓ પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતાં.

તેમના પતિ દહેરાદૂનમાં પ્રોફેસર છે અને મહિનામાં એક કે બે વાર જ આવી શકે છે.

રેણુ કહે છે, “ મને અવારનવાર પેટમાં દુખતું હતું પણ તે વધારે દિવસ નહોતું ચાલતું. તો હું ડૉક્ટર પાસે નહોતી જતી.”

“એક દિવસ પેટમાં દુખાવા સાથે પેશાબમાં બળતરા થવા લાગી. પેશાબમાં હળવું લોહી જેવું પણ દેખાયું. ગભરાતાં ગભરાતાં હું હૉસ્પિટલ ગઈ. ડૉક્ટરે કેટલાક ટેસ્ટ કરાવવા કહ્યું અને દવાઓ આપી.”

દવાઓથી તેમને રાહત થઈ ગઈ પણ કેટલાક મહિનાઓ પછી ફરી એ જ લક્ષણો દેખાવા લાગ્યાં. આ વખતે રેણુએ ઘરેલુ ઉપચાર કરી સ્વસ્થ થવાનું નક્કી કર્યું અને યોગ, પ્રાણાયમને નિત્યક્રમ બનાવી લીધો.

આખી દુનિયામાં આશરે દોઢ કરોડ લોકો યૂરિનરી ટ્રૅક્ટ ઇન્ફૅક્શનથી પીડાય છે અને તેની સારવાર કરાવે છે.

યૂરિનરી ટ્રૅક્ટ ઇન્ફૅક્શન (યૂટીઆઈ) એક બહુ જ સામાન્ય બીમારી છે જે કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે.

શિશુથી લઈ ઘરડાં કોઈને પણ તે થઈ શકે છે.

બીબીસી

શું મહિલાઓ તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતાં?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

એક શોધ અનુસાર કોઈ મહિલાના જીવનમાં યૂટીઆઈ સંક્રમણ થવાની સંભાવના 60 ટકા હોય છે તો પુરૂષોમાં માત્ર 13 ટકા હોય છે.

37 વર્ષિય અસીમા શાળામાં શિક્ષક છે.

તેઓ કહે છે, “શિક્ષક તરીકેની વ્યસ્ત નોકરીમાં તમે કેટલાક અંશે તમારી જાતને અવગણી દો છો. એમાં પણ શાળામાં શૌચાલયની સ્થિતિ એટલી સારી નથી હોતી.”

એક દિવસ તેમને શાળામાં પેટમાં ખૂબ દુખાવો થયો.

એ દિવસને યાદ કરતા તેઓ કહે છે, “શરૂ શરૂમાં દુખાવો ઓછો હતો પણ પછી દુખાવો સહન નહોતો થતો. હું તરત જ અડધી પાળી કરી નીકળી ગઈ અને ડૉક્ટર પાસે ગઈ. તો ખબર પડી કે મને યૂટીઆઈ થયું છે. ડૉક્ટરે પાંચ દિવસ ઍન્ટીબાયોટિક્સ આપી. જેનાથી મને રાહત થઈ.”

બ્લેડરમાં સોજાને તબીબી ભાષામાં સિસ્ટિટિસ કહેવાય છે. તેને યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફૅક્શન એટલે કે યૂટીઆઈ કહેવાય છે જે મોટાભાગના કિસ્સાઓમાં બૅક્ટેરિયાના કારણે સંક્રમણ કે ઇન્ફેક્શન ફેલાવાથી થાય છે.

આવું ત્યારે થાય જ્યારે મૂત્રાશય અને તેની નળીઓમાં ચેપ લાગી જાય છે.

બીબીસી

મહિલાઓમાં કેમ યૂટીઆઈ વધારે પ્રમાણમાં થાય છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફૅક્શન એટલે કે યુટીઆઈ ત્યારે થાય છે જ્યારે મૂત્રાશયની કોથળી અને તેની નળીઓમાં બૅક્ટેરિયાને કારણે ચેપ લાગી જાય છે.

આ ચેપ મહિલા અને પુરૂષ બંનેને લાગી શકે છે. જોકે પુરૂષો કરતાં મહિલાઓમાં યૂટીઆઈનું પ્રમાણ વધારે જોવા મળે છે.

ગ્રેટર નોઇડામાં શારદા મેડિકલ કૉલેજમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર તનુજ લવાણિયા આ વિશે વિસ્તારથી સમજાવતાં કહે છે, “હકીકતમાં મહિલાઓને પુરૂષોની સરખામણીમાં સિસ્ટિટિસ થવાની શક્યતા વધારે એટલે હોય છે કારણ કે તેમના યુરેથ્રા (પેશાબનળીઓ)ની સાઇઝ પુરૂષોની સરખામણીમાં ખૂબ નાની હોય છે. જેમકે પુરૂષોની મૂત્રનળીઓ આશરે 20 સેન્ટિમીટર લાંબી હોય છે જ્યારે મહિલાઓની મૂત્રનળીઓની સાઇઝ 4.8થી 5.1 સેન્ટિમીટર હોય છે.”

તેઓ કહે છે, “ જ્યારે મહિલા બૅક્ટેરિયાથી સંક્રમિત હોય છે તો બૅક્ટેરિયાની મૂત્રાશયમાં જવાની શક્યતા વધી જાય છે. કારણ કે યુરેથ્રા (મૂત્રનળી) નાની હોવાથી બૅક્ટેરિયાને મૂત્રાશય સુધી પહોંચવામાં વાર નથી લાગતી અને આ જ કારણ છે કે પુરૂષોની તુલનામાં યૂટીઆઈ મહિલાઓમાં વધારે પ્રમાણમાં થાય છે.”

ડૉક્ટર તનુજ કહે છે, “ઓછામાં ઓછું 10 ટકા મહિલાઓને એક વાર સિસ્ટિટિસ થાય છે. એમાંથી અડધી મહિલાઓમાં તે બીજી વાર પણ જોવા મળ્યું છે.”

યુનિવર્સિટી કૉલેજ લંડનમાં સેન્ટર ફૉર યુરોલૉજીકલ બાયોલૉજીના પ્રમુખ જેનિફર રૉન કહે છે, “યૂટીઆઈને અવગણવામાં આવે તો તે કિડની સુધી પણ ફેલાઈ શકે છે. યૂટીઆઈ સામાન્ય રીતે ઈ-કોલી નામના બૅક્ટેરિયાના ચેપથી થાય છે. જોકે અન્ય કેટલાય બૅક્ટેરિયા પણ આના માટે જવાબદાર હોઈ શકે છે.”

બીબીસી
પ્રતીકા

ઇમેજ સ્રોત, Getty Images

યુટીઆઈનાં લક્ષણો

ડૉક્ટર તનુજ કહે છે કે મહિલાઓમાં આનાં લક્ષણો કેટલા પ્રકારના હોય છે.

  • વારે વારે પેશાબ કરવાની ઇચ્છા
  • પેશાબ કરતી વખતે બળતરા કે દુખાવો થવો
  • પેશાબ કરતી વખતે વજાઇનાની ચામડી પર બળતરા થવી
  • પેશાબમાં લોહી આવવું
  • મહિલાઓ જો આને લાંબા સમય સુધી અવગણતાં રહે તો તેમને ખૂબ તાવ પણ આવે છે. આ પણ એક લક્ષણ જોવા મળે છે.

ડૉક્ટર કયા ટેસ્ટ કરાવે છે?

ડૉક્ટર તનુજ કહે છે – આવી કોઈ પણ તપાસ વખતે અમને લાગે કે તેમને યૂટીઆઈ હોઈ શકે છે તો અને તે મહિલાને યુરિન ટેસ્ટ કરાવવાનું કહીએ છીએ. અમે યુરિન રૂટીન માઇક્રોસ્કોપી અને યુરિન કલ્ચર સેન્સિટિવિટી ટેસ્ટ કરાવીએ છીએ.

ડૉક્ટર તનુજ આનું કારણ જણાવે છે, “રૂટિન માઇક્રોસ્કોપીથી એ જોઈ શકાય છે કે આ ઇન્ફૅક્શન બૅક્ટેરિયાથી થયું છે કે ફંગસ (ફૂગ)થી. તો કલ્ચરમાં એ ખબર પડે છે કે તે કયા બૅક્ટેરિયાથી થયું છે તેથી તેની સાથે સંકળાયેલી દવાઓ આપી શકાય.”

બીબીસી
પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

કયા મહિલાઓને સંક્રમણ થવાની વધારે સંભાવના?

ડૉક્ટર તનુજ કહે છે, “આમ તો યૂટીઆઈ બધી જ ઉંમર અને વર્ગના લોકોમાં જોવા મળ છે પણ પરિણિત મહિલાઓમાં તે વધારે જોવા મળે છે.”

તેઓ એમ પણ જણાવે છે, “ઓછું પાણી પીતાં મહિલાઓ સાથે પેશાબને વધારે સમય રોકી રાખતાં મહિલાઓમાં આ થવાની શક્યતા વધારે હોય છે કારણ કે આ બંને કિસ્સામાં બૅક્ટેરિયાને એકઠાં થવાની તક મળે છે.” તેઓ યૂટીઆઈ થવાનાં અન્ય કારણો પણ ગણાવે છે.

  • જે ટોઇલેટ દરમ્યાન જેટનો ઉપયોગ વધારે કરે છે
  • જે સાફસફાઈ માટે કૅમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે
  • જે સ્વચ્છતા બરાબર નથી જાળવતાં
  • જે અંડર ગાર્મેન્ટ્સને સમયાંતરે બદલતાં નથી
  • જે મહિલાઓને ડાયાબિટીસ હોય તેમને આ સંક્રમણની શક્યતા વધી જાય છે
  • ગર્ભવતી હોવાના સમયે પણ યૂટીઆઈ થવાની સંભાવના વધી જાય છે.
  • મેનોપોઝ પછી પણ યૂટીઆઈ સંક્રમણ થઈ શકે છે કારણ ત્યારે વજાઇનામાં ફ્રેન્ડ બૅક્ટેરિયાની સંખ્યા ઓછી થઈ જાય છે.

યૂટીઆઈ સંક્રમણ વારે વારે થાય તો?

કોઈ મહિલાને યૂટીઆઈ સંક્રમણ વારે વારે થતું હોય તો એનાં કારણો કયા હોઈ શકે છે?

ડૉક્ટર તનુજ કહે છે, “જે મહિલાઓને યૂટીઆઈ સંક્રમણ વારે વારે થતું હોય એ મહિલાઓને અન્ય ટેસ્ટ કરાવવા પડે છે. તેમનું અલ્ટ્રાસાઉન્ડ કરાય છે. એ જોવાય છે કે કિડની અને કિડનીની નળી ઠીક છે કે નહીં. કિડનીમાં કે યુરેટરમાં પથરી છે કે નહીં. જો તે પથરી ત્યાં ફસાયેલી હોય તો પણ પેશાબનું સંક્રમણ થાય છે.”

તેઓ કહે છે કે આવી સ્થિતિમાં યુરોલૉજિસ્ટની પણ સલાહ લેવી પડતી હોય છે.

ડૉક્ટર તનુજ કહે છે કે યૂટીઆઈનાં કોઈ પણ લક્ષણ દેખાય તો મહિલાઓએ સ્ત્રીરોગ નિષ્ણાત એટલે કે ગાયનેકોલૉજિસ્ટ પાસે જવું જોઈએ. જો તેઓ સલાહ આપે તો કોઈ અન્ય ડૉક્ટર પાસે જવું.

ગ્રે લાઇન

વૃદ્ધોને પરેશાન કરે છે યૂટીઆઈ

જેનિફર રૉન કહે છે કે યૂટીઆઈ દરવર્ષે આશરે દોઢ કરોડ લોકોને સંક્રમિત કરે છે. તેઓ કહે છે કે પુરૂષ વૃદ્ધોમાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે.

તેઓ કહે છે, “ઢળતી ઉંમરે પેશાબમાં બળતરા, તાવ, નીચેના ભાગમાં દુખાવો, પેશાબમાં દુર્ગંધ વગેરે સામાન્ય રીતે આનાં લક્ષણોમાં જોવા મળે છે.”

ડૉક્ટર તનુજ આનું કારણ જણાવતા કહે છે, “પુરૂષોને પ્રોસ્ટેટ ગ્લેન્ડનો આકાર જો વધે છે તો પેશાબની કોથળી પર દબાણ વધે છે. આનાથી પેશાબની કોથળીમાંથી પેશાબ નીકળવાનું ઓછું થઈ જાય છે. આ સ્થિતિમાં તેમને યૂટીઆઈ થવાની સંભાવના છે.”

તેઓ કહે છે, “મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં યૂટીઆઈ વધારે ગંભીર હોય છે. આવા પુરૂષોને હૉસ્પિટલમાં દાખલ પણ થવું પડી શકે છે.”

બીબીસી
બીબીસી