You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL: ગુજરાત ટાઇટન્સે બદલો લીધો, યશસ્વી જાયસ્વાલ રાજસ્થાન રૉયલ્સને ન જીતાડી શક્યા
આઈપીએલની 48મી મૅચમાં શુક્રવારે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રૉયલ્સને 9 વિકેટે હરાવ્યું હતું.
રાજસ્થાન રૉયલ્સના 119 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે 13.5 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાની ઓપનિંગ જોડીએ 71 રનની ભાગીદારી કરી હતી જેને યુઝવેન્દ્ર ચહલે 9.4 ઓવરમાં તોડી નાખી હતી.
ચહલે શુભમન ગિલને 36 રનના વ્યક્તિગત સ્કોર પર સ્ટંપ આઉટ કરી દીધા હતા. જોકે ત્યાં સુધીમાં ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની જીત નક્કી કરી ચૂકી હતી. 10 ઓવર સુધી ટીમનો સ્કોર એક વિકેટના નુક્સાને 72 રન હતો.
ત્યારબાદ બેટિંગ કરવા આવેલા કપ્તાન હાર્દિક પંડ્યાએ રાજસ્થાનના બૉલરોને છોડ્યા ન હતા. તેમણે આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિકે 15 બૉલમાં 39 રન બનાવ્યા હતા, જ્યારે રિદ્ધિમાન સાહાએ 41 રન બનવાવ્યા હતા.
ગુજરાત અને રાજસ્થાન આ સીઝનમાં પહેલા પણ એકબીજા સાથે ટક્કરમાં ઊતર્યુ હતું. પ્રથમ મૅચમાં રાજસ્થાને ગુજરાત સામે 3 વિકેટે જીત નોંધાવી હતી.
118 રનમાં ઑલઆઉટ થયું રાજસ્થાન
આ પહેલા રાજસ્થાન રૉયલ્સ ગુજરાત ટાઇટન્સ સામે જીતવા માટે માત્ર 119 રનનો જ ટાર્ગેટ આપી શક્યું હતું.
રાજસ્થાનના કપ્તાન સંજૂ સૅમસને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેમની ટીમ 17.5 ઓવરોમાં 118 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજસ્થાન તરફથી સૌથી વધુ 30 રન કપ્તાન સંજૂ સૅમસન જ બનાવી શક્યા હતા.
ગુજરાત તરફથી રાશિદ ખાને શાનદાર બૉલિંગ કરી હતી, તેમણે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ગુજરાત ટાઇટન્સ પૉઇન્ટ ટેબલમાં હાલ ટૉપ પર છે, જ્યારે રાજસ્થાન રૉયલ્સ ચોથા સ્થાને છે.
જોરદાર શરૂઆત બાદ વિકેટો પડતી રહી
રાજસ્થાનના યશસ્વી જાયસ્વાલ અને જોસ બટલરની ઓપનિંગ જોડીએ આવતાની સાથે જ શાનદાર શૉટ રમ્યા હતા, પરંતુ બીજી ઓવરમાં જ બટલર 8 રનના વ્યક્તિગત સ્કોર પર હાર્દિક પંડ્યાના બૉલ પર કૅચઆઉટ થઈ ગયા હતા.
ત્યારબાદ કપ્તાન સંજૂ સૅમસન અને જાયસ્વાલની જોડી ક્રીઝ પર ટકી રહી હતી. મોહમ્મદ શમી જેવા આઈપીએલના ટોચના બૉલરના બૉલ પર જાયસ્વાલે સારી બાઉન્ડ્રી ફટકારી હતી.
સૅમસનના શૉટ પર જાયસ્વાલ રન લેવા માટે દોડ્યા હતા, પરંતુ સૅમસન દોડ્યા નહીં. જાયસ્વાલ 14 રન બનાવીને રન આઉટ થઈ ગયા હતા.
સંજૂ સૅમસન પણ ખરાબ શૉટ ફટકારીને જોશ લિટિલના બૉલ પર કૅચઆઉટ થઈ ગયા હતા. તેમણે ટીમ તરફથી સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તેમના આઉટ થયા બાદ રાજસ્થાનના કોઈ બૅટ્સમૅન ક્રીઝ પર ટકી શક્યા ન હતા.
થોડા-થોડા સમયે ટીમની વિકેટો પડતી ગઈ, 13.1 ઓવરમાં ટીમનો સ્કોર 7 વિકેટના નુક્સાને 87 રન હતો.