રાજાનું મોત થયું અને તેમની સાથે ત્રણ મહિલાને જીવતી દાટી દીધી...

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માયાકૃષ્ણન
- પદ, બીબીસી સંવાદદાતા
એક સમયે ભારતના વિવિધ પ્રદેશોમાં પતિના મૃત્યુ પછી તેની સાથે પત્નીના પણ દાહસંસ્કાર કરવામાં આવતા હતા. આવી જ એક અજબ પ્રથા દક્ષિણ ભારતમાં ચૌલ કાળમાં હતી. તેમાં રાજાઓના મૃતદેહોની સાથે તેમના પ્રિયજનોને પણ દફનાવી દેવામાં આવતા.
ચૌલ શિલાલેખોમાં ઉલ્લેખ છે કે મૃત્યુ પછી પણ રાજા એ વ્યક્તિઓ સાથે રહી શકે એટલા માટે આવું કરવામાં આવતું હતું. આવો, આ લેખમાં એ અજબ પરંપરા વિશે વિગતવાર જાણીએ.
અમે તામિલનાડુના તિરુવન્નામલાઈન ક્ષેત્રના થમરાઈપક્કમ ગામે ગયા હતા, જ્યાં પૃથ્વીગંગને કુલોતુંગા ચૌલન સામ્રાજ્ય દરમિયાન શાસન કર્યું હતું.
રાજાઓની સાથે જીવંત સ્ત્રીઓને પણ દફનાવી

મંદિરમાં પ્રવેશતાં પહેલાં તિરુવન્નામલાઈ જિલ્લા ઐતિહાસિક સર્વેક્ષણ કેન્દ્રના સચિવ બાલામુરુગને બીબીસીને શિલાલેખો વિશે જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ, પૃથ્વીગંગન રાજા મૃત્યુ પામ્યા ત્યારે ત્રણ કળાકારોને પણ જીવતા દફનાવી દેવામાં આવ્યા હતા. આ વિશેના ત્રણ શિલાલેખ તમરિપક્કમના અગ્નેશ્વર મંદિરમાં છે.
“મન કૂટદુન ભગવાન પૃથિગાના પાલીકોંડા ગાએગા” શબ્દોથી શરૂ થતા શિલાલેખમાં “શ્રી કુલોત્તુંગા ચૌલ દેવ સ્વસ્તિ શ્રી ત્રિભુવન ચક્રવર્તી દસમીં સોમાનાં પૃથિ” લખવામાં આવ્યું હોવાનું બાલામુરુગને જણાવ્યું હતું.
તમરિપક્કમ શિલાલેખનો અર્થ શું છે?

આ શિલાલેખ 1188માં કુલોત્તુંગા તૃતીયના શાસનકાળ દરમિયાન સ્થાનિક રાજા પૃથિગાંગનના મૃત્યુ બાદ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
બાલામુરુગને જણાવ્યું હતું કે શિલાલેખનો અર્થ છે “આ જમીન મૃત પૃથિગંગનની સાથે જીવંત સમાધિસ્થ મહિલાઓના નામે વળતર તરીકે આપવામાં આવી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાયદો કહે છે કે દાવેદારોને, તેમનો વંશ જીવંત હોય ત્યાં સુધી જ જમીન પર અધિકાર હોય છે. એ પછીના સમયમાં એમના વંશજોને એ જમીનમાં મળવો ન જોઈએ.
આ સંબંધિત શિલાલેખોને તામિલનાડુના પુરાતત્ત્વ વિભાગના ‘તામરાઈપક્કમ શિલાલેખ’ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
બાલામુરુગને મંદિરની સામેની પૂર્વની દીવાલ પર ચાર પંક્તિનો એક શિલાલેખ દેખાડ્યો હતો.
તેમાં લખવામાં આવ્યું હતું કે “સ્વસ્તિ... પલ્લીકોંડા આડુમ અલવરકુમ અમારા દેવતા પૃથિગાંગન સાથે સથર્ગદાઈપેરુમલ, પૃથિકાંગા, જે નિરિથવન સેથલ સાથે નૃત્ય કરે છે.”
ત્રણ દેવરાડિયાર મહિલાઓ એડમ અલવર, સતુરાનદાઈ પેરુમલ અને નિરિથવનજેતલને પૃથિગંગન સાથે જીવતી દફનાવી દેવામાં આવી હોવાનું માનવામાં આવે છે. એ મહિલાઓ સંતાનવિહોણી હોવાનું બાલામુરુગને જણાવ્યું હતું.
દફનાવી દેવામાં આવેલી એ મહિલાઓનાં નામ આ શિલાલેખમાં સ્પષ્ટરૂપે નોંધાયેલાં છે.
પાંચ પંક્તિનો શિલાલેખ

એવી જ રીતે મંદિરની દક્ષિણ દીવાલ પર પાંચ પંક્તિનો એક શિલાલેખ છે.
બાલામુરુગને ત્રીજા શિલાલેખનો અર્થ વાંચીને સમજાવ્યો હતો. તેની શરૂઆત “શ્રી કુલોત્તુંગા ચૌલદેવ દશમ એડમ અલ્વારુમ ફોર સ્વસ્તિ શ્રી ત્રિભુવન ચક્રવતીલુ...” શબ્દોથી શરૂ થાય છે.
દેવરાદિયાર વંશના ત્રણ કળાકારો અલવર, સતુરગદાઈ પેરુમલા અને નિરૈથાવનજેતલને રાજા પૃથિગાંગન સાથે દફનાવી દેવામાં આવ્યા હોવાથી તેનો અર્થ એ છે કે તિરુગંવેશ્વરમ મંદિરના પાંચ દેવરાદિયારોને જમીન આપવામાં આવી હતી.
અલબત્ત, બાલામુરુગને જણાવ્યું હતું કે તમરિપક્કમ મંદિરના શિલાલેખ થોડા વિચિત્ર છે, કારણ કે તેમાં માત્ર ત્રણ મહિલાનાં નામ છે અને વળતર તરીકે જમીન પ્રાપ્ત કરનાર પાંચ દેવરાડિયારનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ શિલાલેખો પરના લખાણથી આપણે એ સમયની મહિલાઓની સામાજિક સ્થિતિને સમજી શકીએ છીએ. મહિલાઓ દરેક યુગમાં પીડિત હતી, એ વાતનો આ પુરાવો છે, એવું તેમણે જણાવ્યું હતું.
આંધ્ર પ્રદેશમાં પણ આ પ્રથા હતી

વિલ્લુપુરમ અન્ના કૉલેજ ઑફ આર્ટ્સના ઇતિહાસ વિભાગના પ્રોફેસર રમેશનું કહેવું છે કે ઇતિહાસમાં આવાં અનેક રીતરિવાજો અને પરંપરા છે.
તેમણે કહ્યું હતું, “આવી ઘટનાઓ સંબંધી કેટલાક શિલાલેખો તામિલનાડુ જ નહીં, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પણ છે.”
આવો જ એક ઉલ્લેખ કર્ણાટકના મૈસૂર જિલ્લાના હુંડી ગામના એક તળાવમાંથી મળેલા 24 પંક્તિના શિલાલેખમાં મળે છે.
પ્રોફેસર રમેશે જણાવ્યું હતું, બેલ્લારી જિલ્લાના કાલાકોડ ગામની દક્ષિણમાંના 25 પંક્તિવાળા એક કન્નડ શિલાલેખના અભ્યાસથી જાણવા મળે છે કે એક જીવંત સૈનિકને મૃત રાજા સાથે દફનાવી દેવામાં આવ્યો હતો.
આવા અભિલેખો વિદેશોમાં પણ જોવા મળે છે. રમેશના જણાવ્યા મુજબ, એ સમયની જનતાના અતિ આત્મવિશ્વાસ કે રાજાઓની શક્તિને તેનું કારણ માની શકાય.

પ્રોફેસર રમેશે કહ્યું હતું, “એ દિવસોમાં રાજાઓને ભગવાન સમાન ગણવામાં આવતા હતા. રાજાઓના શબ્દને ભગવાનનો શબ્દ માનવામાં આવતો હતો.”
આવી અજબ ઘટનાઓ અને એ સમયના લોકોની અજબ આદતો વિશે વાત કરતાં મનોચિકિત્સક ઉદયકુમારે કહ્યું હતું, “આત્મહત્યા જેવી ઘટનાઓ માનસિક વિકલાંગતા દર્શાવે છે.”
તેમણે આવી ઘટનાઓને અંધવિશ્વાસની પરાકાષ્ઠા ગણાવતા જણાવ્યું હતું કે અમૂલ્ય જીવનનો ત્યાગ કરવો દુખદ છે.
ઉદયકુમારના જણાવ્યા મુજબ, તેનું કારણ કદાચ એ હશે કે મૃત્યુ પછી એક અન્ય દુનિયા પણ છે, જ્યાં તેઓ તેમના પ્રિયજનો સાથે રહી શકે છે, એવું તેઓ માનતા હશે.
ઉદયકુમારે કહ્યું હતું, “પોતાના પ્રિયજનોના મૃતદેહોની માફક જ તેમને દફનાવવામાં આવ્યા હતા. આ અંધવિશ્વાસ નથી તો શું છે.”












