જ્યારે પાંઉભાજીએ છતું કર્યું બે કરોડથી વધુ રકમની લૂંટનું રહસ્ય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બૅંગ્લુરૂથી, બીબીસી માટે
ફારૂક અહમદ મલિકની લૂંટની યોજનાને પાંઉભાજીએ છતી કરી દીધી.
મલિક સોનાનો વેપાર કરતા હતા અને તેમના પર 40 લાખનું દેવું ચઢી ચૂક્યું હતું, જેને તેઓ ઉતારવા માગતા હતા.
પોલીસ પ્રમાણે તેમણે સોનાના એક અન્ય વેપારીને લૂંટવાની યોજના ઘડી.
તેમણે એક ટોળકી તૈયાર કરી હતી, જેના સભ્યો કર્ણાટકના કલબુર્ગી શહરમાં મુથુલ્લા મલિકની જ્વેલરીની દુકાનને લૂંટવા માટે તૈયાર થઈ ગયા.
લૂંટની ઘટના

ઇમેજ સ્રોત, Getty Images
આ ટોળકીમાં પાંચ લોકો હતા. તેમણે પોતાના ઇરાદાને અંજામ આપ્યા પહેલાં એકબીજા સાથે વાત કરી અને એ બાદ એ પૈકી ચાર પોતાનો ચહેરો સંપૂર્ણપણે છુપાવીને દુકાનમાં પ્રવેશી ગયા, જેથી ઓળખ છુપાવી શકાય.
તેમણે મુથુલ્લા મલિકને ડરાવવા માટે પિસ્તોલ જેવા દેખાતા લાઇટરનો ઉપયોગ કર્યો. તેમણે તેમના હાથપગ દોરડા વડે બાંધી દીધા, દુકાનના સીસીટીવી કૅમેરા બંધ કરી દેવાયા અને લગભગ બે કરોડ 15 લાખ રૂપિયાનું સોનું અને ઘરેણાં લૂંટી લીધા.
મુથુલ્લા મલિકે પોલીસ ફરિયાદમાં કહ્યું કે 11 જુલાઈના રોજ બપોરે 12.15 વાગ્યે ચાર લોકો તેમની દુકાનમાં ચઢી આવ્યા અને તેઓ પૈકી એક તેમના કપાળ પર બંદૂક તાકી દીધી. બીજી વ્યક્તિએ તેમના ગાલ પર ચપ્પુ રાખીને તેમને ધમકાવ્યા અને ત્રીજાએ સીસીટીવીના વાયર કાપી નાખ્યા.
તેમણે લૉકરની ચાવી આપવા કહ્યું. તેમણે તેમના હાથપગ બાંધીને તેમના મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દીધો અને તેના પર ટેપ પટ્ટી મારી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદને આધારે કલબુર્ગી પોલીસે ચોરોને શોધવા માટે પાંચ ટીમ બનાવી.
તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ જોયાં અને ખબર પડી કે દુકાનની અંદર માત્ર ચાર લોકો જ પ્રવેશ્યા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજમાં દુકાનની બહાર પાંચ લોકો દેખાઈ રહ્યા હતા.
આ પાંચમી વ્યક્તિનો મોબાઇલ નંબર ટ્રેસ નહોતો થઈ શકી રહ્યો. તેમજ અન્ય ચાર લોકોએ પોતાના મોબાઇલ ફેંકી દીધા હતા.
પોલીસને સગડ કેવી રીતે મળ્યા?

ઇમેજ સ્રોત, Kalburagi police
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે પોલીસે વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ જોયાં તો તેમાં એક વ્યક્તિ એક પાંઉભાજીની દુકાને ઊભી દેખાઈ, જ્યાંથી તેમનો નંબર મળ્યો.
આ પાંચમી વ્યક્તિ જ આ ઘટનાની માસ્ટરમાઇન્ડ હતી. જેઓ દેવા તળે દબાયેલા સોની હતા.
પોલીસે એ ચારેયના મોબાઇલ નંબરની તપાસ કરી જેઓ દુકાનની અંદર પ્રવેશ્યા હતા.
તપાસમાં સામે આવ્યું કે અયોધ્યાપ્રસાદ ચૌહાણ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, પરંતુ મુંબઈમાં ફૂટપાથ પર કપડાં વેચે છે.
સુહૈલ મોબાઇલ ચોરી જેવા નાના મોટા ગુનામાં સંડોવાયેલા હતા અને મુંબઈમાં જ રહેતા હતા. ફારૂક મલિક મૂળે પશ્ચિમ બંગાળના છે, પરંતુ કલબુર્ગીમાં કારોબાર કરે છે. અરબાઝ અને સાજિદ સ્થાનિકો હતા.
તપાસમાં ખબર પડી કે ફારૂક મલિક જ્વેલરી શૉપમાં નહોતા પ્રવેશ્યા. ફારૂક જ એ પાંચમી વ્યક્તિ હતા જેઓ લૂંટ સમયે ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પરંતુ આ ટોળકીના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તેમની પાસેથી જ પોલીસને અગત્યની માહિતી મળી.
કલબુર્ગીના પોલીસ કમિશનર ડૉ. એસ. શરણપ્પાએ બીબીસીને જણાવ્યું કે, "ફારૂક મલિકે ઘટના સમયે અન્ય મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ જ્યારે તેમણે પાંઉભાજીના પૈસા અન્ય નંબરથી ચૂકવ્યા હતા. આ વાત જ અમારા માટે એક મહત્ત્વપૂર્ણ માહિતી પુરવાર થઈ."
તેમણે જણાવ્યું, "અમને જે જાણકારી મળી હતી એ અનુસાર, ઘટનાને ચાર લોકોએ અંજામ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં ચાર લોકોના દુકાનમાં પ્રવેશવા અને બહાર નીકળવાની તસવીરો હતી. અમને ખબર પડી કે પાંચમી વ્યક્તિ તો જ્વેલરીની દુકાનમાં દાખલ જ નહોતી થઈ અને એ ફારૂક મલિક હતો."
ચોરી થયેલા સોના કરતાં વધુ સોનું મળી આવ્યું

ઇમેજ સ્રોત, Kalburagi police
પોલીસને આ મામલામાં 2.8 કિલોગ્રામ સોનું અને દાગીના મળી આવ્યાં. પરંતુ એ બાદ મુથુલ્લા મલિક તરફથી અલગ કહાણી સામે આવી.
તેમણે પોલીસને ફરિયાદ કરી હતી કે માત્ર 850 ગ્રામ સોનાની જ ચોરી થઈ હતી. પરંતુ જ્યારે પોલીસે તેમનાં ચોપડાં તપાસ્યા તો તેના આંકડા બંધબેસતા નહોતા.
આરોપ છે કે તેમણે પોતાના કારોબારના દસ્તાવેજોમાં બે કિલો સોાનો કોઈ હિસાબ જ નહોતો રાખ્યો. આ મામલે પોલીસે અલગ કેસ દાખલ કર્યો છે.
પોલીસને ખબર પડી છે કે આખી ગૅંગના તાર ઘણાં રાજ્યોમાં ફેલાયેલા છે અને તેમના પર દસથી 15 લૂંટ સંબંધિત મામલા દાખલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












