નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્નેને બીજીવાર ભાજપના પ્રમુખ બનેલા જેપી નડ્ડા પર ભરોસો કેમ છે?

Nadda

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જગત પ્રકાશ નડ્ડા
    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • જગત પ્રકાશ નડ્ડાના કાર્યકાળને જૂન 2024 સુધી વધારવાની સહમતિ અપાઈ છે
  • 1990ના દાયકામાં જ્યારે નરેન્દ્ર મોદી હિમાચલના પ્રભારી હતા, ત્યારથી મોદી સાથે જેપી નડ્ડાની ઓળખાણ રહી છે
  • 2014ની ચૂંટણી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં લડવામાં આવી હતી
  • કાર્યકારિણી દરમિયાન જેપી નડ્ડાના નામનો પ્રસ્તાવ રક્ષા મંત્રી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે મૂક્યો હતો
બીબીસી ગુજરાતી

ઘણાં વર્ષો પહેલાં એક વીડિયો ઘણો શૅર થયો હતો, જેમાં કોઈ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચાલવાનો પ્રયાસ કરી રહેલા જગત પ્રકાશ નડ્ડાને અમિત શાહે ખેંચીને પાછળ કરી દીધા હતા. એ અમિત શાહ જેઓ નરેન્દ્ર મોદી બાદ ભારતીય જનતા પાર્ટીના સૌથી કદાવર નેતા છે અને મોદીના સૌથી નજીકના પણ મનાય છે.

જે. પી. નડ્ડા વધુ એક વર્ષ માટે પાર્ટીના અધ્યક્ષ રહેશે, આ માહિતી મીડિયાને મંગળવારે અમિત શાહ પાસેથી મળી હતી. તેમણે તેને એક ‘શુભ સમાચાર’ ગણાવતાં કહ્યું હતું કે, ‘કાર્યકારીસમિતિએ સર્વાનુમતે નડ્ડાના કાર્યકાળને જૂન 2024 સુધી વધારવાની સહમતિ આપી દીધી છે.’

અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, “નડ્ડાએ મોદીજીના કરિશ્માઈ નેતૃત્વમાં તેમની લોકપ્રિયતાનો વધુ વિસ્તાર કર્યો અને વીસમી સદીની સૌથી મોટી મહામારી દરમિયાન પણ સંગઠનના કામને જાળવી રાખ્યું અને સુદૃઢ કર્યું.”

રાજકીય વિશ્લેષક રાધિકા રામાશેષન કહે છે કે, “સત્તાની ઉમેદ અને જરૂરિયાતોને પૂરી કરવા માટે તેઓ એક ‘મિસાલ’ છે અને તેઓ સીમાઓને પાર ન કરવાની સમજણ ધરાવે છે, એ સીમાઓ પણ જે જાહેર કરાઈ ન હોય.”

રાધિકા રામાશેષન કહે છે કે, “બે-બે શક્તિશાળી નેતાઓ સાથે કામ કરવું સરળ નથી, પરંતુ નડ્ડાએ તેમના માટે પાર્ટીમાં જગ્યા બનાવી લીધી છે.”

પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીસમિતિની બેઠક દરમિયાન જે કટ-આઉટ્સ લાગ્યા હતા, તેમાં નરેન્દ્ર મોદી બાદ સૌથી વધુ તાદાદ જે વ્યક્તિના પોસ્ટરોની હતી એ હતા જે. પી. નડ્ડા. બેઠકની જગ્યામાં અંદર આવવાના ગેટ પર પણ એક બાજુ મોદીના કટ-આઉટ હતા, ત્યારે બીજી બાજુ જેપી નડ્ડાના હતા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતી

નડ્ડાનું અધ્યક્ષના રૂપમાં પર્ફોમન્સ

નરેન્દ્ર મોદી સાથે જગત પ્રકાશ નડ્ડા

ઇમેજ સ્રોત, @JPNadda/ TWITTER

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી સાથે જગત પ્રકાશ નડ્ડા

જોકે મોદીના રોડ-શોમાં એકલા નરેન્દ્ર મોદી જ જોવા મળ્યા હતા. તેમની સાથે વાહન પર કે તેમની પાછળની ગાડીમાં અમિત શાહ કે જે. પી. નડ્ડા ન હતા.

જોકે એક સવાલ ભાજપની રાષ્ટ્રીય કારોબારી દરમિયાન મીડિયામાં ચર્ચાઈ રહ્યો હતો.

એ સવાલ હતો કે, નડ્ડાના નેતૃત્વમાં પાર્ટી તેમના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશમાં ચૂંટણી હારી ગઈ હતી. તેમના જન્મસ્થળ બિહારમાં સરકાર હાથમાંથી નીકળી ગઈ. શું એ જ નડ્ડાને પાર્ટીનું નેતૃત્વ સોંપવામાં આવશે, જ્યારે આ વર્ષે નવ રાજ્ય અને આગામી વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે?

નડ્ડાનો જન્મ બિહારમાં થયો છે. પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે પટના યુનિવર્સિટીની પટના કૉલેજમાંથી બી.એ. કર્યું છે. તેમની પાસે વકીલાતની ડિગ્રી પણ છે. આ ડિગ્રી તેમણે હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલયમાંથી હાંસલ કરી છે.

અમિત શાહે નડ્ડાના કાર્યકાળમાં પાર્ટીના થયેલા વિસ્તારની વાત કરતા કહ્યું હતું કે, “તેમના નેતૃત્વમાં બિહારમાં પાર્ટીને સૌથી વધુ સ્ટ્રાઇક રેટ મળ્યો. એનડીએને ગણીએ તો તેમના નેતૃત્વમાં ગઠબંધનને મહારાષ્ટ્ર ચૂંટણીમાં જીત મળી, ઉત્તરાખંડ, મણિપુર અને આસામમાં પણ સફળતા મળી, બંગાળમાં થોડી જ સીટોથી પાછળ રહેવું પડ્યું, તામિલનાડુમાં પાર્ટી તાકાત બનીને ઊભરી રહી છે અને ગોવામાં પાર્ટીએ હૅટ્રિક મારી છે.”

બીબીસી ગુજરાતી

નડ્ડાનો ઉદય

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે જેપી નડ્ડા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે જેપી નડ્ડા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતની ચિંતા કરતા તેમણે કહ્યું હતું કે, “આપણને મોદીજીના કરિશ્માઈ નેતૃત્વમાં 156 સીટો અને 53 ટકા મત મળ્યા હતા અને નડ્ડાએ મોદીજીની લોકપ્રિયતાના આધારનો વધુ વિસ્તાર કર્યો.”

રાધિકા રામાશેષન કહે છે કે, “નરેન્દ્ર મોદી પ્રચારક અને પાર્ટી પ્રભારી પણ રહ્યા છે. તેઓને એ વાતનો અહેસાસ પણ થઈ ગયો હતો કે, એક ખૂબ શક્તિશાળી સરકાર ક્યાંક પાર્ટીને અનુગામી ન બનાવી દે. જો એવું થયું તો ભાજપના રહેવાનું કારણ જ સમાપ્ત થઈ જશે.”

નડ્ડાએ બિહારમાં ઘણો સમય પસાર કર્યો છે, પરંતુ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત હિમાચલ પ્રદેશથી થઈ હતી. 1990ના દાયકામાં જ્યારે નરેન્દ્ર મોદી હિમાચલના પ્રભારી હતા, ત્યારથી મોદી સાથે તેમની ઓળખાણ રહી છે.

2014ની ચૂંટણી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં લડવામાં આવી હતી. તેમાં ભાજપની સફળતા બાદ મોદીએ ધીમે-ધીમે પાર્ટી પર તેમની પકડ મજબૂત કરી હતી.

તેમના નેતૃત્વમાં પાર્ટીએ પહેલાં અમિત શાહને અધ્યક્ષ તરીકે ચૂંટ્યા. તેઓ બે વાર પાર્ટીના અધ્યક્ષ રહ્યા, ત્યાર પછી જાન્યુઆરી 2020માં પાર્ટીની કમાન નડ્ડાને સોંપવામાં આવી. એ પહેલાં થોડા દિવસ સુધી તેમણે કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા નિભાવી હતી.

પાર્ટીનું કહેવું છે કે, “મહામારીના કારણે પાર્ટીમાં પરંપરા અનુસાર, બૂથ લેવલથી લઈને ઉપરના સ્તર સુધી ચૂંટણીનું કામ સંપન્ન થઈ શક્યું નથી, જેના માટે નડ્ડાની જવાબદારી થોડા સમય માટે વધારી દેવામાં આવી છે.”

બીબીસી ગુજરાતી

જેપી નડ્ડાના પડકારો

ભાજપની કાર્યકારિણી બેઠકમાં જેપી નડ્ડા

ઇમેજ સ્રોત, @JPNadda/ TWITTER

ઇમેજ કૅપ્શન, ભાજપની કાર્યકારિણી બેઠકમાં જેપી નડ્ડા

કારોબારી દરમિયાન નડ્ડાના નામનો પ્રસ્તાવ સંરક્ષણમંત્રી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે મૂક્યો હતો, જેમનું દરેકે અનુમોદન કર્યુ હતું.

બિહાર રાજ્ય તરફથી જુનિયર સ્વિમિંગ સ્પર્ધામાં સામેલ થયેલા નડ્ડાએ ટેકનૉલૉજીનો પણ ઉપયોગ પાર્ટીના કામમાં કર્યો છે, તેઓ કોરોના મહામારી દરમિયાન તેમના કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. તેમાં તેઓને એ માટે પણ સરળતા મળી કારણ કે, તેઓ વિદ્યાર્થી જીવનથી સતત નેતાઓના સંપર્કમાં રહ્યા હતા.

જોકે, હિમાચલ પ્રદેશ વિધાનસભાના સતત ત્રણ વાર સભ્ય રહેલા નડ્ડા માટે પાર્ટીમાં બે મજબૂત લોકો સાથે કામ કરવું એટલું સરળ રહ્યું નથી. તેમની સામે એવી તક પણ આવી છે, જ્યારે તેઓને તેમના ગૃહરાજ્યના અધ્યક્ષ નિયુક્ત કરવાના હતા અથવા તો ગુજરાતના મામલાની દેખરેખ રાખવાની હતી.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ગુજરાત સાથે સંબંધિત છે, જ્યારે હિમાચલમાં નિયુક્તિને લઈને જાહેર છે કે નડ્ડાની પોતાની દિલચસ્પી હતી.

બીબીસી ગુજરાતી

નડ્ડાની ખાસિયત શું છે?

જેપી નડ્ડા

ઇમેજ સ્રોત, @JPNadda/ TWITTER

ભાજપ પર ઝીણવટીભરી નજર રાખતા અન્ય એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, “બંને ઉચ્ચ લોકોને તેઓ સૂટ કરે છે. બંને અન્ય કોઈ સાથે કોઈ પણ પ્રકારનો ચાન્સ લેવા માગતા નથી, તેઓ એક એવો વ્યક્તિ ઇચ્છે છે જે તેમને ચેલેન્જ ન કરે.”

કેટલાક નિષ્ણાતોની સલાહ છે કે, તેઓએ પોતાને એક હદ સુધી અટલ બિહારી વાજપેયીની સરકારના સમયે અધ્યક્ષ રહેલા કુશાભાઉ ઠાકરેના તર્ક પર ઢાળી દીધા છે જે વાજપેયી, એલકે અડવાણી, મુરલી મનોહર જોશી, પ્રમોદ મહાજન જેવા શક્તિશાળી નેતાઓ વચ્ચે કામ કરતા-કરતા પોતાને બિનજરૂરી વાતોમાં વ્યસ્ત રાખતા ન હતા.

જોકે, અન્ય લોકોનું કહેવું છે કે, “કુશાભાઉથી વિરુદ્ધ નડ્ડા સોશિયલ મીડિયા પર ઘણા ઍક્ટિવ રહે છે અને એક હદથી વધુ પાછળ રહેવામાં પણ વિશ્વાસ રાખતા નથી. સાથે જ બેઠકોને લઈને તમામ વાતો તેઓ ઘણી મહેનતથી ડૉક્યુમેન્ટ કરે છે. તેમની સ્ટાઇલ બધાને સાથે લઈને ચાલવાની પણ છે જે તેમને વધુ આગળ જવામાં મદદ કરશે.”

બીબીસી ગુજરાતી
રેડ લાઇન