ઇઝરાયલી સેનાએ ઘાયલ પેલેસ્ટાઇનવાસીને જીપ ઉપર બાંધતાં વિવાદ, શું છે સમગ્ર ઘટના?

- લેેખક, રૉબર્ટ પ્લમર
- પદ, બીબીસી સમાચાર
ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે સેનાની એક ટુકડીએ વેસ્ટ બૅન્કના જેનિન શહેરમાં પાડેલા દરોડા દરમિયાન એક ઇજાગ્રસ્ત પેલેસ્ટાઇનવાસીને વાહનની આગળ બાંધીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
આ વીડિયોને જ્યારે સોશિયલ મીડિયા પર શૅર કરવામા આવ્યો ત્યારે ઇઝરાયલની સેનાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સિઝ (આઈડીફે)ના એક નિવેદનમાં કહેવામા આવ્યું છે કે દરોડા દરમિયાન ગોળીબારમાં એ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી, જેમાં એ શંકાસ્પદ હતી.
ઇજાગ્રસ્ત વ્યક્તિના પરિવારે જણાવ્યું કે તેમણે જ્યારે એમ્બ્યુલન્સ માટે કહ્યું તો સેનાએ તેને પોતાની જીપના બૉનેટ પર બાંધી દીધી અને ચાલી ગઈ.
અંતે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે રેડ ક્રિસેન્ટમાં દાખલ કરવામા આવી હતી.. આઈડીએફએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામા આવશે.
સમાચાર એજન્સી રૉયટર્સ સાથે વાત કરતા પ્રત્યક્ષદર્શિઓએ તેમની ઓળખણ એક સ્થાનિક વ્યક્તિ તરીકે કરી હતી અને તેમનું નામ મુજાહિદ આઝમી હોવાનું જણાવ્યું હતું.
આઈડીએફએ પોતાના નિવેદનમાં કહ્યું, “આજે સવારે (શનિવારે) આતંકવાદવિરોધી અભિયાનના ભાગરૂપે બુર્કિન વિસ્તારમાં શંકાસ્પદ લોકોને પકડવા માટે ગયા હતા. આતંકવાદીઓએ આઈડીએફના સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. સૈનિકોએ પણ તેનો જવાબ ગોળીબાર કરીને આપ્યો હતો.”
આઈડીએફએ કહ્યું કે આ ગોળીબારી દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી અને તેને પકડી લેવામાં આવી હતી.
“સુરક્ષાદળો આદેશો અને નિયમોનું ઉલ્લંઘન કરીને આ શંકાસ્પદ વ્યક્તિને વાહનની ઉપર બાંધીને લઈ ગયાં હતાં.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈડીએફએ ઉમેર્યું કે આ ઘટનાના વીડિયોમાં સુરક્ષાદળોનું આચરણ આઈડીએફનાં મૂલ્યો પ્રમાણે નથી. આ ઘટનાની તપાસ કરવામા આવશે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરાશે.
ગાઝામાં યુદ્ધ શરૂ થયા પછી પશ્ચિમી તટ પર હિંસામા વધારો થયો છે જેની શરૂઆત ગયા વર્ષે 7 ઑક્ટોબરના રોજ દક્ષિણ ઇઝરાયલમાં હમાસના ઘાતકી હુમલા બાદ થઈ હતી.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે પૂર્વ જેરૂસલેમ સહિત વેસ્ટ બૅન્ક પર સંઘર્ષ સંબંધી ઘટનાઓમાં ઓછામાં ઓછાં 480 પેલેસ્ટિનયનોનું મોત થયું છે, જેમાં નાગરિકો, હથિયારબંધ જુથોના સભ્યો અને હુમલાવરો સામેલ છે. વેસ્ટ બૅન્કમાં છ સૈનિકો સહિત ઇઝરાયલના 10 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે.

બે હવાઈ હુમલામાં 38 પેલેસ્ટાઇનવાસીનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હમાસે કહ્યું છે કે શનિવારે ગાઝા શહેરની ઇમારતો પર કરાયેલા બે અલગ-અલગ હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા 38 લોકોનાં મોત થયાં હતાં અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઇઝરાયલની સેનાએ કહ્યું કે સૈન્યવિમાનોએ હમાસના સૈન્યઢાંચાઓ પર હુમલાઓ કર્યા હતા. આ વિશે વધારે જાણકારી આપવામા આવશે.
ગાઝા સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ કહ્યું કે ગાઝાના ઐતિહાસીક રૅફ્યૂજી કૅમ્પ 'અલ-શાતિ' વિસ્તારમાં રહેઠાણો પર કેટલાક હુમલાઓ થયા હતા.
હમાસ સંચાલિત સરકારી મીડિયા કાર્યાલયે જણાવ્યું કે બીજા એક હુમલામાં અલ-તુફાહ વિસ્તારમાં કેટલાંક ઘરોને નિશાનો બનાવવામાં આવ્યાં હતાં.
વીડિયા ફુટેજમાં દેખાય છે કે લોકો ઇજાગ્રસ્ત લોકોને ધૂળ અને કાટમાળ ભરેલા રસ્તાઓ પરથી લઈ જઈ રહ્યા છે અને જીવિત બચેલો લોકોની શોધ ચાલી રહી છે.
આ પહેલાં આવેલા સમાચાર અહેવાલોમાં મૃત્યુની સંખ્યા 42 કહેવામા આવી હતી.
ઇઝરાયલના મીડિયામાં છપાયેલા અહેવાલોમાં કહેવામા આવ્યું છે કે આ હુમલાઓમાં હમાસના વરિષ્ઠ અધિકારીઓને નિશાનો બનાવવામા આવ્યા હતા.
ગાઝા શહેરમાં એક સિવિલ ડિફેન્સ પ્રવક્તા હુસેન મુહૈસેને સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે હુમલાની અસર એક ભૂકંપ જેવી હતી. તેમણે કહ્યું, “આ વિસ્તારને નિશાનો બનાવવામા આવ્યો હતો. ઘરો બરબાદ થઈ ગયાં. કેટલાક પરિવારો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા છે.”
હમાસના વરિષ્ઠ કમાન્ડરો નિશાના પર હતા

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના મીડિયા પ્રમાણે, ઇઝરાયલની સેનાએ ગાઝામાં હમાસના મુખ્ય કમાન્ડર રાદ સાદને મારવાનો પ્રયત્ન કર્યો હતો.
અહેવાલો પ્રમાણે, રાદ સાદ હમાસનાં કેટલાંક અભિયાનોના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
ઇઝરાયલે લેબનાનમાં પણ એક હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ સભ્ય અને 'અલ જમાલ અલ ઇસ્લામિયા' સાથે જોડાયેલા સભ્યને મારવાનો દાવો કર્યો હતો.
આઈડીએફ પ્રમાણે, હમાસના કમાન્ડર અયમાન ઘતમા હમાસને હથિયાર પુરા પાડવા માટે જવાબદાર હતા. ઘતમાને ખૈરા શહેર નજીક કાર પર ડ્રોન હુમલો કરીને નિશાનો બનાવવામા આવ્યા હતા.
ઇઝરાયલની સેનાએ શનિવારે કહ્યું કે દક્ષિણ ગાઝાના અલ-મસાવી વિસ્તારમાં થયેલા ગોળીબારની શરૂઆતી તપાસમાં જાણકારી મળી છે કે રેડ ક્રૉસ પર સેના તરફથી કોઈ સીધો હુમલો કરવામા આવ્યો નથી.
સેનાએ નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામા આવી હતી અને પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં.
ગયા વર્ષે સાત ઑક્ટોબરે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200 લોકોનું મૃત્યુ થયું હતું અને 251 લોકોને બંધક બનાવીને ગાઝા લઈ જવામા આવ્યા હતા.
હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલી માહિતી પ્રમાણે, ઇઝરાયલે ત્યારબાદ ગાઝા પર કરેલા હુમલાઓમાં અત્યાર સુધી 37 હજાર 551 લોકોનાં મોત થયા છે.
એપ્રિલના અંત સુધીમાં માર્યા ગયેલા લોકોમાં 14,680 બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.












