You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક ગંધાતો ગ્રહ, જેમાંથી 'સડેલાં ઈંડાં'ની ગંધ આવે છે
શું આ ગ્રહ અવકાશમાંના સૌથી ઓછા આકર્ષક ગ્રહો પૈકીનો એક છે? શું તેનું વાતાવરણ પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ કરતાં પણ વધુ ખરાબ છે?
ખૂબ દૂર આવેલા એક ઍક્સોપ્લૅનેટ ગ્રહ (સૂર્યમંડળની બહારના અન્ય તારાઓની આજુબાજુ પરિભ્રમણ કરતો ગ્રહ)માંથી સડેલાં ઈંડાંની દુર્ગંધ આવતી હોવાનું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે.
HD-189733 તરીકે ઓળખાતો વાદળી રંગનો આ ગ્રહ જાણીતો કે મૈત્રીપૂર્ણ લાગે છે, પરંતુ તેનો રંગ વાસ્તવમાં કાચ જેવાં દૂગ્ધ દેખાતાં વાદળોમાંથી આવે છે.
આ ગ્રહને ખરેખર રેઇન મૉલ્ટન ગ્લાસ તરીકે ગણવામાં આવે છે.
આ ગ્રહનું તાપમાન પણ 900 ડિગ્રી સેલ્શિયસ કરતાં પણ વધારે છે.
જેમ્સ વેબ ટેલિસ્કૉપનો ઉપયોગ કરીને વિજ્ઞાનીઓ HD 189733ના વાતાવરણનો અભ્યાસ કરી રહ્યા છે.
થયેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે તે મુખ્યત્વે હાઈડ્રોજન સલ્ફાઈડનું બનેલું છે.
હાઈડ્રોજન સલ્ફાઈડની ગંધ સડેલાં ઈંડાં જેવી હોય છે. આ એ જ ગૅસ છે જે વાછૂટને દુર્ગંધયુક્ત બનાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરમંડળની બહારના ગ્રહમાં પ્રથમ શોધ
જોન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૉ. ગુઆંગવેઈ ફૂએ કહ્યું હતું, “જો તમારું નાક 1000 ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં કામ કરી શકે તો ત્યાંના વાતાવરણમાંથી સડેલાં ઈંડાં જેવી ગંધ આવશે.”
આ ઍસ્ટ્રોફિઝિસિસ્ટે સંશોધનનું નેતૃત્વ કર્યું હતું અને તેનું તારણ ધ નેચર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
હાઈડ્રોજન સલ્ફાઇડ એ એવા વાયુઓ પૈકીનો એક છે, જે દર્શાવી શકે કે દૂરના ગ્રહો પર એલિયન જીવોનું ઘર હોઈ શકે. જોકે, સંશોધકો આ ગ્રહ પર જીવનની શોધ કરતાં નથી, કારણ કે આ ગ્રહો પણ જ્યુપિટરની માફક ગૅસ જાયન્ટ છે અને બહુ જ ગરમ છે.
આપણા સૌરમંડળ બહારના ગ્રહની આ પ્રથમ શોધ છે.
આ ગ્રહ પર જીવન છે કે નહીં તે ચકાસવાની કે આ અનાકર્ષક ગ્રહની મુલાકાત લેવાની કોઈ યોજના કોઈએ બનાવી નથી.
ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હાઈડ્રોજન સલ્ફાઈડનું મળી આવવું એ ગ્રહો કેવી રીતે રચાય છે તે સમજવા તરફનું એક પગલું છે.