You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'લોખંડી ફેફસાં' ધરાવતી એ વ્યક્તિ જે 78 વર્ષ જીવિત રહી
- લેેખક, -------
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
પોલિયોગ્રસ્ત અને ‘લોખંડી ફેફસાંવાળા પુરુષ’ તરીકે જાણીતા બનેલા અમેરિકી વ્યક્તિ ઍલેક્ઝાન્ડર પૉલનું 78 વર્ષની વયે નિધન થયું છે.
ઍલેક્ઝાન્ડરને 1952માં પોલિયો થયો હતો અને ત્યારે તેમની ઉંમર માત્ર 6 વર્ષની હતા. આ બિમારીના લીધે શરીરમાં ગળાના ભાગથી તેમને લકવો મારી ગયો હતો.
તેઓ સામાન્ય વ્યક્તિની જેમ શ્વાસ પણ નહોતા લઈ શકતા આથી તબીબોએ તેમને બહારથી ઑક્સિજન આપવો પડતો હતો જેને એક રીતે એ ઑક્સિજન સિલિન્ડરને સામાન્યપણે કૃત્રિમ ફેફસાં કહેવામાં આવે છે. તેમને એક મેટલના સિલિન્ડરમાં રાખવામાં આવતા હતા.
તેમની બીમારી છતાં તેમણે કાયદાની ડિગ્રી મેળવી અને કાયદાની પ્રૅક્ટિસ પણ કરી તથા કેટલીક પુસ્તકો પણ પ્રકાશિત કરી.
એક વેબસાઇટે નિવેદનમાં જણાવ્યું કે, પૉલ ઍલેક્ઝાન્ડરનું નિધન થયું છે.
નિવેદમાં કહેવાયું છે કે, "નાનપણમાં પોલિયોથી બચ્યા પછી તેઓ લોખંડના સિલિન્ડરમાં 70 વર્ષથી વધુ સમય સુધી જીવતા રહ્યા. આ સમય દરમિયાન, પૉલે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, વકીલ બન્યા અને ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યાં."
તેઓ ઉમેરે છે,"તેમની કહાણી દરેક જગ્યાએ લોકોને પ્રેરિત કરે છે. વિશ્વભરના લોકોને હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે."
"પૉલ એક અદ્ભુત રોલ મૉડલ હતા"
1952માં જ્યારે તેઓ બીમાર પડ્યા, ત્યારે ટેક્સાસમાં તેમના વતન ડલાસમાં ડૉકટરોએ તેમનું ઑપરેશન કર્યું અને તેમનો જીવ બચાવ્યો. પરંતુ પોલિયોના લીધે તેમનું શરીર બહારથી સપૉર્ટ વગર શ્વાસ લઈ શકતું નહોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે તેમને એક મેટલના સિલિન્ડર જેને લોખંડનાં ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે, તેમાં મૂકવામાં આવ્યા હતા. આ એક મશીન છે જે વ્યક્તિને ગરદન સુધી ઘેરી લે છે અને તેને શ્વાસ લેવામાં મદદ કરે છે.
આ કૃત્રિમ ફેફસાંને "લોખંડનો ઘોડો" કહેવાય છે, તેમાં સિલિન્ડરમાંથી હવા ચૂસીને ફેફસાંને વિસ્તરણ કરવા અને તેમના નાકથી હવાને ચૂસવા માટે દબાણ કરે છે.
જ્યારે હવા પાછી અંદર આવે ત્યારે પ્રક્રિયાનો ક્રમ ઉલટાય છે અને તેને કારણે તેમનાં ફેફસાં તેમની છાતીને સંકુચિત કરીને હવાને બહાર કાઢે છે.
આ રીતે કૃત્રિમ ફેફસાંએ શ્વાસ લેવાની શારીરિક ક્રિયાનું અનુકરણ કર્યું.
લાંબુ જીવન
વર્ષો પછી ઍલેક્ઝાંડર આખરે પોતાની જાતે શ્વાસ લેવાનું શીખ્યા તેથી તે ટૂંકા ગાળા માટે ફેફસાં છોડી શક્યા.
તેઓ લાંબુ જીવશે એની અપેક્ષા નહોતી પરંતુ તેઓ જીવ્યા.
તેઓ દાયકાઓ સુધી જીવ્યા, 1950ના દાયકામાં પોલિયોની રસીની શોધ પછી પશ્ચિમી વિશ્વમાં આ રોગ વર્ચ્યુઅલ રીતે નાબૂદ થયો.
ઍલેક્ઝાંડર હાઇ સ્કૂલમાંથી સ્નાતક થયા અને પછી સધર્ન મેથૉડિસ્ટ યુનિવર્સિટીમાં જોડાયા. 1984માં તેમણે ઑસ્ટિન ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી કાયદાની ડિગ્રી સાથે સ્નાતક થયા.
બે વર્ષ પછી તેમને બારમાં દાખલ કરવામાં આવ્યા અને દાયકાઓ સુધી આ વ્યવસાય કર્યો.
તેમણે 2020માં ધ ગાર્ડિયનને કહ્યું, "હું જાણતો હતો કે, જો હું મારા જીવનમાં કંઈક કરવા જઈ રહ્યો છું, તો તે કંઈક મહત્ત્વનું હોવું જોઈએ."
તે વર્ષે તેમણે એક સંસ્મરણ પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમને પ્લાસ્ટિક સ્ટીકની મદદથી કીબૉર્ડ પર ટાઇપ કરવા અને મિત્રને એ લખવા માટે આઠ વર્ષ લાગ્યાં હતાં.
વધુ આધુનિક શ્વસન ઉપચારના વિકાસને કારણે અને મોટાભાગના પશ્ચિમી વિશ્વમાં પોલિયો નાબૂદીને કારણે 1960ના દાયકામાં જ્યારે વેન્ટિલેટર આવ્યા ત્યારે લોખંડી ફેફસાં અપ્રચલિત થઈ ગયા.
પરંતુ ઍલેક્ઝાંડરે સિલિન્ડરમાં રહેવાનું ચાલુ રાખ્યું કારણ કે, તેમેણે કહ્યું કે, તેમને તેની આદત હતી.
તેમને ગિનિસ બુક ઑફ રેકૉર્ડ્સ તરફથી લોખંડી ફેફસાંમાં સૌથી વધુ સમય જીવનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યા હતા.