AI : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી યુવતીઓની નગ્ન તસવીરો બનાવવાનું કૌભાંડ શું છે?

- લેેખક, ગાય હેજકૉય
- પદ, બીબીસી સંવાદદાતા, અલમિન્દ્રાલેહો
સ્પેનના શાંત માહોલ ધરાવતા ગામનાં કેટલાંક મહિલાઓ અને કિશોરીઓની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે બનાવેલી નગ્ન તસવીરો તેમની જાણ બહાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ત્યાં હાલ ખળભળાટ છે.
એ મહિલાઓ અને યુવતીઓની વસ્ત્રો પહેરેલી તસવીરોનો ઉપયોગ કરીને આવી તસવીરો બનાવાઈ છે. તેમાંથી કેટલીક તો તેમની જ સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી લેવાઈ છે.
તે પછી તેને એક ઍપ્લિકેશનના માધ્યમથી પ્રોસેસ કરાઈ, જે કપડાં વિના વ્યક્તિ કેવી દેખાશે તેની કલ્પનાશીલ તસવીરો બનાવે છે.
બજાડોઝના દક્ષિણ પશ્ચિમ પ્રાંતમાં અલમિન્દ્રાલેહો અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 11 થી 17 વર્ષની વયની 20થી વધુ છોકરીઓ અને કિશોરોઓએ આવી ઍપ્લિકેશનનો ભોગ બન્યાનું જણાવ્યું છે.
14 વર્ષની એક કિશોરીનાં માતા કહે છે, 'મમ્મી, મારી ખુલ્લી છાતીવાળી તસવીરો ફરતી થઈ છે' એમ કહીને તેણે શાળા છોડી દીધી.
મેં તેને પૂછ્યું કે તેણે ક્યારેય તેની નગ્ન તસવીર લીધી છે ખરી? તેણે કહ્યું, “ના મમ્મી, આ નકલી ફોટા છે જે કેટલાક લોકો બનાવી રહ્યા છે અને મારા વર્ગમાં અન્ય છોકરીઓ સાથે પણ આવું થયું છે."
અમારી સાથે વાત કરનારી એક વ્યક્તિએ કહ્યું કે 28 જેટલી પીડિત યુવતીઓનાં માતા-પિતાએ ગામમાં એક સહાયજૂથ બનાવ્યું છે.

સ્પેનની પોલીસ આ મામલે શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ હવે એ 11 સ્થાનિક યુવાનોની તપાસ કરી રહી છે જેઓ કથિત રીતે આવી તસવીરો બનાવવા અથવા તેને WhatsApp અને ટેલિગ્રામ પર સર્ક્યુલેટ કરવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તપાસકર્તાઓ નકલી ફોટાઓનો ઉપયોગ કરીને છોકરીની છેડતીના પ્રયાસના મામલાની પણ તપાસ કરી રહ્યા છે.
છોકરીઓ પર તેમની આવી તસવીરો વાઇરલ થયા પછી અસર થઈ છે. 14 વર્ષની એ છોકરીનાં માતા કહે છે, "તેમની પુત્રી તેનો સારી રીતે સામનો કરી રહી છે પરંતુ કેટલીક છોકરીઓ ઘર બહાર પણ નીકળતી નથી.”
અલમિન્દ્રાલેહો 30,000થી વધુની વસતી ધરાવતું એક સુંદર શહેર છે, જે ઓલિવ અને રેડ વાઇનના ઉત્પાદન માટે જાણીતું છે પરંતુ તેઓ ચર્ચાનું કેન્દ્ર બનવા નથી ટેવાયેલા. જે આ કેસના કારણે તેઓ બન્યા છે. આ શહેર હવે રાષ્ટ્રીયસ્તરે સમાચારોમાં છે.
પીડિત છોકરીઓમાંથી એકનાં માતાના પ્રયત્નોને કારણે આવું થયું છે. તેઓ એક સ્ત્રી રોગચિકિત્સક છે જેમણે સ્પેનમાં આ મામલે જાગૃતિ લાવવા તેમની સોશિયલ નેટવર્ક પ્રોફાઇલનો ઉપયોગ કર્યો અને આ મુદ્દો ચર્ચામાં આવ્યો.

હવે ભય શેનો છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે ઘણી AI ઇમેજ ઉનાળામાં જનરેટ કરાઈ હોવાનું મનાય છે, આ કેસ તાજેતરના દિવસોમાં જ પ્રકાશમાં આવ્યો હતો જ્યારે એ સ્ત્રીરોગચિકિત્સક ડૉક્ટરે અસરગ્રસ્ત છોકરીઓનાં માતાપિતાને આશ્વાસન આપતો વીડિયો પોસ્ટ કર્યો હતો.
“અમને ખ્યાલ નથી કે છોકરીઓની આવી કેટલી તસવીરો છે, તેને પોર્નોગ્રાફી સાઇટ પર મૂકાઈ છે કે નહીં, અમને આવા અનેક ડર છે.” તેઓ કહે છે.
જ્યારે તમે ગુનાનો શિકાર બનો છો. ધારોકે તમને લૂંટી લેવાયા હોય તો તમે ગુનો દાખલ કરાવો છો, તમે તેની માહિતી છૂપાવતા નથી કે કોઈએ તમને હાનિ પહોંચાડી છે. પણ આવા સેક્સ્યુઅલ પ્રકારના ગુનામાં પીડિત ઘણીવાર શરમ અનુભવે છે અને પોતે જવાબદાર હોવાનું પણ અનુભવે છે.
તેથી તેઓ સંદેશ આપવા માગતા હતા કે “આ તમારી ભૂલ નથી”
આ કેસમાં શંકાસ્પદ વ્યક્તિઓની ઉંમર 12થી 14 વર્ષની છે.
પુખ્ત વયના લોકોની વાત આવે ત્યારે સ્પેનિશ કાયદામાં ખાસ કરીને લૈંગિક પ્રકૃતિની તસવીરો બનાવવા વિશેની વિશેષ જોગવાઈ નથી, જોકે સગીરોની આવી તસવીરો બનાવવાને બાળ પોર્નોગ્રાફી ગણી શકાય.
અન્ય સંભવિત ગુનો ગોપનીયતા કાયદાના ઉલ્લંઘનનો હોઈ શકે છે. સ્પેનમાં, સગીરોને 14 વર્ષની ઉંમરથી જ ફોજદારી આરોપોનો સામનો કરવો પડે છે.
હાલ તો આ કેસમાં સામેલ ન હોય તેવા લોકોમાં પણ આક્રોશ ફેલાયો છે.
"અમારામાંથી જેમને બાળકો છે તેઓ ખૂબ જ ચિંતિત છે," ગેમા લોરેન્ઝો કહે છે જેમને 16 વર્ષનો પુત્ર અને 12 વર્ષની પુત્રી છે.
“તમે બે બાબતોની ચિંતા કરો છો: જો તમારી પાસે બાળક છે, તો તમને ચિંતા છે કે તેઓ આના જેવી કોઈ બાબતમાં સામેલ હોઈ શકે છે અને જો તમારે દીકરી છે, તો તમે વધુ ચિંતા કરશો કારણ કે તે હિંસાનું કૃત્ય છે.”

અલમિન્દ્રાલેહોના લોકો શું કહે છે?

ફ્રાન્સિસ્કો હાવિઅર ગુએરા, સ્થાનિક ચિત્રકાર અને ડેકોરેટર કહે છે કે તેમાં સામેલ યુવાનોનાં માતા-પિતા દોષિત છે. "તેઓએ કંઈક વહેલું કરવું જોઈતું હતું, જેમ કે તેમનો ફોન લઈ લેવો અથવા કોઈ ઍપ ઇન્સ્ટૉલ કરે છે તો માતા-પિતા તેમના બાળકો ફોનમાં શું કરી રહ્યા છે તેની જાણકારી રાખે."
આ પહેલીવાર નથી કે જ્યારે સ્પેનમાં આ પ્રકારનો કિસ્સો સમાચારોમાં છવાયેલો હોય. વર્ષની શરૂઆતમાં, ગાયિકા રોસાલિયાની પણ આવી AI એ બનાવી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં પ્રકાશિત કરાઈ હતી.
"દુનિયાભરનાં મહિલાઓએ મને પત્ર લખીને જણાવ્યું કે તેમની સાથે આવું બન્યું છે અને તેઓ જાણતા નથી કે શું કરવું," મિરિયન અલ અદીબ કહે છે.
“હાલ આખી દુનિયામાં આવું થઈ રહ્યું છે. ફરક માત્ર એટલો જ છે કે અલમિન્દ્રાલેહોમાં આ અંગે એક કૌભાંડને ઉજાગર કરાયું છે.”
ચિંતા એ છે કે અલમિન્દ્રાલેહોમાં ઉપયોગમાં લેવાતી ઍપ્લિકેશનો વધુને વધુ સામાન્ય બની રહી છે.
નેશનલ પોલીસ સાઇબર ક્રાઈમ યુનિટના ચાઈલ્ડ પ્રોટેક્શનના ડિરેક્ટર જેવિયર ઈઝક્વીર્ડોએ સ્પેનિશ મીડિયાને જણાવ્યું હતું કે આ પ્રકારના ગુનાઓ હવે ડાર્ક વેબ અથવા અમુક ભ્રષ્ટ ઑનલાઈન ફોરમમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરનારા પ્રકાર સુધી મર્યાદિત નથી.
તેમણે ઉમેર્યું, "દેખીતી રીતે તે હજી પણ થઈ રહ્યું છે, પરંતુ હવે આપણી સામે નવો પડકાર એ છે કે સગીરોને આટલી નાની ઉંમરે આવી ટેક્નૉલૉજીની ઍક્સેસ છે, જેમ કે આ કિસ્સામાં."














