You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડકપ 2023ના કાર્યક્રમની જાહેરાત, ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારે ટક્કર?
આઈસીસી વનડે વર્લ્ડકપ 2023ના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે. વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઑક્ટોબરથી અમદાવાદમાં થશે, જેની ફાઇનલ મૅચ પણ અમદાવાદમાં જ 19 નવેમ્બરે રમાશે.
વિશ્વકપમાં ટીમ ઇન્ડિયા સૌ પ્રથમ ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે અને 8 ઑક્ટોબર ચેન્નાઈમાં બન્ને ટીમ વચ્ચે મૅચ યોજાશે.
આ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઑક્ટોબરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મૅચ રમાશે.
ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાંથી આઠ ટીમોને સીધી ઍન્ટ્રી મળી છે. જ્યારે બે ટીમ ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા વર્લ્ડકપ ક્વૉલિફાય બાદ નક્કી થશે.
ટુર્નામેન્ટ દરમિયાન 12 શહેરોમાં મૅચ રમાશે. જેમાં અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદ્રાબાદ, તિરુવંતપુરમ, મુંબઈ, પૂણે, લખનૌ, દિલ્હી, ગુવાહાટી, કોલકાતા અને ધર્મશાલાનો સમાવેશ થાય છે.
ક્યારે કોની સાથે મૅચ?
11 ઑક્ટોબરે રાજધાની દિલ્હીમાં ભારત અને અફગાનિસ્તાનની મૅચ રમાશે. 19 ઑક્ટોબરે પૂણેમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મૅચ રમાશે. ત્યાર બાદ 22 તારીખે ધર્મશાલામાં ભારત અને ન્યૂઝીલૅન્ડની મૅચ રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડની ટીમ 29 ઑક્ટોબરે લખનૌમાં ટકરાશે. 2 અને 11 નવેમ્બરે ભારત ક્વૉલિફાયરથી ક્વૉલિફાઈ થનારી ટીમ સાથે રમશે. વિશ્વકપનું ઉદ્ધાટન હાલના ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડની મૅચથી થશે.
સેમી ફાઇનલમાં જીતનારી બે ટીમ ફાઈનલમાં રમશે. 19 નવેમ્બરે ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સમગ્ર વિશ્વકપમાં 48 મૅચ રમાશે. જેમાં શરૂઆતની 45 મૅચ, બે સેમી ફાઈનલ પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર