નરેન્દ્ર મોદીની લોકસભામાં એનડીએના નેતા તરીકે પસંદગી

ઇમેજ સ્રોત, BJP/X
લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત ના મળ્યો પણ એનડીએને મળેલી બહુમતને કારણે ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની સરકાર બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
જૂની સંસદમાં આવેલા 'સંવિધાનભવન'ના કેન્દ્રિય કક્ષમાં મળેલી એનડીએની સંસદીય દળની મળેલી બેઠકમાં દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે.
મોદી સરકારમાં સંરક્ષણમંત્રી રહેલા રાજનાથસિંહે સૌપ્રથમ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ મુજબ તેમણે નરેન્દ્ર મોદીનું નામ એનડીએ સંસદીય દળના નેતા તરીકે સુચવ્યું હતું. તેમણે આ પ્રસ્તાવ મૂકતાં કહ્યું હતું, “મોદીજીએ જે પ્રકારે દસ વર્ષ સુધી દેશની સેવા કરી છે તેની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચર્ચા છે.”
તેમણે એવું પણ ઉમેર્યું હતું કે એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામ સિવાય અન્ય કોઈ નામ હોઈ જ ના શકે.
આ પ્રસ્તાવનું અનુમોદન કરતાં મોદી સરકારમાં ગૃહમંત્રી રહેલા અમિત શાહે કહ્યું હતું, “આ નામ પર મોહર મારવાની ઇચ્છા માત્ર એનડીએના સાંસદોની જ નથી પરંતુ દેશના 140 કરોડ જનતાની છે. તેમની ઇચ્છા છે કે આવનારાં પાંચ વર્ષમાં દેશનું નેતૃત્વ મોદીજી કરે.”
મોદી સરકારમાં કૅબિનેટ મંત્રી રહેલા નીતિન ગડકરી, જનતાદળ (એસ)ના નેતા એચ. ડી. કુમારસ્વામી, તેલુગુ દેશમ્ પાર્ટીના નેતા એન. ચંદ્રાબાબુ નાયડુ, બિહારના મુખ્ય મંત્રી અને જેડીયુના નેતા નીતીશકુમાર, શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદે, એનસીપીના અધ્યક્ષ અજિત પવાર, લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન, હિન્દુસ્તાન આવામ મોર્ચાના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્ય મંત્રી જીતનરામ માંઝી, અપનાદળ પાર્ટીનાં નેતા અનુપ્રિયા પટેલ, જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું.
રાહુલ ગાંધીને અવમાનના મામલે કર્ણાટકની કોર્ટમાંથી મળ્યા જામીન

ઇમેજ સ્રોત, ANI
બેંગલુરુની એક વિશેષ અદાલતે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અવમાનનાના એક મામલામાં જામીન આપી દીધા છે.
ભાજપના કર્ણાટક એકમે આ કેસ દાખલ કર્યો હતો. કૉંગ્રેસ તરફથી વર્ષ 2023માં વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાચારપત્રોને અપાયેલી જાહેરાતો મામલે અદાલતનો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો અને ભાજપને ભ્રષ્ટ કહેવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસમાં કર્ણાટકના કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડી. કે. શિવકુમાર અને મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાને એક જૂને જામીન મળી ગયા હતા. રાહુલ ગાંધી આ કેસમાં ચોથીવ્યક્તિ હતીજેની સામે ભાજપે અવમાનનાનો કેસ દાખલ કર્યો હતો.
ભાજપે ફરિયાદ કરી હતી કે કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે તેના નેતાઓએ મુખ્ય મંત્રીપદ માટે 2500 કરોડ રૂપિયા અને મંત્રીપદ માટે 500 કરોડ રૂપિયાની કિંમત નક્કી કરી હતી.
રેપો રેટમાં સતત આઠમીવાર બદલાવ નહીં

ઇમેજ સ્રોત, ANI
રિઝર્વ બૅન્કે લોકસભાની ચૂંટણી બાદ જાહેર થયેલી તેની પહેલી મૌદ્રિક નીતિ સમિક્ષામાં રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નથી.
આરબીઆઈએ 2022માં રેપો રેટમાં વધારાની શરૂઆત કરી હતી. ત્યારથી તેમાં250 બેસિસ પૉઇન્ટ સુધી વધારો કરાયો છે અને સામે હજુ મોંધવારી મોટો પડકાર છે.
રિટેલ મોંઘવારીમાં ઘટાડાના સંકેતો છે પરંતુ ખાદ્ય-મોંઘવારીનો દર ઊંચો છે. જોકે આરબીઆઈ ગવર્નરે સારા ચોમાસાની આશા વ્યક્ત કરી છે અને સાથે ગ્રોથ રેટ સારો હોવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે દેશનો ગ્રોથ રેટ વર્ષ 2023-24 દરમિયાન 8.2 ટકા રહ્યો છે.












