ગર્ભધારણની એ ભૂલની કહાણી જેના લીધે બ્લૅક પિતાના ઘરે વ્હાઇટ પુત્રી જન્મી

હાદિયા ઓકિયાફોર, આઈવીએફ ભેળસેળ, કૅનેડા, આર્કિયોલોજિસ્ટ, 15 ભાઈબહેન, આઈવીએફ એટલે શું, ગર્ભધાન, વીર્યદાન શુક્રાણુઓ ડોનર દાદા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hadeya Okeafor

ઇમેજ કૅપ્શન, પિતા સાથે હાદિયા
    • લેેખક, સેન્ડ્રીન લુંગુમ્બુ
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
  • વાંચવાનો સમય: 7 મિનિટ

12 વર્ષની ઉંમરે હાદિયા ઓકિયાફોરને માલૂમ પડ્યું કે ત્યાર સુધી તેઓ જે કંઈ માનતાં હતાં, વાસ્તવમાં એવું નહોતું.

હાદિયા કહે છે કે તેઓ તેમનાં માતા સાથે સોફા ઉપર બેસીને ફિલ્મ જોઈ રહ્યાં હતાં, ત્યારે માતાએ તેમને કહ્યું: "જો હું તને કહું કે તારી સાથે પણ આવું થયું હતું તો?" અને ત્યારથી અમારી વચ્ચે ચર્ચા ચાલુ થઈ.

હાદિયાને પહેલી વખત જાણ થઈ કે તેમનો જન્મ આઈવીએફથી થયો હતો અને તેમાં ભેળસેળ થઈ હતી.

હાદિયા કહે છે, "એ વાત ઉપર વિચારતાં મને અવિશ્વસનીય વાત લાગી. સાથે જ મેં (વિચાર્યું) કે આ પહેલાં મને આવો વિચાર કેમ ન આવ્યો? ત્યારે હું બાળક હતી, એટલે કદાચ ત્યારે મેં એટલું બધું નહોતું વિચાર્યું."

એ ક્ષણોને યાદ કરતાં હાદિયા કહે છે કે "મને એ વાત પાગલ કરી મૂકે એવી લાગી."

આજે હાદિયાની ઉંમર 26 વર્ષની છે અને તેઓ કૅનેડામાં આર્કિયૉલૉજિસ્ટ તરીકે કામ કરે છે. હાદિયા કહે છે, "કંઈક અજૂગતું છે એ વાત જોઈને જ ખબર પડી જાય એવી હતી, છતાં મેં ક્યારેય તે મુદ્દે સવાલ નહોતા કર્યા. તેમાં વધુ પડતું જીવવિજ્ઞાન હતું. મેં એવું ધારી લીધું હતું કે મારાં માતા શ્વેત છે, એટલે હું પણ શ્વેત છું."

હાદિયા કહે છે, "એટલે હું કોઈ હેતુ વગર જ ઘાનાના મિશ્ર પરિવારમાં ઊછરી છું."

યુનિવર્સિટી કૉલેજ લંડન ખાતે પ્રસૂતિશાસ્ત્ર, સ્ત્રીરોગ તથા પ્રજોત્પત્તિની દવાઓ માટે પરામર્શક દિમિત્રોસ માર્વેલોસ કહે છે, "વર્ષ 1978માં આઈવીએફની (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) શરૂઆત થઈ, ત્યારથી અત્યાર સુધીમાં લગભગ એક કરોડ બાળકોનો જન્મ આ પદ્ધતિથી થયો છે."

આઈવીએફના શરૂઆતના સમયમાં ખાસ નિયંત્રણો ન હતાં, એટલે ભેળસેળ થઈ જવી સામાન્ય બાબત હતી.

'તું તો બ્લૅક હોવી જોઈતી હતી'

હાદિયા ઓકિયાફોર, આઈવીએફ ભેળસેળ, કૅનેડા, આર્કિયોલોજિસ્ટ, 15 ભાઈબહેન, આઈવીએફ એટલે શું, ગર્ભધાન, વીર્યદાન શુક્રાણુઓ ડોનર દાદા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hadeya Okeafor

ઇમેજ કૅપ્શન, હાદિયા કહે છે કે "તેઓ હંમેશાં મારા પિતા હતા અને તેમણે જ મારો ઉછેર કર્યો"
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાદિયાનો ઉછેર પ્રિન્સ ઍડવર્ડ આઇલૅન્ડ ઉપર થયો હતો. હાદિયા કહે છે કે તેમનો પરિવાર સમગ્ર નગરમાં "અલગ તરી આવતો." હાદિયા કહે છે કે તેઓ જ્યારે હાઇસ્કૂલમાં હતાં, ત્યારે તેમણે કેટલીક વંશીય કહી શકાય એવી ટિપ્પણીઓ સાંભળવી પડી હતી.

હાદિયા કહે છે, "બીજા છોકરા ટિપ્પણી કરતા કે 'તું તો બ્લૅક હોવી જોઈતી હતી' અથવા તો આફ્રિકન હોવા અંગે બીજા પ્રકારની ટિપ્પણીઓ."

હાદિયા કહે છે કે તેમણે જે વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો, એના કરતાં તેમનાં નાના ભાઈ-ભાંડુઓએ વધુ ખરાબ ટિપ્પણીઓ સાંભળવી પડી. (આઈવીએફથી હાદિયાના જન્મ બાદ તેમનાં માતા-પિતાને કુદરતી રીતે વધુ ચાર સંતાનો થયાં.)

"હાદિયા કહે છે કે અમે ખૂબ જ નાના નગરમાં રહેતાં, એટલે કોઈ મારું સંબંધી હોય કે ન હોય, તેમણે સ્પષ્ટ રીતે વંશીય કહી શકાય એવી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો."

હાદિયા કહે છે કે તેમનું ગર્ભધાન કેવી રીતે થયું હતું એ "પાગલ કરી મૂકે" એવી વાત જાણ્યા પછી પણ તેમના અને પિતા વચ્ચેના સંબંધમાં કોઈ ફેર ન આવ્યો, માત્ર જીવન વિશેનું એક સત્ય જાણવા મળ્યું.

તેઓ કહે છે, "તેનાથી (ખુલાસાથી) મને મારા પ્રશ્નનો જવાબ મળ્યો, પરંતુ મને હજુ બધા સવાલના જવાબ નથી મળ્યા." તેઓ ઉમેરે છે કે તેઓ હજુ પણ એ વાત સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે આવી ભેળસેળ કેવી રીતે થઈ.

આઈવીએફ, અડચણ અને આશંકા

હાદિયા ઓકિયાફોર, આઈવીએફ ભેળસેળ, કૅનેડા, આર્કિયોલોજિસ્ટ, 15 ભાઈબહેન, આઈવીએફ એટલે શું, ગર્ભધાન, વીર્યદાન શુક્રાણુઓ ડોનર દાદા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hadeya Okeafor

ઇમેજ કૅપ્શન, હાદિયાનાં માતા-પિતા 1990ના દાયકામાં ટૉરન્ટોમાં મળ્યાં હતાં

હાદિયા કહે છે, "મારું બાળપણ ઢોંગ નહોતું. મેં પોતાની ઓળખ સાથે હંમેશાં મારી ઘાનાની વંશીય ઓળખને સામેલ કરી છે. અમારા ઘરમાં ઘાનાનું ભોજન બનતું. હું તે ભાષા સમજી શકું છું. હું તે બોલી નથી શકતી, પરંતુ ક્યારેક તે સમજી શકું છું."

1990ના દાયકામાં હાદિયાનાં માતા-પિતા ટૉરેન્ટોમાં મળ્યાં અને એક જ વર્ષમાં પરણી ગયાં.

હાદિયા કહે છે, "મારા પિતાનો જન્મ ઘાનાના તટીય શહેર ટેમામાં થયો હતો. તેઓ જ્યારે તેમની વીસીમાં હતા, ત્યારે તેઓ કૅનેડા આવી ગયા. અહીં તેઓ ટૉરેન્ટોમાં રહેતા. અહીં તેઓ મારાં માતાને મળ્યાં, જેઓ પ્રિન્સ ઍડ્વર્ડ આઇલૅન્ડનાં નૉર્થ રસ્ટિકોનાં હતાં."

વર્ષો સુધી વંધ્યત્વનો સામનો કર્યા બાદ તેમણે (હવે મૃત) ડૉ. ફિરોઝ ખામસીની ટૉરેન્ટો ફર્ટિલિટી ઍન્ડ સ્ટરિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવાનો નિર્ધાર કર્યો.

આઈવીએફની પ્રક્રિયામાં મહિલાનાં અંડ અને પુરુષના શુક્રાણુને લૅબોરેટરીમાં 'ફર્ટિલાઇઝ' કરવામાં આવે છે, એ પછી ગર્ભને મહિલાના ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે.

હાદિયા કહે છે, "મારા ખ્યાલથી તેમણે લગભગ સાત વર્ષ સુધી ગર્ભધાનના પ્રયાસ કર્યા, એ પછી તેમને સફળતા મળી."

દંપતીએ આઈવીએફ ઇન્સ્ટિટ્યૂટને વિનંતી કરી હતી કે તેઓ બ્લેક દાતાના શુક્રાણુ ઇચ્છે છે, જેથી કરીને માતા-પિતાનો સંયુક્ત વારસો જણાઈ આવે.

"હું જ્યારે જન્મી, ત્યારે માતા-પિતાને મારો શ્વેત વાન જોઈને ચોક્કસથી આશ્ચર્ય થયું હતું અને તેમણે આઈવીએફ ક્લિનિકમાં ફોન કર્યો હતો, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે 'વાન બદલે' તે માટે એકાદ વર્ષ રાહ જુઓ."

એક વર્ષ પછી જ્યારે હાદિયાનાં માતાએ ક્લિનિકને આ કેસમાં વધુ તપાસ કરવા માટે કહ્યું, તો વાત સ્પષ્ટ થઈ ગઈ. હાદિયાને માટે શુક્રાણુ આપનાર દાતા શ્વેત હતા અને તેમને લાલ-માથાવાળા માણસ તરીકે નિરૂપવામાં આવ્યા હતા.

હાદિયા કહે છે, "હું એક વર્ષની થઈ, ત્યારે ક્લિનિકે એક રીતે પુષ્ટિ કરી હતી કે... દાતાના સિરીંજ નંબર (વિશે) ચૂક થઈ હતી."

હાદિયાએ ભૂરા વાળવાળા પિતાને શોધવાનો પ્રયાસ કર્યો. ડૉ. ફિરોઝ ખામસીએ હાદિયાનાં માતા-પિતાને કહ્યું, "તમારી પાસે જે કંઈ છે, એના માટે આભાર માનવો જોઈએ. સુંદર પરિવાર અને મારે જે જોઈતું હતું, એ તમને મળ્યું. જો તમે ચાહો તો મને કોર્ટમાં લઈ જાવ, પરંતુ ઇન્શ્યોરન્સ તેના માટે જ હોય છે."

હાદિયા કહે છે કે વર્ષ 2003માં તેમનાં માતા-પિતાએ ક્લિનિક સામે સિવિલ કેસ દાખલ કર્યો. અદાલતની બહાર ચૂકવણું કરીને તેની પતાવટ કરવામાં આવી. આ રકમ સાર્વજનિક નથી થઈ.

"આ ખૂબ જ હાસ્યાસ્પદ હતું, કારણ કે અદાલતમાં તેમણે કહ્યું હતું કે હું કૉકેશિયન બાળક છું, તેની ખરાઈ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. પરંતુ મને લાગે છે કે તે એકદમ નિશ્ચિત હતું. એક રીતે તે મેડિકલ દૃષ્ટિએ દબાણ ઊભું કરવાનો પ્રયાસ હતો. સમગ્ર કાયદાકીય પ્રક્રિયા દરમિયાન આવું જ થયું."

હાદિયા કહે છે, તેમના કેસની કોઈ "સીધી અસર ન થઈ" અને ક્લિનિક બંધ ન થયું ત્યાર સુધી ચાલતું રહ્યું.

સીપીએસઓના નિવેદન પ્રમાણે, ડૉ. ફિરોઝ ખામસીએ માર્ચ-2011માં કૉલેજ ઑફ ફિઝિશિયન્સ ઍન્ડ સર્જન્સ ઑફ ઑન્ટારિયોના (સીપીએસઓ) સભ્યપદેથી રાજીનામું આપ્યું, જેની સામે તબીબી નિયામકે ૨૬ દર્દીઓની સારવાર અને સેવા-શુશ્રૂષાના રેકૉર્ડ રાખવામાં ચિંતા વ્યક્ત કરતી સુનાવણી પડતી મૂકવામાં આવી.

ડૉ. ફિરોઝ ખામસીએ ઑન્ટારિયો કે અન્ય કોઈ પ્રાંતમાં તબીબ તરીકે નામ નોંધાવવા માટે અરજી કે પુનઃઅરજી ન કરવા માટે સહમતી આપી.

હાદિયા કહે છે કે વર્ષ 2003માં તેમનાં માતા-પિતાએ ક્લિનિક સામે સિવિલ કેસ દાખલ કર્યો. અદાલતની બહાર ચૂકવણું કરીને તેની પતાવટ કરવામાં આવી. આ રકમ સાર્વજનિક નથી થઈ.

"આ ખૂબ જ હાસ્યાસ્પદ હતું, કારણ કે અદાલતમાં તેમણે કહ્યું હતું કે હું કોકાસિયન બાળક છું, તેની ખરાઈ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. પરંતુ મને લાગે છે કે તે એકદમ નિશ્ચિત હતું. એક રીતે તે મેડિકલ દૃષ્ટિએ દબાણ ઊભું કરવાનો પ્રયાસ હતો. સમગ્ર કાયદાકીય પ્રક્રિયા દરમિયાન આવું જ થયું."

હાદિયા કહે છે, તેમના કેસની કોઈ "સીધી અસર ન થઈ" અને બંધ ન થયું, ત્યાર સુધી ક્લિનિક ચાલતું રહ્યું.

સીપીએસઓના નિવેદન પ્રમાણે, ડૉ. ફિરોઝ ખામસીએ માર્ચ-2011માં કૉલેજ ઑફ ફિઝિશિયન્સ ઍન્ડ સર્જન્સ ઑફ ઑન્ટારિયોના (સીપીએસઓ) સભ્યપદેથી રાજીનામું આપ્યું, જેની સાટે તબીબી નિયામકે 26 દર્દીઓની સારવાર અને સેવાસુશ્રુષાના રેકૉર્ડ રાખવામાં ચિંતા વ્યક્ત કરતી સુનાવણી પડતી મૂકવામાં આવી.

ડૉ. ફિરોઝ ખામસીએ ઑન્ટારિયો કે અન્ય કોઈ પ્રાંતમાં તબીબ તરીકે નામ નોંધાવવા માટે અરજી કે પુનઃઅરજી ન કરવા માટે સહમતી આપી.

15થી વધુ ભાઈ-બહેન

હાદિયા ઓકિયાફોર, આઈવીએફ ભેળસેળ, કૅનેડા, આર્કિયોલોજિસ્ટ, 15 ભાઈબહેન, આઈવીએફ એટલે શું, ગર્ભધાન, વીર્યદાન શુક્રાણુઓ ડોનર દાદા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hadeya Okeafor

ઇમેજ કૅપ્શન, હાદિયા

હાદિયાએ વર્ષ 2019માં ડીએનએ ટેસ્ટિંગ કરાવ્યું, જેથી કરીને પોતાના જૈવિક પિતા વિશે જાણી શકે, પરંતુ તેમાં કોઈ માહિતી ન મળી.

પાંચ વર્ષ પછી કોઈકે હાદિયાનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓના ડીએનએ મૅચ થઈ ગયા છે. આના પછી હાદિયાને 12 'સાવકા ભાઈ-ભાંડુ' વિશે જાણવા મળ્યું. હાદિયાનાં મોટાં ભાગનાં ભાઈ-બહેનોનું ગર્ભધાન વર્ષ 1994થી 1998ની વચ્ચે થયું હતું અને તેમના દાતા એક જ હતા.

હાદિયા કહે છે, "મારે 12 ભાઈ-ભાંડુ છે એ વાત જાણી, ત્યારે મારું મગજ ચકરાવે ચઢી ગયું હતું. એ પછી વધુ ત્રણ વિશે માહિતી મળી."

"તમે એવી આશા રાખો છો કે (તમે) તબીબી આંકડો બની ન રહો, પરંતુ તમે એક ટકામાંથી છો, એ વાત જાણીને એવું જ લાગે – આ વાત જાણવી ખૂબ જ ભારે હતી."

હાદિયા કહે છે, "અમને માલૂમ પડ્યું કે ભાઈ-ભાંડુના સમૂહમાં ભેળસેળ થઈ હોય એવી હું એકમાત્ર ન હતી, જેના કારણે મારી પોતાની કહાણીની તપાસમાં તથા બીજા કેટલાક સવાલો ઊભા થયા."

તેઓ કહે છે, "અમારાં બધાંનાં માતાઓને એક વાત કહેવામાં આવી હતી કે દાતા થકી છથી આઠ કરતાં વધુ બાળકોનું ગર્ભધાન નહીં કરાવવામાં આવે."

આમ છતાં ઓછામાં ઓછી 15 આઈવીએફ ટ્રીટમેન્ટ માટે દાતાના શુક્રાણુનો ઉપયોગ થયો હતો. આ વાત જાણીને બધાને આંચકો લાગ્યો હતો. વિશેષ કરીને જેમને ખબર નહોતી કે તેમનો જન્મ દાતાના શુક્રાણુઓ થકી થયો છે.

દાતાની દીકરીઓના કહેવા પ્રમાણે, તેમના પિતાને લાગતું હતું કે વર્ષ 1994માં તેમણે યુનિવર્સિટી ઑફ કાલગેરી માટે વીર્યદાન કર્યું હતું. આમ છતાં કોઈક રીતે આ શુક્રાણુ ક્લિનિક સુધી પહોંચ્યા હતા.

કોઈ એક દાતા કેટલાં બાળકોના જન્મ માટે બીજદાન કરી શકે, તે અંગે કૅનેડામાં કોઈ મર્યાદા નથી. આમ છતાં કેટલાંક ક્લિનિક તેમના વ્યવસાયિક વિવેકનો ઉપયોગ કરીને જાતે જ ટોચમર્યાદા લાદતા હોય છે.

'હું ખુશનસીબ છું'

હાદિયા ઓકિયાફોર, આઈવીએફ ભેળસેળ, કૅનેડા, આર્કિયોલોજિસ્ટ, 15 ભાઈબહેન, આઈવીએફ એટલે શું, ગર્ભધાન, વીર્યદાન શુક્રાણુઓ ડોનર દાદા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hadeya Okeafor

ઇમેજ કૅપ્શન, હાદિયા તેમનાં ભાઈ અને પિતા સાથે

એક જ દાતા થકી જન્મેલાં અન્ય ભાઈ-બહેનોએ એક ગ્રૂપ બનાવ્યું છે, જેથી કરીને તેઓ પરસ્પર સંપર્કમાં રહી શકે તથા એકબીજા વિશે જાણી શકે.

"મારો જૈવિક ભાઈ મારા ઘરથી બે શેરી મૂકીને જ રહેતો હતો, છતાં અમને બંનેને એકબીજા વિશે ખબર ન હતી."

બેવડો વંશીય વારસો ધરાવતા પરિવારમાં ઉછેર બદલ હાદિયા પોતાની જાતને ખુશનસીબ માને છે. તેઓ કહે છે:

"મારા પિતા કૅનેડાના પહેલી પેઢીના ઇમિગ્રન્ટ છે. તેમને પોતાની સંસ્કૃતિ ઉપર ગર્વ હતો તથા આ વાત તેમણે ક્યારેય છુપાવી ન હતી. એટલે હું નસીબદાર છું કે અમુક રીતે બેવડા સાંસ્કૃતિક (દૃષ્ટિકોણ) સાથે ઉછેર થયો. મેં ઘાના તથા પ્રિન્સ ઍડવર્ડ આઇલૅન્ડમાં ફ્રાન્સની સંસ્કૃતિની અનુભૂતિ કરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન