પૂર આવ્યું, લૉકરમાં પાણી ભરાયું અને પરિવારનું 200 વર્ષ જૂનું રહસ્ય છતું થઈ ગયું

ઇમેજ સ્રોત, Getty Images
રિચર્ડ બ્લૅક જ્યારે મોટા થઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે તેમના પરિવારના ઇતિહાસ અને ‘ગુમ થઈ ચૂકેલા વૈભવ’ સંબંધિત ખૂબ ઓછી માહિતી હતી. પરંતુ વર્ષ 1990માં આવેલા એક પૂરને કારણે તેમને તેમના વડવાઓની ઍટલાન્ટિક મહાસાગરના બને છેડેથી ચાલતા ગુલામોના વેપારમાં ભૂમિકા અંગે ખબર પડી.
જ્યારે તેઓ બાળક હતા ત્યારે દૂરસુદૂરનાં ક્ષેત્રોમાં તલવાર અને રણશિંગાંવાળી તેમના પરિવારનાં ઇતિહાસ અને સાહસને લગતી કથાઓ તેમનાં દાદીના મોઢે સાંભળવું તેમને ખૂબ કુતૂહલભર્યું લાગતું.
તેઓ પર્થશાયરમાં ગ્રાન્ટ્સ ઑફ કિલ્ગ્રાસ્ટન હાઉસ પરિવારના સભ્ય છે. તેમનાં માતા રાણી વિક્ટોરિયાનું ચિત્ર બનાવનાર સર ફ્રાન્સિસ ગ્રાન્ટ અને 19મી સદીનાં શિલ્પકાર મેરી ગ્રાન્ટનાં વંશજ હતાં.
તેઓ જાતે કલાના શોખીન છે. તેઓ કહે છે કે તેમની પારિવારિક સંપત્તિ અને મોભા પાછળનું રહસ્ય શું છે તેનો તેમને બિલકુલ આભાસ નહોતો.
તેમણે કહ્યું, “એ બધું એક રહસ્ય સમાન હતું.”
તેઓ પર્થ ખાતેની એક ભૂતપૂર્વ બૅન્ક બિલ્ડિંગમાં એક લીગલ પ્રૅક્ટિસ કરનાર એક પાર્ટનર હતા. એ સમયે જાન્યુઆરી 1993માં નજીકની ટે નદીમાં પૂર આવ્યું હતું. આના કારણે બૅન્કના લૉકરમાં અઢી ફૂટ સુધી કાદવવાળું પાણી ઘૂસી ગયું હતું. આ લૉકરનો ઉપયોગ કાયદાકીય દસ્તાવેજો રાખવા માટે કરાતો. પરંતુ જ્યારે આ પાણી નીચે ઊતર્યું તો તેમના ડેસ્ક પર કિલગ્રાસ્ટન નામ લખેલા બૉક્સ આવવા લાગ્યા.
આ બૉક્સમાં રહેલા દસ્તાવેજો તરફ નજર ફેરવતા તેમની નજર વર્ષ 1787ના એક દસ્તાવેજ પર પડી. તેમના વડવાને કિલગ્રાસ્ટન એસ્ટેટ વેચાણ આપ્યાની આ રસીદ હતી.
રિચર્ડે કહ્યું, “આ બાબત મારા માટે એક ઉદ્દીપક સમાન હતી. આ બાબતથી હું જાણવા માગતો હતો કે કેવી રીતે આ જ્હૉન ગ્રાન્ટ આજના બે મિલિયન પાઉન્ડની કિંમતવાળું પર્થની દક્ષિણ દિશાએ આવેલું એસ્ટેટ ખરીદવા જેટલા પૈસા એકત્રિત કરી શક્યા હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“એ સમયથી અત્યાર સુધી જમૈકા અને સ્કૉટલૅન્ડની દાસપ્રથામાં સંડોવણી સંબંધિત વાતોને સંદર્ભે મારા માટે માહિતીનો જાણે વિસ્ફોટ થયો.”

પરિવારના ઇતિહાસ પર ગુલામી પ્રથાનો પડછાયો

ઇમેજ સ્રોત, RICHARD BLAKE
બ્લૅકને પોતાના સંશોધન બાદ ખબર પડી હતી કે જ્હૉન અને પેઇન્ટર સર ફ્રાન્સિસના પિતા અને જ્હૉનના ભાઈ ફ્રાન્સિસે વર્ષ 1750માં તરુણાવસ્થા દરમિયાન સ્કૉટલૅન્ડ છોડ્યું હતું. પોતાનો જમૈકા સુધીનો પ્રવેશ શરૂ કરતા પહેલાં બંનેએ અમુક વર્ષો સુધી કૅનેડાના નોવા સ્કોશિયા ખાતે કામ કર્યું હતું.
આ સ્થળ એ બ્રિટિશ સામ્રાજ્યનું ટોચનું ખાંડઉત્પાદક ક્ષેત્ર હતું. તેમજ વર્ષ 1800 સુધીમાં આ ટાપુની ત્રીજા ભાગની જમીનોના માલિકીહક સ્કૉટ લોકો પાસે હતા, તેમજ આ લોકો દાસપ્રથા પર ખૂબ આધાર રાખતા.
જ્હૉન અને ફ્રાન્સિસે ઍટર્ની તરીકે કામ કરતા હતા, તેઓ ગેરહાજર રહેનારા જમીનમાલિકો માટે ખેતીનું કામ જોતા હતા.
સમય જતાં જ્હૉન જમૈકાના ચીફ જસ્ટિસ બની ગયા અને તેમના ભાઈએ દાસો સાથે ખેતી માટેની જમીન ખરીદી લીધી.

ઇતિહાસના પાના પર પથરાયેલી ધૂળ કેવી રીતે હઠી?

ઇમેજ સ્રોત, NAYA STEEVENS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે તેમણે બ્રિસ્ટલ ખાતે એક વહાણમાં રસ અંગેની અસ્પષ્ટ માહિતી વાંચી ત્યારે બ્લૅકને ફ્રાન્સિસ ગાન્ટ પણ ગુલામોના વેપારી હોવા બાબતે શંકા થઈ હતી.
એ સમયે બ્રિસ્ટલ દાસોના વેપાર માટેનું મોટું બંદર હતું, ત્યાં દાસો રાખીને તૈયાર કરાયેલ ખાંડ, દારુ અને કોકો જેવા ઉત્પાદનો સાથે વહાણો પહોંચતાં. જે બાદમાં દાસપ્રથા માટે લોકોને ખરીદવા પશ્વિમ આફ્રિકા જતાં.
બ્લૅકે કહ્યું, “મને પ્રાપ્ત થયેલી દાસપ્રથા અને વેપાર સાથે એટલી બધી સંકળાયેલી હતી કે આ જાણીને મને ખૂબ ઝાટકો લાગ્યો હતો. આ હકીકતોથી હું મારા વારસા અંગે જે રીતે વિચારતો એ બાબત બદલાઈ ગઈ હતી, હું મારા બૅકગ્રાઉન્ડના આ પાસા અંગે જે અનુભવતો એ હવે બિલકુલ બદલાઈ ગયું હતું.”
યુનિવર્સિટી ઑફ ગ્લાસગો ખાતે ઇતિહાસના વ્યાખ્યાતા ડૉ. સ્ટીફન મલને કહ્યું કે બ્લૅકના વડવાની માફક એ દિવસોમાં સ્કૉટલૅન્ડના લોકોએ ‘અઢળક’ સંપત્તિ દેશમાં લાવી હતી.
તેમણે કહ્યું, "જો હાલની સમયના સંદર્ભમાં ગણવામાં આવે તો મારી ગણતરી અનુસાર સ્કૉટિશ પ્રવાસીઓને વર્ષ 1784થી 1858ની વચ્ચે વેસ્ટ ઇન્ડીઝથી 894 મિલિયન પાઉન્ડની કમાણી થઈ હતી."
આ વર્ષે દાસપ્રથા સાથે સંકળાયેલ વધુ એક કુટુંબ ટ્રેવેલિયને માફી માગવાની અને ગ્રેનેડાને પોતાની આ પ્રથામાં સામેલગીરી માટે વળતર ચૂકવવાની તૈયારી બતાવી છે.
એ સમયે લોરા ટ્રેવેલિયને 30 વર્ષની સેવા બાદ બીબીસી છોડી દીધી હતી અને દાસપ્રથા માટે હાનિપૂર્તિ માટેનાં ફુલ ટાઇમ ચળવળકાર બન્યાં હતાં.
ટ્રેવેલિયન કુટુંબની માફક ગ્રાન્ટ કુટુંબને પણ વર્ષ 1833માં જ્યારે યુકેની સરકારે દાસપ્રથા નાબૂદ કરી એ સમયે વળતર ચૂકવાયું હતું.
બ્લૅકે કહ્યું કે, “ગ્રાન્ટ કુટુંબ વર્ષ 1950માં ખતમ થઈ ગયું અને 19મી સદીમાં વૈભવ પણ સમાપ્ત થઈ ગયો હતો.”
તેમણે કહ્યું, “જો આ કિસ્સામાં હાનિપૂર્તિ કરાય તો એ સરકાર પાસે જવી જોઈએ.”

ઇમેજ સ્રોત, KILGRASTON SCHOOL
દાસપ્રથાની નાબૂદી બાદ જ્યારે ખાંડની ખેતીમાંથી થતી આવક બંધ થઈ જતાં ગ્રાન્ટ પરિવારનો વૈભવ ખતમ થઈ ગયો. જ્હૉન પેટ્રિક ગ્રાન્ટે સંપત્તિનો સોદો કરી દીધો અને વર્ષ 1916માં મકાન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું.
બાદમાં આ ઇમારત કૅથલિક ચૅરિટી દ્વારા ખરીદી લેવાઈ હતી અને હવે તેનો ઉપયોગ એક ખાનગી બોર્ડિંગ સ્કૂલ તરીકે થાય છે.
તાજેતરમાં આ સ્કૂલને વિદ્યાર્થીઓના વાલીઓ અને સહાયકર્તાઓની મદદથી બંધ થવાથી બચાવાઈ હતી.
એડિનબર્ગ કૅરિબિયન ઍસોસિયેશનનાં ફાઉન્ડર લીસા વિલિયમ્સે કહ્યું હતું કે “શોષણકર્તા વૈશ્વિક જોડાણ”નો સ્વીકાર કરવા માટે સ્કૉટિશ સંસ્થાઓની સમજાવટ માટે વર્ષો સુધી ચળવળ ચલાવવી પડી છે.
તેઓ કહે છે કે, “પાછલા ત્રણ દાયકાથી સામ્રાજ્યવાદી સ્કૉટલૅન્ડ અંગે જાણકારી વધુ વિસ્તૃત બને એ માટેના પ્રયાસો બળવત્તર બનતા ગયા છે.”
બ્લૅકે કહ્યું કે પરિવારની સંપત્તિ વેચનાર જેપી ગ્રાન્ટે વર્ષો જૂના એક કાગળ પર લખ્યું છે કે, “એક રસપ્રદ ઐતિહાસિક પરંતુ વાંચવામાં તાણ સર્જે એવો દસ્તાવેજ.”
બ્લૅક કહે છે કે, “જ્યાં સુધી હું સમજી શકું છું ત્યાં સુધી જેપી ગ્રાન્ટે પારિવારિક દસ્તાવેજોને યોગ્ય રીતે જાળવવામાં ખૂબ રસ લીધો હતો, નહીંતર તેઓ આ દસ્તાવેજ કેમ રાખે?”
“શું તેઓ શોષણ માટેના દસ્તાવેજો જળવાઈ રહે એવું ઇચ્છતા હતા?”
બ્લૅકે 'સુગર, સ્લેવ્સ ઍન્ડ હાઇ સોસાયટી' નામે એક પુસ્તક લખ્યું છે. જે તેમના પરિવારે આચરેલા શોષણ અને જમૈકામાં તેમણે કેવી રીતે સંપત્તિ મેળવી એ વિશે છે. આ પુસ્તકમાં તેઓ ગ્રાન્ટ બંધુઓ દ્વારા કરાયેલ પ્રવૃત્તિને ‘નૈતિક દૃષ્ટિએ પ્રતિકૂળ’ ગણાવે છે.
તેઓ કહે છે કે, “હું આ બધું બૉક્સમાં બંધ રહેવા દઈ શક્યો હોત, પરંતુ મારા માટે અને મારા કુટુંબ માટે અમારું બૅકગ્રાઉન્ડ જાણવું એ ખૂબ મહત્ત્વપૂર્ણ હતું અને મને લાગે છે કે આ બધી હકીકતો બધાની સામે આવે અને તેના પર ચર્ચા થાય એ યોગ્ય છે.”
“આ કામ કરતાં મને 30 વર્ષ લાગ્યાં, આ એક ભેદક પ્રક્રિયા હતી.”
“હું સમજી શકું છું કે પૈસા કમાવવાની તેમની ઇચ્છા પાછળ શું કારણભૂત હતું – પરંતુ નૈતિક પ્રશ્ન અંગે હું હજુ વિચારું છું અને આ મારી સાથે લગભગ હંમેશાં માટે રહેશે.”














