હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન કેમ બનાવાયા?

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા

મુંબઈ ઇન્ડિયન્સે દુબઈમાં મિની ઑક્શન અગાઉ ગુજરાત ટાઇટન્સના પૂર્વ કપ્તાન હાર્દિક પંડ્યાને આઈપીએલ 2024 માટે પોતાની ટીમના કપ્તાન બનાવી દીધા છે.

પણ આ પછી રોહિત શર્માના ચાહકોએ આ નિર્ણયની ટીકા કરવાનું શરૂ કરી દીધું.

રોહિતને કપ્તાનીમાંથી હટાવી દેવાયા પછી મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લાખો લોકોએ અનફૉલો કરી દીધું.

ટીમના કપ્તાન રોહિત હતા ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કરોડ ચાળીસ લાખથી વધારે ફોલૉઅર્સ હતા. પણ હવે ટીમના માત્ર એક કરોડ 28 લાખ ફોલૉઅર્સ રહી ગયા છે.

ચાહકોએ મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિતનું સમર્થન કર્યું છે અને ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

રોહિતને કૅપ્ટનશિપથી હટાવવાના સમાચાર આવ્યા બાદથી રોહિત શર્મા અને મુંબઈ ઇન્ડિયન્સ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ચર્ચામાં છે.

આ સાથે આઈપીએલ 2024, કૅપ્ટનસી, હિટમૅન, શેમ ઑન એમઆઈ અને અંબાણી જેવા શબ્દો પણ શુક્રવાર રાતથી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

ચાહકો પણ અલગ-અલગ પોસ્ટ પર કૉમેન્ટ થકી પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

મહેન્દ્રસિંહ ધોનીના ચેન્નાઈ સુપર કિંગ્સના ફોલૉઅર્સની સંખ્યા પહેલેથી જ ઘણી વધારે હતી પરંતુ મુંબઈના આ મોટા પગલા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલૉઅર્સ ધરાવતી આઈપીએલ ટીમ બની ગઈ છે.

ઇન્સ્ટાગ્રામ પર ચેન્નાઈ સુપર કિંગ્સના ફોલૉઅર્સની સંખ્યા હવે વધીને 13 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. તે જ સમયે મુંબઈ ઇન્ડિયન્સના ફોલૉઅર્સની સંખ્યા ઘટીને એક કરોડ 28 લાખ થઈ ગઈ છે.

રોહિત શર્માના બદલે પંડ્યાને કેમ કપ્તાન બનાવાયા?

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રોહિત શર્માના બદલે હાર્દિક પંડ્યાને કપ્તાન બનાવવાના સમર્થનમાં પણ ઘણા લોકો તર્ક રજૂ કરી રહ્યા છે.

નિષ્ણાતોએ પંડ્યાને કપ્તાન બનાવવાના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું છે કે રોહિત શર્મા 36 વર્ષના છે જ્યારે હાર્દિક પંડ્યા 30 વર્ષના છે.

તેમનું કહેવું છે કે રોહિતે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પણ ગુજરાત ટાઇટન્સને હાર્દિક પંડ્યા ઓછા સમયમાં જ નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતા.

તેમની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે આઈપીએલ પણ જીતી. ગત સિઝનમાં તેઓ ગુજરાત ટાઇટન્સને ફાઇનલ સુધી લઈ ગયા હતા.

નિષ્ણાતોનું કહેવું છે કે એમાં કોઈ શંકા નથી કે રોહિત શર્મા સારા કપ્તાન છે. તેમણે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વાર ચૅમ્પિયન બનાવી છે.

પણ આઈપીએલની છેલ્લી સિઝનમાં તેમનું બૅટ ચાલ્યું નથી. બીજી બાજુ પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ એક મજબૂત ટીમ તરીકે સામે આવી.

હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના પાંચમા રેગ્યુલર કપ્તાન હશે. તેમની અગાઉ રોહિત શર્મા. રિકી પૉન્ટિંગ, હરભજનસિંહ અને સચીન તેંદુલકર ટીમની કપ્તાની કરી ચૂક્યા છે.

ભારતીય ટી-20 ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે શનિવારે સવારે તેમના સોશિયલ મીડિયા હૅન્ડલ પર ‘ભગ્ન હૃદય’નું ઇમોજી શૅર કર્યું છે. આને લઈને અંદાજ લગાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

હાર્દિક પંડ્યાની સફળતા

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાર્દિક પંડ્યા

પંડ્યાએ પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચૅમ્પિયન બનાવી હતી. ગુજરાતની ટીમ 2022ની સિઝનમાં ચૅમ્પિયન બની અને 2023માં રનર-અપ રહી.

ગુજરાત ટાઇટન્સે પંડ્યાના સ્થાને શુભમન ગિલને કપ્તાન બનાવ્યા છે.

હાલ મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની ભૂમિકા સ્પષ્ટ નથી કરી. પણ કેટલાક દિવસો અગાઉ મુંબઈ ઇન્ડિયન્સે પંડ્યાને ગુજરાત ટાઇટન્સ પાસેથી 15 કરોડની ફી ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

આ પછીથી જ એ અંદાજ લગાવાઈ રહ્યો હતો કે પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન બનાવાશે.

મુંબઈ ઇન્ડિયન્સે શુક્રવારે કહ્યું હતું કે પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાનરૂપે કમાન સંભાળવા તૈયાર છે. તેઓ સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અને સૌથી સફળ કપ્તાન રોહિત શર્માની જગ્યા લેશે.

સૂર્યકુમાર યાદવે શું પ્રતિક્રિયા આપી?

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, DANIEL POCKETT-ICC/ICC VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમાર યાદવ

ભારતીય ટી-20ના કપ્તાન સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર ‘ભગ્ન હૃદય’ની ઈમોજી શૅર કર્યા પછી લોકોએ અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું.

તેના પર એક યૂઝર હર્ષિત 2.0એ લખ્યું કે તેમનું હૃદય તેમના કપ્તાન રોહિત શર્મા માટે તૂટ્યું છે. મનાય છે કે સૂર્યકુમાર યાદવે રોહિત શર્માનું સમર્થન કર્યું છે.

સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા પર ચાહકોએ શું કહ્યું?

સૂર્યકુમાર યાદવની સોશિયલ મીડિયા પોસ્ટ

ઇમેજ સ્રોત, X

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમાર યાદવની સોશિયલ મીડિયા પોસ્ટ

ઋત્વિક સક્સેનાએ પોસ્ટમાં લખ્યું કે હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન બનાવાયા તેથી હું દુખી છું.

ત્યાં જ હશલર નામના યૂઝરે લખ્યું કે હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સમાં કંઈક બરાબર નથી ચાલી રહ્યું.

એક યૂઝર અરવિંદ કાલિરવાનાએ લખ્યું કે અમે કપ્તાન રોહિત શર્માને પાછા લેવા માગીએ છીએ.

બીબીસી
બીબીસી