નેપાળ વિમાન દુર્ઘટનાઃ અકસ્માતની છેલ્લી ક્ષણોમાં શું થયું હતું? ભારતીય મૃતકોના પરિવારજનો શું કહે છે?

સોનુ જયસ્વાલ
ઇમેજ કૅપ્શન, સોનુ જયસ્વાલ
    • લેેખક, ઝોયા માટીન
    • પદ, બીબીસી ન્યુઝ, દિલ્હી
બીબીસી ગુજરાતી
  • સૌથી ઘાતક વિમાન દુર્ઘટના બાદ ભારતમાં એક વીડિયો વાયરલ થયો હતો
  • સોનુ ભારતના ગાઝીપુરના વતની હતા અને તેમના દોસ્તો સાથે કાઠમંડુથી પોખરા જતી ફ્લાઈટમાં નેપાળ જઈ રહ્યા હતા
  • પ્લેન બદામી-હરિયાળા ખેતરોની આસપાસ ફેલાયેલી ઇમારતોની પરથી ઉડતું જોવા મળે છે
  • દુર્ઘટના સ્થળેથી બ્લૅક બૉક્સ મળી આવ્યું છે
  • વિમાન લૅન્ડ થતા પહેલા પાઇલટે લૅન્ડિંગ પૅડ બદલવાનો નિર્ણય કર્યો હતો
બીબીસી ગુજરાતી

નેપાળમાં ત્રીસ વર્ષ પછી, ગયા રવિવારે થયેલી સૌથી ઘાતક વિમાન દુર્ઘટના બાદ ભારતમાં એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓ પૈકીના એક સોનુ જયસ્વાલ પ્લેન તૂટી પડ્યાની કેટલીક ક્ષણ પહેલાં સુધી લાઈવસ્ટ્રીમિંગ કરતા જોવા મળ્યા હતા.

સોનુ ભારતના ગાઝીપુરના વતની હતા અને તેમના ચાર દોસ્તોનો ગ્રૂપ સાથે કાઠમંડુથી પોખરા જતી ફ્લાઈટમાં નેપાળ જઈ રહ્યા હતા.

વીડિયો ફૂટેજમાં, પ્લેન તૂટી પડ્યું તે પહેલાં પોખરા એરપોર્ટની આજુબાજુનાં દૃશ્યો જોવાં મળે છે. પ્લેન બદામી-હરિયાળા ખેતરોની આસપાસ ફેલાયેલી ઇમારતોની પરથી ઊડતું જોવા મળે છે.

એ પછી સોનુ કૅમેરો પોતાના તરફ ફેરવે છે, સ્મિત કરે છે અને પ્લેનમાંના અન્ય મુસાફરો દેખાડવા કૅમેરા તેમના તરફ ફેરવે છે.

એ પછીની ગણતરીની ક્ષણોમાં જ પ્લેન ધડાકાભેર તૂટી પડે છે. જંગી જ્વાળા અને ધુમાડો સ્ક્રીન પર ફરી વળે છે, પરંતુ કૅમેરામાં રેકૉર્ડિંગ ચાલુ રહે છે. વીડિયોના અંત પહેલાં એન્જિનની ઘરઘરાટી તથા ગ્લાસ તૂટવાના અવાજ સાથે પ્રવાસીઓની ચીસો સાંભળવા મળે છે.

બીબીસી ગુજરાતી

કઈ રીતે મળ્યું ઇન્ટરનેટ?

નેપાળમાં વિમાન દુર્ઘટના

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, પ્લેન સેતી નદી નજીકની ખીણમાં તૂટી પડ્યું હતું

સોનુના દોસ્તો તથા પરિવારજનોએ વીડિયોની પુષ્ટિ કરતાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે એ વીડિયો સોનુના ફેસબુક ઍકાઉન્ટ પર નિહાળ્યો હતો.

સોનુના મિત્ર મુકેશ કશ્યપે કહ્યું હતું કે, “પ્લેન સેતી નદી નજીકની ખીણમાં તૂટી પડ્યું ત્યારે સોનુ લાઇવ-સ્ટ્રીમિંગ કરતા હતા.”

સ્થાનિક પત્રકાર શશિકાંત તિવારીએ બીબીસીને જણાવ્યું હતું કે, “કશ્યપે તેમને એ વીડિયો સોનુના ફેસબુક પેજ પર દેખાડ્યો હતો.”

પોતે પ્લેનમાં પ્રવાસ કરતા હતા, ત્યારે સોનુએ વીડિયો સ્ટ્રીમ કરવા માટે ઇન્ટરનેટની સુવિધા કઈ રીતે મેળવી હતી તે સ્પષ્ટ થયું નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

YouTube કન્ટેન્ટ પૂર્ણ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેપાળના ભૂતપૂર્વ સંસદસભ્ય અભિષેક પ્રતાપ શાહે ભારતીય ન્યૂઝ ચેનલ એનડીટીવીને જણાવ્યું હતું કે, “ બચાવ કર્મચારીઓએ પ્લેનના કાટમાળમાંથી સોનુનો ફોન શોધી કાઢ્યો છે. “તે વીડિયો ક્લિપ મને મારા એક દોસ્તે મોકલી હતી અને દોસ્તને તે એક પોલીસ અધિકારી પાસેથી મળી હતી. તે વાસ્તવિક રેકૉર્ડિંગ છે,” એમ શાહે કહ્યું હતું.

તે વીડિયો ફૂટેજ બાબતે નેપાળના અધિકારીઓએ કોઈ ટિપ્પણી કરી નથી કે તેમના દાવાને સમર્થન આપ્યું નથી. એ ફૂટેજ તપાસ અધિકારીઓને તેમના કામમાં મદદરૂપ થઈ શકે છે.

જોકે, દુર્ઘટનાનો ભોગ બનેલા સોનુ જયસ્વાલ, અભિષેક કુશવાહા, અનિલ રાજભર અને વિશાલ શર્માના પરિવારજનો માટે તેમાંથી કશું જ મહત્ત્વનું નથી. તેઓ કહે છે કે, તેમને “જોરદાર આઘાત લાગ્યો છે.”

અભિષેક કુશવાહાના ભાઈ ચંદ્રભાણ મૌર્યએ કહ્યું હતું કે, “પીડા સમજાવવી મુશ્કેલ છે. સરકારે અમને શક્ય હોય તેટલી મદદ કરવી જોઈએ. અમારા પ્રિયજનોના મૃતદેહ અમારે હવાલે કરવામાં આવે તેવું ઇચ્છીએ છીએ.”

ઉત્તર પ્રદેશના ગાઝીપુરના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, “તેઓ શક્ય તેટલી મદદ કરવા માટે ચાર પ્રવાસીઓના પરિવાર સાથે અને કાઠમંડુમાંના ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે.”

ગામના અનેક લોકો ચારેય મૃતકોને “દયાળુ, આનંદી આત્મા” તરીકે યાદ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, “અન્યથા શાંતિભર્યા રહેતા જીવનમાં બનેલી આ દુર્ઘટનાથી તેઓ બરબાદ થઈ ગયા છે. એમના પૈકીના કેટલાક, મૃતકોના પરિવારોને વળતરની માગણી માટેના વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થયા હતા.”

ચારેય મૃતક યુવાનો વર્ષોથી દોસ્ત હતા અને મોટાભાગનો સમય સાથે જ પસાર કરતા હતા.

બીબીસી ગુજરાતી

“હું વીડિયો ક્લિપ જોવાની હિંમત કરી શક્યો નથી”

નેપાળમાં
ઇમેજ કૅપ્શન, પાડોશમાંના શોકાતુર લોકો દુર્ઘટના બની હોવાનું માની શકતા નથી

સ્થાનિકોને જણાવ્યા મુજબ, તેઓ કાઠમંડુના પાદરે આવેલા ભગવાન શિવના ભવ્ય પશુપતિનાથ મંદિરના દર્શનાર્થે 13 જાન્યુઆરીએ નેપાળ ગયા હતા. ત્રણ બાળકોના પિતા સોનુ જયસ્વાલના કહેવાથી તેઓ નેપાળ ગયા હતા. સોનુને વધુ એક પુત્રની કામના હતી.

મંદિરમાં દર્શન કર્યા પછી ચારેય દોસ્ત પેરાગ્લાઇડ માટે પોખરા જવા રવાના થયા હતા. પોખરા અન્નપૂર્ણા પર્વતમાળા નજીક આકાર પામેલું મનોહર પ્રવાસસ્થાન છે.

પોખરાથી તેઓ કાઠમંડુ પાછા ફરવાના હતા, “પરંતુ તેમના નસીબમાં કશુંક જુદું લખાયેલું હતું,” એમ સોનુ જયસ્વાલના એક અનામી સંબંધીએ પીટીઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું.

એ ચારનો પ્લેનમાંના કુલ પાંચ ભારતીય પ્રવાસીઓમાં સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, “53 પ્રવાસીઓ નેપાળના હતા, જ્યારે ચાર રશિયાના, બે કોરિયાના અને બ્રિટન, આર્જેન્ટિના તથા ફ્રાન્સના એક-એક પ્રવાસી હતા.”

ભારતમાં સોશિયલ મીડિયામાં સોમવારે દુર્ઘટના સ્થળના ઢગલાબંધ ફોટોગ્રાફ્સ તથા સોનુ જયસ્વાલે શૂટ કરેલો વીડિયો જોવા મળ્યા હતા.

સોનુના પિતા રાજેન્દ્રપ્રસાદ જયસ્વાલે કહ્યું હતું કે, “હું વીડિયો ક્લિપ જોવાની હિંમત કરી શક્યો નથી. મેં આ બાબતે સોનુના દોસ્તો પાસેથી વાતો જ સાંભળી છે. અમારું જીવન ભાંગી પડ્યું છે.”

પાડોશમાંના શોકાતુર લોકો દુર્ઘટના બની હોવાનું માની શકતા નથી, ત્યારે અનિલ રાજભરના પિતા ગડમથલમાં છે. તેમનો પુત્ર પરિવારજનોને કશું જણાવ્યા વિના 13 જાન્યુઆરીએ નેપાળ જવા રવાના થયો હતો. પિતા પરિવારના ખેતરમાં કામ કરતા હતા, ત્યારે અનિલ ચુપચાપ બેગ ભરીને દોસ્તો સાથે રવાના થઈ ગયા હોવાનું પાડોશીઓએ જણાવ્યું હતું.

અનિલના પિતા હજુ પણ સમાચારને સાચા માની શકતા નથી.

(પૂરક માહિતીઃ શશિકાંત તિવારી, ઉત્તર પ્રદેશ)

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી