ઇઝરાયલ : હમાસે કેવી રીતે માતા સામે જ પુત્રીની હત્યા કરી?

ગૅલી
ઇમેજ કૅપ્શન, માયનનાં માતા ગૅલી
    • લેેખક, ઍના ફોસ્ટર
    • પદ, બીબીસી મધ્ય-પૂર્વ સંવાદદાતા

ચેતવણી: આ કહાણીમાં કેટલાક એવા વિવરણ સામેલ છે, જે કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે

જ્યારે ત્સાચી ઇદાનને ગાઝા લઈ જવાયા તો તેમના હાથ પર તેમની પુત્રીનું લોહી હતું. તેમણે 18 વર્ષની માયનને ખોળામાં લીધા પછી તેમને હાથ ધોવાની પણ પરવાનગી નહોતી અપાઈ. માયનની હમાસના એક બંદૂકધારીએ તેમના જ પરિવારજનોની નજર સામે હત્યા કરી હતી.

તે તેમનાં બે બાળકોને ગળે લગાડતા પહેલાં તેમને સાફ પણ નહોતા કરી શક્યા, કારણ કે તેમના ઘર બહાર વિસ્ફોટોનો અવાજ આવતો હતો.

આ પરિવારની તકલીફો અને ભયને હમાસે એક ફોનથી ફેસબુક લાઇવ કરીને આખી દુનિયા સામે રજૂ કર્યા હતા.

ઇદાન પરિવાર પર હમાસનો હુમલો

ઇદાન પરિવાર

ઇમેજ સ્રોત, FAMILY HANDOUT

ઇમેજ કૅપ્શન, માયનને વૉલિબૉલ રમવું પસંદ હતું

ત્સાચીનાં પત્ની ગૅલી ઇદાન હવે તેમના પ્રિય નાહલ ઓઝથી ખૂબ દૂર છે. જે દક્ષિણી ઇઝરાયલી સમુદાયમાંથી એક છે જેના પર હમાસે સાત ઑક્ટોબરે હુમલો કર્યો હતો.

તેમની અને તેમનાં જીવિત બચી ગયેલાં બાળકોની સારસંભાળ અલગ જગ્યા કિબુત્ઝમાં કરાઈ રહી છે. ત્યાં દરેક પ્રકારની સુવિધા છે, પણ તે ઘર તો નથી.

ઘર એ જગ્યા છે, જ્યાં આ પરિવાર માયન ચાર વર્ષનાં હતાં ત્યારથી રહેતો હતો. આ એ ઘર છે જ્યાં તેઓ મોટાં થયાં હતાં. જ્યાં બધાની યાદો જોડાયેલી છે. જ્યાં તેમના નાના ભાઈ-બહેનોનો જન્મ થયો હતો.

માયન વયસ્ક થઈ ગયાં હતાં. તેઓ શરમાળ હતાં. તેમના એક પાડોશીએ જણાવ્યું કે માયન ખૂબ જ સુંદર હતાં. તેમણે હાલમાં જ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી હતી અને તેમનો પહેલો પહેલો પ્રેમી પણ હતો. મયાનને વાંચવું ખૂબ ગમતું હતું. તેના મૃત્યુના ચાર દિવસ પહેલા જ તેના જન્મદિવસે તેણે પુસ્તક ભેટમાં આપવાનું કહ્યું હતું. ગૅલી કહે છે કે હવે તે કાયમ માટે 18 વર્ષની જ રહેશે.

વૃક્ષોની છાંયડામાં બેઠેલાં ગૅલી કહે છે કે તેઓ એ દિવસની તકલીફોને યાદ નથી કરવા માગતાં. તે હજુ બહુ તાજા છે, પણ તેઓ આવું ત્સાચી માટે કરી રહ્યાં છે.

તેઓ કહે છે, “હું તે જીવિત મળે તેમ ઇચ્છું છું. મને તે હાલ જ મળી જાય એમ ઇચ્છું છું.”

રેડ એલાર્મ સાંભળી જાગ્યો પરિવાર

ઇદાન પરિવાર

ઇમેજ સ્રોત, FAMILY HANDOUT

ઇમેજ કૅપ્શન, ઇદાન પરિવાર (માયન મધ્યમાં)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાત ઑક્ટોબરે ઇદાન પરિવાર રેડ એલાર્મનો અવાજ સાંભળી જાગી ગયો હતો. જે ગાઝા તરફથી રૉકેટ હુમલાની ચેતવણી હતી. તેમને ખબર હતી કે શું કરવાનું છે, પણ એ સવાર કંઈક અલગ હતી.

ગૅલીએ મને કહ્યું, “તે બહુ અસામાન્ય અને પ્રચંડ હતું. લગાતાર ગોળીબાર થઈ રહ્યો હતો. એટલી હદે કે અમે બહાર નીકળી શ્વાસ પણ નહોતાં લઈ શકતાં. અમે ઘરના એક ઓરડામાં સુરક્ષિત જગ્યા પર અમારી જાતને બંધ કરી દીધી.”

તેઓ કહે છે, “ત્સાચી અને મેં બંનેએ એકબીજા સામે જોઈ કહ્યું કે અહીં કંઈક યોગ્ય નથી, આ ખૂબ ડરામણું હતું.”

તેમણે જણાવ્યું, “અમને કિબુત્ઝની આંતરિક પ્રણાલી પર સંદેશો મળ્યો કે અમારા પર હુમલો થયો છે અને અમારે મામાદની અંદર રહેવાની જરૂર છે. તેમણે અમને કેટલીયે વાર ચુપ રહેવા કહ્યું. કારણ કે આનાથી કિબુત્ઝમાં ચરમપંથીઓના ઘૂસી જવાની આશંકા હતી.”

ગૅલી જણાવે છે કે કેવી રીતે તેમનાં ઘર બહાર વિસ્ફોટ થયો. એનાથી બારીઓનાં કાચ તૂટી ગયા. તેમના ઘરમાં લોકોના ચાલવાનો અને બોલવાનો અવાજ આવવા લાગ્યો.

એક માણસ અંગ્રેજી અંદાજમાં જોરથી બોલ્યા ‘અમે મારીશું નહીં’

પણ તેમણે આવું કરી દીધું.

તેઓ જણાવે છે, “ત્સાચીએ બારણું પકડી રાખ્યું હતું અને તેને ખોલવા દીધું ન હતું. તેના પર કોઈ તાળું તો નહોતું લાગેલું અને બાળકો ડરથી બૂમો પાડતાં હતાં. ઓરડામાં ખળભળાટ મચેલો હતો. અંધારું હતું પણ એ સમયે માયનને સમજ પડી.”

ના ના કરતા ગોળી મારી જ દીધી

શેરોન

ઇમેજ સ્રોત, INPHO

ઇમેજ કૅપ્શન, માયયનાં બહેન શેરોન

ગૅલીની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે પણ તેઓ તે ક્ષણનું વર્ણન કરતાં રહે છે. તેઓ કહે છે, “ત્સાચીએ બૂમ પાડી ‘કોની હત્યા કરી, કોણ મરી ગયું?’ તે માયન હતી. તે તેમની બાજુમાં જ ઢળી પડી. આ પછી હમાસ દરવાજો ખોલવામાં સક્ષમ થઈ ગયું. ચીસો સંભળાઈ અને તેમણે લાઈટ ચાલુ કરી દીધી.”

તેઓ કહે છે, “માયન લોહીમાં લથપથ હતી. મેં તેની તપાસ કરી અને મને લાગ્યું કે તેને માથામાં ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ હતી. તેમણે અમને મામદમાંથી બહાર નીકળી જવા કહ્યું. અમે બાળકોને કહ્યું કે એ બાજુ ના જુઓ અને હું તેમને બહાર લઈ ગઈ.”

તેઓ કહે છે, “મારા ઘર આસપાસ યુદ્ધ ચાલતું હતું અને અમે ઘરમાં હતાં.”

ત્સાચી, ગૅલી અને તેમના બે સૌથી નાનાં બાળકો 11 વર્ષિય યેલ અને નવ વર્ષિય શાચર નાઇટવૅરમાં ભોંયતળીયા પર બેઠાં હતાં. તેમની ચારે બાજુ ગોળીબારનો અવાજ ગુંજી રહ્યો હતો. તેમને બંધક બનાવનારાઓમાંથી એક વ્યક્તિએ ગૅલીનો ફોન લીધો, પાસવર્ડ પૂછ્યો અને ફેસબુક લાઈવ પર પરિવારનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું.

વીડિયો જોવામાં દર્દનાક છે. 26 મિનિટથી વધારે સમય માટે રૉકેટનો અવાજ અને હમાસનો હુમલો યથાવત્ રહેતા પરિવાર ભયથી લપાઈને બેસી રહ્યો. બાળકો ગોળીબારને કારણે ડરથી માતાપિતાને પકડીને લપાતાં દેખાય છે. આ દરમ્યાન મયાનનો મૃતદેહ થોડાં જ અંતરે પડેલો હોય છે.

ગૅલી કહે છે, “મારું સૌભાગ્ય છે કે મારાં બાળકો એટલાં બહાદુર છે કે એનું વર્ણન થઈ શકે એમ નથી.” તેમણે ચમરપંથીઓ સાથે વાત કરી. મને નથી ખબર કે તેઓ કેવી રીતે આવું કરી શક્યાં. તેમણે એમને પૂછ્યું કે તેઓ અહીં કેમ છે અને તેઓ ગોળીબાર કેમ કરી રહ્યા છે અને તેઓ હત્યા કેમ કરે છે? કદાચ આ જ વાતે અમને બચાવ્યા.

દીકરીને મરતા જોવાની એક પિતાની લાચારી

ઇદાન પરિવાર
ઇમેજ કૅપ્શન, માયનનાં માતા અને ભાઈ-બહેન

તેઓ કહે છે, “પોતાની દીકરીને મરતાં જોઈ. તેના માથામાં ગોળી વાગી હતી અને પોતાની બાજુમાં જ તે ઢળી પડી. એમની પુત્રી જેણે હાલમાં જ તેના 18મા જન્મદિવસની ઉજવણી કરી હતી. ઘર ફુગ્ગાઓ અને વધામણાંઓથી અને... એજ દીકરીનાં લોહીથી ભરેલું છે.”

આખરે ત્સાચીને ઊભા થવા કહેવાયું. તેમના હાથ પીઠ પાછળ તારથી બાંધેલા હતા. બાળકો હમાસ સામે ચિસો પાડી કહે છે કે તેઓ તેમના પિતાને ના લઈ જાય. તેમને મારે નહીં અને પછી તેમને ત્યાંથી લઈ જવાયા છે.

ગૅલીની બીજી સૌથી મોટી દીકરી શેરોન જે હુમલા સમયે તેલઅવીવમાં હતી, તે આપવીતી જણાવતાં તેમનાં માતાને સાંત્વના આપે છે.

આ દરમ્યાન શેરોને તેમના પિતા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું, “શેરોન અમે મુસીબતમાં છીએ. હું તને પછી ફોન કરીશ. આઈ લવ યુ.”

આટલું કહી તેમણે ફોન મૂકી દીધો હતો. છેલ્લીવાર તેમની સાથે આટલી જ વાત થઈ હતી. ગૅલીએ તેમના પતિને કહેલા અંતિમ શબ્દો પણ તેમની સ્મૃતિમાં અંકિત છે.

ગઐલી કહે છે, “જ્યારે તેઓ ઘરેથી નીકળ્યા તો મેં એમને કહ્યું, ‘આઈ લવ યુ. હીરો ના બનો, સ્માર્ટ બનો. પોતાનું ધ્યાન રાખજો અને મારી પાસે જીવિત પાછા આવજો. બસ આટલું જ.’ હવે હું ઇચ્છું છું કે તેઓ મારી પાસે આવી જાય. જીવિત અને સ્વસ્થ.”

તેઓ કહે છે, “પોતાની દીકરીનો શોક મનાવવા ત્સાચીએ અહીં હોવું જોઈએ. મારે તેમને ગળે મળવું છે.”

હમાસે જેમને બંધક બનાવી ગાઝામાં રાખ્યા છે તેવા 200થી વધુ લોકોની ઓળખ ઇઝરાયલે હાલ સુધીમાં કરી લીધી છે. આખા ઇઝરાયલ અને દુનિયાભરમાં પરિવારો બરબાદ થઈ ગયા છે.

અપહરણ કરાયેલા લોકોના પાછા આવવાની આશા

માયનની શોકસભા
ઇમેજ કૅપ્શન, માયનની શોકસભામાં આવેલા લોકો

ગૅલી કહે છે કે મને સમજાતું નથી કે તેમનો હેતુ શું છે?

તેઓ કહે છે, “તેઓ પોતાને રાક્ષસના રૂપમાં દર્શાવવા માગે છે? તમે રાક્ષસ જ છો. તમે અમારાં બાળકો માટે ભયાવહ સપનું છો. તમે આતંક છો. એને પરિભાષિત કરવાની કોઈ રીત નથી. મને નથી ખબર કે આ ઘા ક્યારે રૂઝાશે. પણ તેમણે નાગિરકોને તો પાછા લાવવા પડશે. તેમણે એ બધાને પાછા લાવવા પડશે.”

આ ઘરથી દૂર એક બીજા કિબૂત્ઝમાં માયનની શબપેટી ખુરશીઓની હારમાળા સામે એક શાંતિપૂર્ણ જગ્યા પર રખાઈ છે.

ત્યાં ફૂલમાળા અને રંગબેરંગી ફૂલોના ગુલદસ્તા લઈને તેને શ્રદ્ધાંજલિ આપવા આવનારા સેંકડો લોકો માટે પૂરતી જગ્યા નથી.

ગૅલી તેમની પુત્રીને યાદ કરતા ત્યાં ઉપસ્થિત રહેલા લોકો સાથે વાત કરે છે. જ્યારે તેઓ માઈક પર નથી હોતાં ત્યારે તેઓ તેમનાં જીવિત બાળકોને મજબૂતીથી જકડીને રાખે છે.

માત્ર 11 અને નવ વર્ષની ઉંમરમાં યેલ અને શાચરે એવી ભયાનકતા જોઈ છે કે વારે વારે તેમની આંખોમાં આંસુ છલકાઈ આવે છે. તેમની બહેન મૃત્યુ પામી છે. તેમને સાંત્વના આપવા તેમના પિતા પણ અહીં નથી.

ત્સાચીની ખોટ દરેક જગ્યાએ અનુભવાય છે. ગૅલી કહે છે તેઓ ઇચ્છે છે કે દુનિયા એનું નામ જાણે. કોઈ પણ નાની એવી માહિતી કે જે તેમને મુક્ત કરાવવામાં મદદ કરી શકે છે તે કરવા તેઓ તૈયાર છે.

શોક વ્યક્ત કરવા આવેલા લોકોમાં કેટલાય લોકોએ માયનની તસવીરવાળું ટી-શર્ટ પહેરેલું છે. તેમના ચહેરા પર ‘અપહરણ કરાયેલા પિતા’ અને ‘મૃત્યુ પામેલી દીકરી’ એવા શબ્દો જોવા મળે છે. આનંદના સમયની પરિવારની તસવીરો. પાછળની તરફ એક સરળ અને શક્તિશાળી સંદેશો લખેલો છે, “ત્સાચીને પાછા લાવો.”

આ અકલ્પનીય તકલીફોભર્યા સમયમાં તેમના પરિવારને તેમની જરૂર છે.