પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વીજળી અને લોટનો ભાવ વધતાં પ્રદર્શન, એક પોલીસનું મોત

ઇમેજ સ્રોત, ABDUL WAHEED
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વીજળી અને લોટનો ભાવ વધતાં વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે અને આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે.
આ હિંસક ઘર્ષણ દરમિયાન એક પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત થયું છે.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં સરકારના પ્રવક્તા અબ્દુલ માઝિદ ખાને આ અંગે માહિતી આપી છે.
અબ્દુલ માઝિદ ખાને દાવો કર્યો છે કે એક પોલીસ ઇન્સ્પેક્ટરને છાતીમાં ગોળી વાગતા મોત થયું છે. અબ્દુલ માઝિદ ખાને એ પણ કહ્યું કે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે.
અબ્દુલ માજિદ ખાને કહ્યું કે મુઝફ્ફરાબાદમાં પણ કેટલાક વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે.
સરકારના પ્રવક્તાનો દાવો છે કે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસો થઈ રહ્યા છે.
ચૂંટણીપંચે ત્રીજા તબક્કાના મતદાનના આંકડા જાહેર કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ચૂંટણીપંચ અનુસાર, ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું છે.
ત્રીજા તબક્કા માટે સાતમી મેના રોજ ગુજરાત સહિત 11 રાજ્યોની 93 લોકસભા બેઠક પર મતદાન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીપંચ અનુસાર, ત્રીજા તબક્કામાં 66.98 ટકા પુરુષો, 64.41 ટકા મહિલાઓ અને 25.2 ટકા થર્ડ જેન્ડરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
ચૂંટણીપંચે ચાર દિવસ બાદ ત્રીજા તબક્કાના મતદાનના આંકડા જાહેર કર્યા છે.
પહેલા તબક્કામાં 102 સંસદીય બેઠક પર 66.14 ટકા અને બીજા તબક્કામાં 88 બેઠકો પર 66.71 ટકા મત પડ્યા હતા.
મતદાનના આંકડા મોડા જાહેર કરવા બદલ કૉંગ્રેસ સમેત વિપક્ષી દળોએ સવાલ પણ ઉઠાવ્યા છે.












