'મેં મારા પગ લાંબા કરાવવા માટે સર્જરી કરાવી, પછી મારી સાથે જે થયું એ કોઈ સાથે ન થવું જોઈએ'

ઇમેજ સ્રોત, ELAINE FOO/SUPPLIED
- લેેખક, ટૉમ બ્રેડા
- પદ, બીબીસી ન્યૂઝ
ઇલેન ફૂના પગ પર જાંબલી રંગના મોટા મોટા ડાઘ છે. આ ડાઘ પગ લાંબા કરવાની મેડિકલ સર્જરી એક ભયાનક ઘટનામાં બદલાઈ જવાની યાદ અપાવે છે.
વર્ષ 2016માં 49 વર્ષીય ઇલેનની પાંચ સર્જરી અને ત્રણ બૉન ગ્રાફ્ટ થયા હતા. તેમણે તેની પાછળ પોતાની જીવનભરની કમાણી ખર્ચી નાખી. તેમ છતાં પણ તેમણે અંતે પોતાના જ ડૉક્ટર સામે કેસ કરવો પડ્યો.
જોકે, જુલાઈ મહિનામાં જ આ મામલાનો નિકાલ થઈ ગયો.
સારવાર દરમિયાન એક વાર તીક્ષ્ણ ધાતુનો ટુકડો હાડકામાં ઘૂસી ગયો હતો અને જ્યારે બીજીવાર તેમને પગની અંદર ‘ભારે બળતરા’ થઈ હતી.
ઇલેન કહે છે કે, “મારી જિંદગી એક અગ્નિપરીક્ષા જેવી થઈ ગઈ પણ હું તેમાંથી જીવિત નીકળી શકી.”
તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરે પણ કોઈપણ પ્રકારની બેદરકારી થઈ હોવાની વાતનો સતત ઇનકાર કર્યો હતો પરંતુ કેટલીક જટિલતાઓ વિશે ઇલેનને પહેલાંથી જ માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલીક પરિસ્થિતિઓ ઇલેનની ગતિવિધિથી જ પેદા થઈ.
(ચેતવણી: આ કહાણીમાં એવી ચિકિત્સકીય માહિતી છે જે તમને વિચલિત કરી શકે છે.)
પગ લાંબા કરવાની સર્જરી કેમ કરાવી?

ઇમેજ સ્રોત, ELAINE FOO/SUPPLIED
ઇલેન કહે છે કે તેમને પોતાની લંબાઈથી ફરિયાદ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે, “12 વર્ષની ઉંમર સુધી હું મારી ઉંમરની મોટાભાગની છોકરીઓ કરતાં લાંબી હતી. પરંતુ 14 વર્ષની થઈ ત્યારથી અચાનક જ હું અન્ય લોકો કરતાં ટૂંકી દેખાવા લાગી. સમય સાથે જ મારા પર લાંબા દેખાવાનું ઝનૂન સવાર થઈ ગયું. મને લાગતું હતું કે લાંબું દેખાવાનો મતલબ વધુ સારા અને સુંદર દેખાવું છે. મને લાગતું હતું કે વધુ ઊંચાઈવાળા લોકોને વધુ અવસર મળે છે.”
તેઓ કહે છે કે ઉંમર વધતાંની જ તેમનું ઝનૂન વધતું ગયું.
ઇલેન માને છે કે તેમને બૉડી ડિસ્મોર્ફિયા હતો. આ એક એવી માનસિક સ્થિતિ હોય છે કે જેમાં એક વ્યક્તિને પોતાના દેખાવને લઇને એક ગ્રંથિ બંધાઈ જતી હોય છે. ભલે બાકીના લોકો તેમને કોઈપણ રીતે જોતા હોય, આની અસર ખૂબ વિનાશકારી હોય છે.
25 વર્ષની ઉંમરમાં ઇલેને પગને લાંબા કરવા માટેના ચાઇનીઝ ક્લિનિક વિશે એક લેખ વાંચ્યો હતો. આ લેખમાં મધ્યયુગના પગનાં માળખા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ઇલેનને આ લેખ એક ડરામણાં સ્વપ્ન જેવો લાગ્યો પરંતુ તેઓ તેના પ્રત્યે વધુ આકર્ષિત થઈ ગયાં.
તેઓ કહે છે, “મને ખ્યાલ છે કે લોકો તેના પર સવાલ ઉઠાવશે પણ જ્યારે તમે બૉડી ડિસ્મોર્ફિયાથી પીડિત હોવ છો ત્યારે તમને આ બધું એટલું ખરાબ કેમ લાગે છે તેનો કોઈ તાર્કિક ઉત્તર મળતો નથી.”
3 ઇંચ ઊંચાઈ વધારવાની ઇચ્છા

ઇમેજ સ્રોત, ELAINE FOO/SUPPLIED
આ ઘટનાનાં 16 વર્ષ બાદ ઇલેનને લંડનમાં એક પ્રાઇવેટ ક્લિનિકનું સરનામું મળ્યું જ્યાં આ પ્રકારની સર્જરી થતી હતી.
અહીંના ઑર્થોપેડિક સર્જન જીન-માર્ક ગુઇશેટ એ હાડકાં લાંબા કરવાના વિશેષજ્ઞ હતા. તેમણે પોતાનું જ એક સાધન ગુઇશેટ-નેલ પણ વિકસિત કર્યું હતું.
તેઓ કહે છે, “આ મારાં માટે ખુશીની પળ હતી કારણ કે મારી લંડનમાં જ સર્જરી થઈ શકે તેમ હતી અને હું ઘરે રહીને જ રિકવર થઈ શકું તેમ હતી. ડૉ. ગુઇશેટે પણ મને તેના વિશે ખુલીને બધી જટિલતાઓ સમજાવી હતી. જેમ કે, નસોને નુકસાન થવું, લોહીના ગઠ્ઠાં જામી જવા, હાડકાંઓ ફરીથી એકબીજા સાથે ન જોડાઈ શકવાં વગેરે.”
“પરંતુ હું ખૂબ સંશોધન કરીને એક મોંઘા ડૉક્ટરને બતાવવા જઈ રહી હતી એટલે મને તેમની પાસેથી ખૂબ આશા હતી. મારું સ્વપ્ન હતું કે હું 5 ફૂટ 2 ઇંચથી વધીને 5 ફૂટ 5 ઇંચ લાંબી થઈ જાઉં.”
તેમણે 50 હજાર પાઉન્ડ (અંદાજે 53.5 લાખ રૂપિયા) ખર્ચીને 25 જુલાઈના રોજ સર્જરી કરાવી હતી. તેમના માટે આ પોતાની ઊંચાઈ વધારવાની પ્રક્રિયાની શરૂઆત હતી.
પગ લાંબા કરવાની આ સર્જરીની સુવિધા અતિશય દુર્લભ છે કારણ કે આ સુવિધા પ્રાઇવેટ હૉસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. તેનો ખર્ચ પણ 16 લાખથી લઈને દોઢ કરોડ સુધી થાય છે.
ઇલેન કહે છે, “સર્જરી પછી જ્યારે મારી આંખો ખુલી ત્યારે હું ઉત્સાહિત હતી, મને કોઈ દુ:ખાવો થઈ રહ્યો ન હતો. પરંતુ 90 મિનિટ પછી મારા પગમાં અસહ્ય દુ:ખાવો શરૂ થઈ ગયો. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ મારા પગને અંદરથી સળગાવી રહ્યું છે. હું સવાર સુધી ચીસો પાડતી રહી અને અંતે ચીસો પાડતાં પાડતાં જ ઊંઘી ગઈ.”
આ પ્રક્રિયામાં દુ:ખાવો થાય જ છે કારણ કે પગનું હાડકું બે ભાગમાં તોડીને વચ્ચે ધાતુનો સળિયો લગાવવામાં આવે છે.
ધીમેધીમે હાડકાંના બંને ભાગ વચ્ચે લાગેલી ધાતુની લંબાઈ વધારવામાં આવે છે જેથી કરીને દર્દીની લંબાઈ વધે.
સામાન્ય રીતે હાડકાંઓનાં બંને ભાગ ફરીથી જોડાય છે અને તેમની વચ્ચેની ખાલી જગ્યાને ભરે છે. અહીં માત્ર શરૂઆત થાય છે પણ તેનું ઑપરેશન ખૂબ જટિલ હોય છે.
લાંબી અને જટિલ પ્રક્રિયા

ઇમેજ સ્રોત, ELAINE FOO/SUPPLIED
બ્રિટિશ ઑર્થોપેડિક ઍસોસિયેશનના ભૂતપૂર્વ વડા પ્રોફેસર હામિશ સિમ્પસન ચેતવણી આપે છે કે, "આ પ્રક્રિયામાં બેથી ત્રણ મહિના લાગે છે અને તેનાથી પણ લગભગ બમણો સમય સંપૂર્ણપણે સાજા થવામાં લાગે છે. મોટાભાગના લોકોને તેના માટે એક વર્ષ લાગે છે."
સર્જરી પૂરી થયા પછી ઇલેને તેના પગની લંબાઈ વધારવા માટે કઠોર કસરતો કરી જેથી કરીને સળિયા સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય. પરંતુ આ પછી તેની સાથે જે થયું તે ખૂબ જ પીડાદાયક હતું.
તેઓ કહે છે, "મને મારા પગમાં સખત દુ:ખાવો થઈ રહ્યો હતો. એક રાત્રે હું પથારીમાં પડખું ફરી રહી હતી ત્યારે મને કંઇક અવાજ સંભળાયો અને પછી અસહ્ય દુ:ખાવો શરૂ થયો."
બીજા દિવસે જ્યારે સ્કૅનિંગ કરવામાં આવ્યું ત્યારે ઈલેનની આશંકા સાચી સાબિત થઈ. તેમના ડાબા પગની ખીલી હાડકાને વીંધીને બહાર આવી ગઈ હતી. તે પગના ઉપરનાં ભાગનાં હાડકાંને તોડીને બહાર આવી ગઈ હતી. આ શરીરનું સૌથી મજબૂત હાડકું હોય છે.
ઇલેનને ગભરાઈ ગયાં પરંતુ ડૉ. ગુઇશેટે તેમને ભરોસો અપાવ્યો.
ઇલેનના જણાવ્યા અનુસાર, "તેમણે કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી, આપણે ઘા રૂઝાય તેની રાહ જોવી જોઈએ અને પછી પ્રક્રિયા ફરી શરૂ થશે."
પરંતુ આ દરમિયાન ઇલેનના જમણા પગની પ્રક્રિયા ચાલુ રહી અને ડાબા પગની સર્જરીની તારીખ નક્કી કરી દેવામાં આવી.
તેઓ જાણતાં હતાં કે ઑપરેશન માટે વધારાના પૈસા ખર્ચ થશે, પરંતુ તેઓ ખુશ હતાં કે પ્રક્રિયા તો પૂર્ણ થશે.
કરોડરજ્જુનું હાડકું આડું થઈ ગયું

ઇમેજ સ્રોત, ELAINE FOO/SUPPLIED
સપ્ટેમ્બર સુધી તેમનો જમણો પગ સાત સેન્ટીમીટર સુધી વધી ગયો હતો. પણ બધું જ સામાન્ય નહોતું ચાલી રહ્યું. એમના બન્ને પગ લાંબા-ટૂંકા થઈ ગયા હતા અને એના લીધે તેમનું કરોડરજ્જુનું હાડકું આડું થઈ ગયું હતું. તેમને સતત દુ:ખાવો થવા લાગ્યો હતો.
છ સપ્તાહ બાદ કરાયેલા સ્કૅનમાં તેમને માલુમ થયું હતું કે એમના જમણા પગનાં હાડકાં વધતાં અટકી ગયાં. આ પગમાં ફીમરના બે ટૂકડા રૉડથી જોડાયેલા હતા.
ઇલેન ડૉક્ટરને મળ્યાં તો તેમણે એક ઑપરેશન મિલાનના ક્લિનિકમાં નક્કી કર્યું. એપ્રિલ 2017માં તેમણે ઇલેનને ડાબા પગને લાંબો કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. એ દરમિયાન જમણા પગમાં બૉન મેરો નાખવામાં આવ્યો જેથી હાડકાના વિકાસને પ્રેરીત કરી શકાય.
ઑપરેશન બાદ જ્યારે ઇલેન જાગ્યાં તો એમને ખરાબ સમાચાર મળ્યા.
તેઓ કહે છે, "ડૉ. ગુઇશેટે મને જણાવ્યું છે કે જ્યારે તેઓ નેલ કાઢી રહ્યા હતા ત્યારે એ તૂટી ગયો હતો. એમની પાસે કોઈ બીજા દરદીનો નેલ હતો, જે તેઓ મારા પગમાં લગાવનારા હતા. પણ એમાં બીજા વધારે પૈસા ખર્ચ થવાના હતા."
ત્રણ દિવસ બાદ પણ ઇલેન હાલીચાલી નહોતાં શક્યાં. તેઓ જલદી જ ઘરે જવા માગતાં હતાં અને લંડન પરત જતાં રહ્યાં.
તેઓ કહે છે કે ડૉ. ગુઈશેટે વાતચીતમાં ભારે આકરાં થઈ ગયાં અને એવું લાગી રહ્યું હતું કે ઉનાળા સુધીમાં ડૉક્ટર અને દરદીવાળો એમનો સંબંધ તૂટી ગયો હતો.
ડૉક્ટર પર કેસ અને અંતે સમાધાન

ઇલેનને નહોતી ખબર કે એ કોની પાસે મદદ માગવાં જાય. જુલાઈ 2017માં તેમણે એનએનએસની એક સ્પેશિયાલિસ્ટ ઑર્થોપેડિક સર્જનનો સંપર્ક કર્યો.
સર્જને તેમન જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ સાજા થવામાં ઓછાંમાં ઓછાં પાંચ વર્ષ લાગશે.
હાલ ઇલેનની પ્રથમ સર્જરીને આઠ વર્ષ વીતી ગયાં છે. ઇલેન કહે છે કે તેઓ હજુ પણ આ મેડિકલ પ્રક્રિયાથી થયેલી શારીરિક અને માનસિક પીડાથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે શારીરિક હિલચાલમાં કેટલીય સમસ્યાઓ છે અને તેઓ પૉસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (પીટીએસડી)થી પીડિત છે.
તેઓ કહે છે, "2017થી 2020 સુધી હું દુનિયાથી છુપાતી રહી. હું પાઈપાઈની મોહતાજ થઈ ગઈ હતી અને અપંગ પણ હતી."
પણ ગત જુલાઈમાં ચાર વર્ષની એમની કાયદાકીય લડાઈ એ વખતે ખતમ થઈ ગઈ કે જ્યારે ડૉ. ગુઈશેટ કોઈ પણ જવાબદારી લીધી વગર, સારા એવા પૈસા આપીને મામલો ખતમ કરવા માટે તૈયાર થઈ ગયા. સર્જનના વકીલે પોતાનાં અસીલ તરફથી બેદરકારીનું ખંડન કર્યું અને કોર્ટને કહ્યું કે ફ્રૅક્ચર અને મોડેથી હાડકું વધારવું દુર્ભાગ્ય હતું. તેમણે ઇલેન પર નખ વધારવાનો પ્રયાસ કરવા અને જાણ કર્યા વગર ઍન્ટી ડિપ્રેસેન્ટ દવા લેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સર્જરી પહેલાં દરદીને સંબંધિત જટીલતા અંગે જણાવી દેવાયું હતું.
આ ઉપરાંત એવું પણ કહ્યું કે ફિઝિયોથેરાપી અને અન્ય કસરત કરવા અંગેની ડૉ. ગુઈશેટની સલાહનું ઇલેને અનુસરણ કરવાનો સતત ઇન્કાર કર્યો હતો. ઇલેને આ તમામ દાવાઓનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે ઍન્ટી ડિપ્રેસેન્ટ દવાઓનું આ બીમારી સાથે કોઈ લેવાદેવા નથી.
ઇલેનને લાગ્યું હતું કે મોટો ખર્ચ કરવાથી તેઓ સુરક્ષિત થઈ જશે પણ એમણે આર્થિક મુશ્કેલીઓ ઉપરાંત અન્ય પીડા પણ સહન કરવી પડી. તેઓ કહે છે, "મેં મારા જીવનનાં ઉત્તમ વર્ષો ગુમાવી દીધાં. હું ઇચ્છું છું કે એ લોકો મારી પાસેથી અફસોસની વાત સાંભળવા ઇચ્છશે. પણ કોઈ મને આજે પૂછે કે આ બધું જાણતી હોત તો મેં જે કર્યું એ કર્યું હોત? તો હું કહીશ- નહીં-બિલકુલ નહીં."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












