દિલ્હી : લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કાર બ્લાસ્ટમાં આઠનાં મૃત્યુ, અત્યાર સુધી શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, VEERU SINDH
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે એક કાર બ્લાસ્ટ થયો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.
દિલ્હી પોલીસના પ્રવક્તા સંજય ત્યાગીએ ઘટનામાં થયેલાં મૃત્યુના આંકડાની પુષ્ટિ કરી છે.
બ્લાસ્ટનું કારણ 'આતંકવાદી હુમલો' હતો કે કેમ? એ અંગે અને અન્ય ઍંગલ સંદર્ભે તપાસ ચાલી રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં થયેલા વિસ્ફોટ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, "સાત વાગ્યા નજીક લાલ કિલ્લા પાસે સુભાષમાર્ગ ટ્રાફિક સિગ્નલ પાસે i-20 હ્યુન્ડાઈ ગાડીમાં બ્લાસ્ટ થયો છે. "
દિલ્હી ફાયર સર્વિસે બીબીસીને જણાવ્યું હતું કે કે તેમને કૉલ કરીને જણાવાયું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં બ્લાસ્ટ થયો છે.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની નજીક રેડ લાઇટ પર સાંજ 6.52 વાગ્યે એક સ્લો મૂવિંગ વિહિકલ રોકાયું હતું, જેમાં બ્લાસ્ટ થયો છે અને ત્યારે ગાડીમાં મુસાફરો પણ હતા.
'પ્રંચડ બ્લાસ્ટ હતો'

ઇમેજ સ્રોત, Getty Images
વલી ઉર રહમાન નામના એક સ્થાનિક દુકાનદારે સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું, "બ્લાસ્ટ થયો ત્યારે હું દુકાને બેઠો હતો. મેં આજ દિન સુધી ક્યારેય ન સાંભળ્યો હોય એવો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટનો અવાજ સાંભળ્યા બાદ હું ત્રણ વખત પડ્યો. એ બાદ આસપાસના બધા લોકો ભાગવા લાગ્યા."
સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં સ્થાનિક રાજધર પાંડેએ કહ્યું, "મેં મારા ઘરની છત પરથી આગની મોટી જ્વાળા જોઈ. તેથી હું તપાસ કરવા માટે નીચે આવ્યો. બ્લાસ્ટનો અવાજ ખૂબ મોટો હતો, ઇમારતની બારીઓ સુધ્ધાં હલી ગઈ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુ એક પ્રત્યક્ષદર્શીએ એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે કોઈને શું થયું એ સમજાતું નહોતું અને કેટલીક કારો બળી ગઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
બ્લાસ્ટ બાદ તુરંત ઘટનાસ્થળે પહોંચેલા એક પ્રત્યક્ષદર્શીએ ન્યૂઝ એજન્સી પીટીઆઇને જણાવ્યું કે આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થઈ હતી.
ઇરફાન નામની એક વ્યક્તિએ કહ્યું, "હું દરયાગંજમાં હતો અને ખૂબ મોટો બ્લાસ્ટ થયો. કારનું સ્ટિયરિંગ વ્હીલ બીજી દિશામાં ઊડીને પડ્યું. એ ખૂબ જ જોરદાર બ્લાસ્ટ હતો, હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી."
બ્લાસ્ટ બાદ છ ગાડીઓમાં આગ લાગી ગઈ, જેની સાથોસાથ આસપાસ ઊભેલી ગાડીઓને પણ નુકસાન થયું.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ કહ્યું કે, "અમુક લોકો ઈજાગ્રસ્ત છે."
ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને એલએનજેપી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
દિલ્હીના પોલીસ કમિશનરે શું જણાવ્યું? તપાસ કોને સોંપાઈ?

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની નજીક રેડ લાઇટ પર સાંજ 6.52 વાગ્યે એક સ્લો મૂવિંગ વિહિકલ રોકાયું હતું, જેમાં બ્લાસ્ટ થયો છે અને ત્યારે ગાડીમાં મુસાફરો પણ હતા.
તેમણે કહ્યું હતું કે, "આ બ્લાસ્ટમાં આસપાસની ગાડીઓને પણ નુકસાન થયું છે. આ ઘટનાની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ, એફએસએલ, એનઆઇએ અને એનએસજીની ટીમો ઘટનાસ્થળે આવી ગઈ અને પરિસ્થિતિનો તાગ મેળવવા લાગી. આ બ્લાસ્ટની તપાસ કરાઈ રહી છે અને ટૂંક સમયમાં જ આનું આકલન કરીને વધુ માહિત અપાશે."
ફાયર સર્વિસે જણાવ્યું હતું કે તેમને કૉલ કરીને જણાવાયું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં બ્લાસ્ટ થયો છે.
બ્લાસ્ટ બાદ છ ગાડીઓમાં આગ લાગી ગઈ, જેની સાથોસાથ આસપાસ ઊભેલી ગાડીઓને પણ નુકસાન થયું.
દિલ્હી ફાયર સર્વિસે કહ્યું હતું કે બ્લાસ્ટના રિપોર્ટ બાદ ફાયર બ્રિગેડની સાત ગાડીઓને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશને મોકલવામાં આવી હતી. આગ કાબૂમાં છે અને ઈજાગ્રસ્તો અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી. લગભગ છ ગાડીઓ આ બ્લાસ્ટમાં ક્ષતિગ્રસ્ત થઈ છે.
ઘટના બાદ દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે લાલ કિલ્લા પાસે થયેલી કાર વિસ્ફોટની ઘટના અત્યંત પીડાદાયક અને ચિંતાજનક છે. પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે. સૌ દિલ્હીવાસીઓને નિવેદન છે કે અફવાઓથી બચો અને શાંતિ જાળવો. પોલીસ અને તંત્ર દ્વારા જાહેર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ મૂકવો.
'બિલ્ડિંગની બારીઓ હલી ગઈ', પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
સમાચાર એજન્સી પીટીઆઇનું કહેવું છે કે વિસ્તારની ઘેરાબંદી કરી દેવાઈ છે. તેમજ સમચાર એજન્સી એએનઆઇનું કહેવું છે કે કેટલાક ઈજાગ્રસ્તોને એલએનજેપી હૉસ્પિટલ લઈ જવાયા છે.
સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં સ્થાનિક રાજધર પાંડેએ કહ્યું, "મેં મારા ઘરની છત પરથી આગની મોટી જ્વાળા જોઈ. તેથી હું તપાસ કરવા માટે નીચે આવ્યો. બ્લાસ્ટનો અવાજ ખૂબ મોટો હતો, ઇમારતની બારીઓ સુધ્ધાં હલી ગઈ."

વલી ઉર રહમાન નામના એક સ્થાનિક દુકાનદારે સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું, "બ્લાસ્ટ થયો ત્યારે હું દુકાને બેઠો હતો. મેં આજ દિન સુધી ક્યારેય ન સાંભળ્યો હોય એવો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટનો અવાજ સાંભળ્યા બાદ હું ત્રણ વખત પડ્યો. એ બાદ આસપાસના બધા લોકો ભાગવા લાગ્યા."
કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ પર લખ્યું, "લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં થયલા વિસ્ફોટના સમાચાર અત્યંત દુખદ છે. પ્રારંભિક રિપોર્ટો પ્રમાણે આ ઘટનામાં ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે."
"આ દુ:ખની ઘડીમાં અમે શોકાતુર પરિવારો સાથે છીએ અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ. સરકારે આ ઘટનાની ગહન અને ત્વરિત તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ."
ઘટનાસ્થળે પહોંચેલા બીબીસી સંવાદદાતાએ શું જોયું
સોમવારે સાંજે બ્લાસ્ટ પછી ઘટનાસ્થળ પર પહોંચેલા બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું કે મોટી સંખ્યામાં ઍમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને મીડિયાકર્મીઓ પણ પહોંચી ગયા હતા.
તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પહોંચેલા લોકોને માહિતી આપવામાં આવી હતી કે ઈજાગ્રસ્તોને નજીકની એલએનજીપી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળ સુરક્ષા એજન્સીઓના કર્મીઓ પહોંચી ગયા હતા. કેટલાક સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળ કૉર્ડન કરી દીધું હતું તો કેટલાક સુરક્ષાકર્મી ડૉગ સ્ક્વૉડ સાથે આસપાસ વધુ તપાસ કરતા જોવા મળ્યા હતા.
મોદીએ સાંત્વના પાઠવી અને અમિત શાહે નિવેદન આપ્યું
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ બાદ વડા પ્રધાન મોદી સહિત વિપક્ષના નેતાઓએ પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
દિલ્હીમાં થયેલા વિસ્ફોટ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું કે, "દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં જેમનાં મોત થયાં છે તેમના પરિવારોને સાંત્વના આપું છું. ઘાયલો જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના. ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી બ્લાસ્ટ અંગે મીડિયાને જાણકારી આપતાં પ્રેસ કૉન્ફરન્સમાં વાત કરી હતી.
અમિત શાહે કહ્યું છે કે, "આજે સાંજ લગભગ સાત વાગ્યે લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક આઇ-20 કારમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટના કારણે આસપાસનાં કેટલાંક વાહનો અને રસ્તે જઈ રહેલા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. પ્રાથમિક માહિતી અનુસાર લોકોની જાનહાનિ પણ થઈ છે."
અમિત શાહે કહ્યું, "બ્લાસ્ટની માહિતી મળતાં જ દસ મિનિટની અંદર જ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ, દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચ (પોલીસ)ની ટીમો સ્પૉટ પર પહોંચી ગઈ હતી. એનએસજી અને એનઆઇએની ટીમોએ એફએસએલ સાથે ગહન તપાસ શરૂ કરી છે. આસપાસ લાગેલા તમામ સીસીટીવી કૅમેરા અને અન્ય તમામ વસ્તુઓની તપાસના આદેશ અપાયા છે."
તેમણે કહ્યું કે, "મારી દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ બ્રાન્ચના ઇન્ચાર્જ સાથે વાત થઈ છે, તેઓ ઘટનાસ્થળે હાજર છે. અમે બધી સંભાવનાઓની તપાસ કરી રહ્યા છીએ અને તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આની ગહન તપાસ કરાશે."
અમિત શાહે હૉસ્પિટલ જઈને ઈજાગ્રસ્તો સાથે મુલાકાત પણ કરી છે. તેમણે પોતાના નિવેદનમાં હૉસ્પિટલનાં સૂત્રોના હવાલેથી આ બ્લાસ્ટમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં હોવાની વાતની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું હતું કે, "મને આશા છે કે ટૂંક સમયમાં જ અમારી એજન્સીઓ બ્લાસ્ટના કારણ સુધી પહોંચી જશે. એફએસએલની સૌથી વરિષ્ઠ અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે."
"બ્લાસ્ટની માહિતી મળતાં જ વડા પ્રધાનજીનો મને ફોન આવ્યો હતો. એ બાદ પ્રાથમિક માહિતી મેળવીને મેં વડા પ્રધાનને પણ બ્રીફ કર્યા છે. આવતી કાલે સવારે જ વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ કરીને આ ઘટનાની વિસ્તૃત તપાસ કરાશે."
આ ઘટના માટે 'આતંકવાદી હુમલો' જવાબદાર છે કે કેમ? આ સવાલનો જવાબ આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "અમે બધા ઍંગલ ખુલ્લા રાખીને તપાસ કરી રહ્યા છીએ. ઘટનાના કારણ અંગે હાલ કંઈ કહેવું ખૂબ મુશ્કેલ છે. જ્યાં સુધી ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવાઓનું વિશ્લેષણ ન થાય ત્યાં સુધી આ અંગે કંઈ પણ કહેવું મુશ્કેલ છે."
"પરંતુ અમે કોઈ પણ ઍંગલને બંધ નહીં રાખીએ, અમે દરેક ઍંગલની દૃઢતા સાથે તપાસ કરીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













