જી7: યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે સમિટમાં 'મહત્ત્વના નિર્ણયો'ની અપેક્ષા

યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઍલેક સ્મિથ, બીબીસી ન્યૂઝ
    • પદ, જેમ્સ લેન્ડેલ, ડિપ્લોમેટિક સંવાદદાતા

વિશ્વના સૌથી સમૃદ્ધ સાત દેશના નેતાઓ ઈટાલીમાં ભેગા થઈને ગાઝા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ માટે આગળની રણનીતિ નક્કી કરવાના છે.

જી7 સમિટમાં આફ્રિકા અને ઇન્ડો પેસેફિક વિસ્તારના નેતાઓ પણ સામેલ થવાના છે. સમિટમાં વિકાસશીલ દેશો સાથે આર્થિક સહયોગના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી કહે છે કે, હું વિશ્વના સાત સૌથી ધનિક રાષ્ટ્રોના સમૂહ જી7ના સમિટમાં નેતાઓ પાસેથી મહત્ત્વના નિર્ણયોની અપેક્ષા રાખી રહ્યો છું, જેથી રશિયન સૈન્યના આક્રમણ સામે લડી રહેલા મારા દેશને મદદ મળી શકે.

ટેલિગ્રામમાં એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, સમિટનો એક મોટો ભાગ યુક્રેન, અમારી ડિફેન્સ અને આર્થિક સહનશીલતાને આપવામાં આવશે.

ધ વ્હાઇટ હાઉસ અનુસાર રશિયાની મિલકતો ફ્રીઝ કરીને યુક્રેનને દર વર્ષે 50 અબજ ડૉલરની સહાય કરવાના અમેરિકાના પ્લાન પર જી7એ સારી પ્રગતિ કરી છે.

બીબીસી ગુજરાતી

યુક્રેન અને રશિયા યુદ્ધ પર યોજના

યુક્રેન

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

દક્ષિણ ઈટાલીના પુગલિયામાં આયોજિત જી7 સમિટમાં ઝૅલેન્સ્કી પણ સામેલ થઈ રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ જાપાન અને અમેરિકા સાથે નવા સુરક્ષા કરાર પર સહી કરી શકે છે.

સાલ 2022માં રશિયાએ યુક્રેનમાં મોટા પાયે હુમલો શરૂ કરતાં જી7 ગ્રૂપમાં સામેલ કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુકે અને અમેરિકાએ યુક્રેનને મહત્ત્વની આર્થિક અને મિલિટરી ટેકો આપ્યો છે.

યુરોપીયન યુનિયન સાથેસાથે જી7એ પણ રશિયન મિલકતો ફ્રીઝ કરી નાંખી છે, જેની કુલ કિંમત 325 અબજ ડૉલર છે. ફ્રીઝ કરવામાં આવેલી મોટા ભાગની મિલકતો સૅન્ટ્રલ બૅન્ક ઑફ રશિયાની માલિકીની છે, જે બેલ્જિયમમાં આવેલી છે.

આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે દેશો રશિયાની મિલકત કબજો કરીને યુક્રેનને આપી શકે નહીં.

પરંતુ મિલકતોમાંથી મોટા પ્રમાણમાં વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે જે ત્રણ અબજ ડૉલરની આસપાસ છે. આ રકમનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટે યોજના બનાવાઈ રહી છે.

યોજના પ્રમાણે મિલકતોની સામે આંતરરાષ્ટ્રીય લોન લેવામાં આવશે અને દર વર્ષે યુક્રેનને 50 અબજ ડૉલર આપવામાં આવશે. જે ત્રણ અબજ ડૉલરની રકમ છે તેને આ લોનના વ્યાજ પેટે ચૂકવવામાં આવશે.

પરંતુ આમ કરવા માટે હજી ઘણી તકનીકી બાબતો છે જેને હલ કરવાની રહેશે.

રાષ્ટ્રપતિ જો બાઇડનના સુરક્ષા સલાહકાર જેક સુલીવાન કહે છે કે યોજનાને લાગુ કરવા માટેના જે મુખ્ય મુશ્કેલીઓ છે તેના વિશે નિર્ણય લેવામાં આવ્યો છે અને બહુ જલદી સારાં પરિણામ જોવાં મળશે.

જી7નો એજન્ડા શું હશે?

જી7

ઇમેજ સ્રોત, PA Media

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રશિયન અધિકારીઓએ ફ્રીઝ કરવામાં આવેલી મિલકતોમાંથી વ્યાજ લેવાની યોજનાને ચોરી તરીકે ગણાવી વળતી કાર્યવાહીની ચીમકી આપી છે.

જો બાઇડન રસાકસીભરી ચૂંટણીનો સામનો કરી રહ્યા છે અને પશ્ચિમ દેશોના ઘણા નેતાઓ પણ ચૂંટણીમાં પીછેહઠનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નેતાઓ પર દબાણ છે કે તેઓ યુક્રેનને શક્ય તેટલી મદદ કરે.

યુકેના વડા પ્રધાન ઋષિ સુનક આવતાં મહિને યોજાનારી સામાન્ય ચૂંટણીમાં રસાકસીભર્યા મુકાબલાનો સામનો કરશે. સુનક યુક્રેનની ઊર્જા અને માનવીય મદદ માટે 309 મિલિયન ડૉલરની મદદની જાહેરાત કરી શકે છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉન પણ મતદારોનો સામનો કરશે. પોતાના હરીફ લે પેનની પાર્ટી નેશનલ રેલી યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં થયેલી વિશાળ જીત પછી મૅક્રૉને દેશમાં અચાનક જ સંસદીય ચૂંટણીની જાહેરાત કરી હતી.

ઈટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની અનુસાર જી7 સમિટમાં તેમના દેશની અત્યાર સુધીની સૌથી મજબૂત સરકાર ભાગ લઈ રહી છે. તેમના પક્ષે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે.

જી7માં સામેલ દેશોમાં હાલ જે રાજકીય સ્થિતિ છે તેના કારણે ઘણા નિષ્ણાતોને સમિટથી ખાસ કોઈ અપેક્ષા નથી. તેમને લાગે છે કે સમિટથી કંઈ ખાસ એવું બહાર નહીં આવે.

ઈટાલિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનૅશનલ અફેર્સના ડિરેક્ટર નેતાલી ટોસીએ ચેતવણી આપી છે કે "જો આ સમિટમાંથી કંઈ બહાર આવશે, તો તે આપણી નજર સમક્ષ આપત્તિનો ડર છે."

તેઓ વધુમાં કહે છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવવાની શક્યતા છે અને ફ્રાન્સમાં દક્ષિણપંથી સરકાર આવવાની આશંકા છે.

આ વખતના જી7 સમિટમાં એજન્ડામાં રહેશેઃ

  • ગાઝા યુદ્ધ – જી7ના નેતાઓએ જો બાઇડના પ્લાનને સમર્થન જાહેર કર્યું છે. પ્લાનમાં બાઇડને ઇઝરાયલ અને હમાસને તત્કાલ સંઘર્ષવિરામ કરવાની, બધા બંધકોને મુક્ત કરવાની અને ગાઝાની સહાયતામાં વધારો કરવા માટે સૂચન કર્યાં છે.
  • માઇગ્રેશન – ઈટાલીએ બીજા દેશોને તેના મેટ્ટાઈ પ્લાન આર્થિક મદદ કરવા માટે વિનંતી કરી છે, જેમાં આફ્રિકન દેશોને તેમના અર્થતંત્રને મજબૂત કરવા માટે ગ્રાન્ટ અને લોન આપશે. જોકે, કેટલાકને લાગે છે કે આ યોજનાનો ઉપયોગ ઈટાલી આફ્રિકાથી થતાં સ્થળાંતરને અટકાવવા માટે કરશે.
  • આર્થિક સુરક્ષા - જી7એ બળ વડે શાસનવિરોધી સંધિ અપનાવી હતી. આ સંધિ ચીન અને રશિયા જેવા દેશોને આર્થિક શક્તિનો ઉપયોગ કરીને પોતાની મરજી અન્ય પર લાદતા રોકવા માટે બનાવવામાં આવી છે. અમેરિકા આ મુદ્દાને લઈને સમિટમાં ચર્ચા કરવા માટે ઉત્સુક છે.
  • એઆઈ સુરક્ષા - ગયા વર્ષે પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી, જે સુરક્ષિત અને ભરોસાપાત્ર વૈશ્વિક એઆઈને પ્રમોટ કરે છે.
  • પોપ ફ્રાન્સિસ - જે G7 સમિટમાં હાજરી આપનાર પ્રથમ પોન્ટિફ બનશે. તેઓ સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય પર સંબોધન કરશે.
  • નૈતિકતા અને માનવાધિકારો માટેનાં જોખમ વિશે ચેતવણી આપતા તેમણે એઆઈના વૈશ્વિક નિયમન માટે હાકલ કરી છે.