સ્વાદ અને સંસ્કૃતિ: પુણેમાં કોરિયન લોકો કેમ રેસ્ટોરાં ખોલી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, પુણેમાં આ કોરિયન કાફે કેવી રીતે શરૂ થયું, શું છે એની ખાસિયત?

"મને હિંદી કરતાં વધારે મરાઠી ગમે છે, મને તે મારી પોતાની ભાષા જેવી લાગે છે. મારે આ ભાષા શીખવી હતી."

આ શબ્દો દેગુક બેના છે. તેઓ મૂળ દક્ષિણ કોરીયાના છે. તેઓ સંસ્કૃત શીખવા અને બૌદ્ધ ધર્મને જાણવા માટે ભારતમાં આવ્યા હતા.

એમણે પુણેમાં એક કોરિયન કાફે શરૂ કર્યું છે. પુણેની જાણીતી જગ્યાઓ દેગુક બેને ખૂબ પસંદ છે.

દેગુક બે જેવા ઘણા કોરિયનો અહીં રહે છે. દેગુક બે મુજબ એક હજાર કરતાં વધારે કોરિયન નાગરિકો પુણેના એમઆઇડીસી વિસ્તારમાં તળેગાવ, ચાકણ અને ખેડમાં રહે છે.

અહીં ઔધોગિક ક્ષેત્રમાં ઘણી કોરિયન કંપની છે, જ્યાં કોરિયનો નોકરી કરે છે.

જોકે, મોટા ભાગના કોરિયન લોકો અંગ્રેજી જાણતા નથી. વળી, તેમનાં ખાનપાન અલગ હોવાથી તેમના માટે કોરિયન રેસ્ટોરાં અને કાફે તેમજ કોરિયન કરિયાણાની દુકાન પણ શરૂ થઈ છે. જેને કોરિયાના લોકો જ ચલાવે છે.

એક કોરિયન દંપતી- ચો હાજિંક અને તેમનાં પત્ની લી ચૂંજા 2017માં દિલ્હી આવ્યાં હતાં. તેમને ભારત ગમી ગયું અને અહીં જ વસી ગયાં.

2024માં હાજિંકે પુણેમાં એક ગેસ્ટહાઉસ શરૂ કર્યુ. અહીં તેઓ ઑથેન્ટિક કોરિયન ફૂડ પીરસે છે.

ભારતીય ફૂડ અને કોરિયન ફૂડ વચ્ચે ખૂબ તફાવત છે, પણ અહીં આવીને વસેલા કોરિયનોને ભારતીય ફૂડ ખૂબ પસંદ છે.

ભારતીય ખાણીપીણી વિશે કોરિયનો શું પ્રતિભાવ આપે છે? અહીંના ઉત્સવો માણતા કોરિયનો કઈ રીતે ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ ગયા છે? જુઓ આ વીડિયો.

બીબીસી માટે ક્લેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, દેગુક બે, કોરિયા, પુણે
ઇમેજ કૅપ્શન, દેગુક બે