You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રા પસંદ કરતી વખતે શું ધ્યાને રાખવું જોઈએ? ખોટી બ્રા પહેરવાથી શું થઈ શકે છે?
- લેેખક, પ્રમિલા કૃષ્ણન
- પદ, બીબીસી
- શું બ્રા પહેરવાથી કે ન પહેરવાથી કૅન્સર થાય છે?
- સ્તનપાન કરાવતી મહિલાઓએ બ્રા પહેરવી જોઈએ?
- એક જ સાઇઝની બ્રા ઘણા વર્ષો સુધી પહેરી શકાય?
- ‘અંડરવાયર્ડ બ્રા’ કેટલા લાંબા સમય સુધી પહેરી શકાય?
- આવા અનેક પ્રશ્નો અને ગેરમાન્યતાઓના જવાબ માટે વાંચો આ અહેવાલ...
“બ્રા પહેરવાથી સ્તન ઢીલાં નથી પડતાં, સ્તનપાન કરાવતી માતાઓ જે બ્રા પહેરે છે, તે સ્તનપાનની સમસ્યાઓને રોકી શકી છે. બ્રા પહેરવાથી કૅન્સર થઈ શકે છે, બ્રા ન પહેરવાથી સ્તન કૅન્સર થઈ શકે છે.”
મોટા ભાગની મહિલાઓએ પોતાના જીવનમાં આમાંથી કંઇક તો સાંભળ્યું જ હશે.
બ્રાને લઈને વધી રહેલી જાગૃતતાના આ યુગમાં મહિલાઓમાં બ્રાને લઈને ખોટી ધારણાઓ આજે પણ હાજર છે.
મહિલાઓ માટે ઘણા પ્રકારના સવાલ ઊઠે છે. જેમ કે કેવા પ્રકારની બ્રા પસંદ કરવી જોઈએ અને ખોટી બ્રા પહેરવાથી શું તકલીફ આવી શકે છે. આ અહેવાલમાં ચેન્નઈસ્થિત પ્રસૂતિ વિશેષજ્ઞ શાંતિ રવીન્દ્રનાથે બીબીસીને વિવિધ પ્રશ્નો અને ગેરમાન્યતાઓના જવાબ આપ્યા.
યોગ્ય બ્રા ન પહેરવાથી કેવી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે?
ઘણા લોકો ચોંકી ગયા જ્યારે મેં એક વખત મહિલાઓને તેમની પાંસળીઓના દુખાવા વિશે સમજાવ્યું. મહિલાઓ યોગ્ય બ્રા પસંદ કરવાને લઈને અસમંજસમાં હતી. યોગ્ય સાઇઝની બ્રા પહેરવાને લઈને મોટા ભાગની મહિલાઓમાં મૂંઝવણ જોવા મળે છે.
કેટલીક મહિલાઓમાં મેં જોયું કે બ્રા પહેરવાની આદતને લઈને તેમની પીઠ પર નિશાન પડી ગયા હતા. કેટલીક મહિલાઓની પીઠ પર એક લાઇન બની ગઈ હતી તો કેટલીકના પીઠ પર બ્રાનું નિશાન અંકિત થઈ ગયું હતું.
ટાઇટ ફીટ હોવાથી ગરદન અને ખભાનો ભાગ કસીને બંધાયેલો રહે છે. કેટલીક મહિલાઓ ઘરે આવ્યા બાદ પણ ટાઇટ બ્રા પહેરી રાખતી હોય છે.
જો આપ લાંબા સમય સુધી ટાઇટ બ્રા પહેરી રાખતા હો તો દુખાવાની તીવ્રતા પાંસળીઓને પ્રભાવિત કરશે. ટાઇટ બ્રા પહેરવાથી પરસેવાની સમસ્યા અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે. ક્યારેક રક્ત પ્રવાહમાં હસ્તક્ષેપ પણ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું એક જ સાઇઝની બ્રા વર્ષો સુધી પહેરી શકાય?
બ્રા કપડાંનું એવું અંતર્વર્તી વસ્ત્ર છે જે કામ કરતી વખતે સ્તનોનાં હલનચલનને રોકે છે. તેથી જરૂરી છે કે તેને વધુ ટાઇટ કે વધુ ઢીલી ન પહેરવામાં આવે.
જ્યારે તમને લાગે કે તમે યોગ્ય બ્રા ખરીદી લીધી છે. તો વર્ષો સુધી એક જ બ્રા સાથે રહેવું પણ ભૂલ છે. સમયાંતરે પોતાના સ્તનના આકાર અનુસાર બ્રા બદલતા રહેવું જોઈએ.
શું ખરેખર બ્રા પહેરવાથી સ્તન ઢીલાં પડતાં નથી?
આપણા સમાજમાં બ્રા પહેરવાને લઈને ઘણા અંધવિશ્વાસ છે. તેમાંથી એક એ છે કે બ્રા પહેરવાથી સ્તન ઢીલાં પડતાં નથી.
બ્રા પહેર્યા બાદ પણ ઉંમરની સાથેસાથે સ્તન ઢીલાં પડવા સ્વાભાવિક છે. માત્ર ઉંમર જ નહીં, સ્તન ઢીલા પડવા પાછળ આનુવાંશિક કારણો પણ જવાબદાર છે.
આ જ રીતે વધુ સ્તન હલવા સામેલ હોય એવા કોઈ વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓને પણ નાની ઉંમરમાં સ્તન ઢીલા પડવાની તકલીફ થઈ શકે છે. આ પાછળ અન્ય એક કારણ સ્તનપાન પણ છે.
સ્તન ભલે ભારે હોય, સમય જતાં એ ઢીલાં થશે એ વાત સ્વાભાવિક છે. તો પછી એ માન્યતા ખોટી છે કે બ્રા પહેરવાથી સ્તન ઢીલાં પડતા 100 ટકા અટકાવી શકાય છે. યોગ્ય બ્રા પહેરવાનો અર્થ એ છે કે સ્તનને તેની પ્રાકૃતિક અવસ્થામાં રહેવામાં મદદ મળી શકે છે.
શું બ્રા પહેરવાથી સ્તનપાન રોકી શકાય?
આ પણ એક અંધવિશ્વાસ છે. આપણા દેશમાં લગભગ 40 પ્રકારની બ્રા ઉપલબ્ધ છે. કોટન બ્રા, સ્ટ્રૅપલેસ બ્રા, પરસેવો શોષી લેતી બ્રા, સ્તનપાન કરાવતી માતાઓ માટે વિશેષ નર્સિંગ બ્રા વગેરે ઉપલબ્ધ છે.
આ પ્રકારની નર્સિંગ બ્રા પહેરવામાં કંઈ ખોટું નથી જેમાં દૂધ શોષવાની ક્ષમતા હોય, કારણકે, સ્તનપાન કરાવતી માતાઓમાં વધુ દૂધનો સ્ત્રાવ થાય તેવી શક્યતા છે. પરંતુ એ માનવું ખોટું છે કે બ્રા પહેરવાથી સ્તનપાન રોકી શકાય છે.
સ્તનપાનના મહિનાઓ દરમિયાન સ્તનોનો આકાર સમય-સમય પર બદલાતો હોય છે. આથી વધુ પડતા દૂધનો સ્ત્રાવ રોકવા માટે બાળકને નિયમિત સ્તનપાન કરાવવાની સાથેસાથે વધુ દૂધ પીવડાવવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.
કૉટન કે સિન્થૅટિક, કઈ બ્રા સારી?
કૉટન બ્રા આપણાં હવામાન અનુસાર શરીર માટે સૌથી વધુ અનૂકુળ હોય છે. પણ તેનો અર્થ એ નથી કે સિન્થૅટિક બ્રામાં કોઈ ખોટ હોય. તે ક્યારેક-ક્યારેક પહેરી શકાય છે. સિન્થૅટિક બ્રાને અનાવશ્યક પહેરવી ટાળવી જોઈએ. ટૂંકમાં દરેક વસ્ત્રો જરૂરિયાત મુજબ પહેરવા જોઈએ.
‘અંડરવાયર્ડ બ્રા’ લાંબા સમય સુધી પહેરી શકાય?
કેટલીક મહિલાઓ ‘અંડરવાયર્ડ બ્રા’ પહેરે છે. તેને પહેરવાનો સમય જ તેની શરીર પર પડતી અસર નક્કી કરે છે. અંડરવાયર્ડ બ્રામાં તાર લાગેલા હોય છે. જે સ્તનના નીચેના ભાગને ઉપર ઉઠાવે છે.
આ પ્રકારની બ્રા લાંબા સમય સુધી પહેરવાથી સ્તન પર દબાણ ઊભું થાય છે તેથી યોગ્ય રહેશે કે તેને થોડાક સમય માટે જ પહેરવામાં આવે અને બાદમાં સામાન્ય પ્રકારની બ્રા પહેરવામાં આવે.
બ્રા અને કૅન્સર વચ્ચે શું લેવાદેવા?
‘બ્રા પહેરવાથી કૅન્સર અને બ્રા ન પહેરવાથી બ્રેસ્ટ કૅન્સર થવું’ આ બંને જ અંધવિશ્વાસ છે અને વિશ્વભરમાં પ્રચલિત છે. અત્યાર સુધી કોઈ પણ સંશોધનમાં બ્રા અને બ્રેસ્ટ કૅન્સર વચ્ચેનો સંબંધ સ્થાપિત થયો નથી.
બ્રેસ્ટ કૅન્સર પ્રત્યે જાગૃતિ પ્રસરાવવા માટે દર વર્ષે 13 ઑક્ટોબરે ‘નો બ્રા ડે’ ઉજવવામાં આવે છે. હાલના સમયની જરૂરિયાત એ છે કે મહિલાઓ બ્રા વિશે મુક્તપણે વાત કરે અને જરૂર પડે તેની પસંદગી માટે તબીબી સલાહ લે.