નરોડા હત્યાકાંડ : ચુકાદા વિશે ગામના મુસ્લિમો અને આરોપીના પરિવારજનોએ શું કહ્યું?

28 ફેબ્રુઆરી, 2002ના રોજ નરોડા ગામમાં ફાટી નીકળેલાં તોફાનોમાં 11 મુસ્લિમોને જીવતા સળગાવી દેવાયા હતા.

અમદાવાદની વિશેષ કોર્ટે આ કેસમાં 69 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.

નિર્દોષ જાહેર કરાયેલા લોકોમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય માયા કોડનાણી, બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગી, વિશ્વ હિંદુ પરિષદના નેતા જયદીપ પટેલ તથા ભાજપના નેતા વલ્લભ પટેલનો સમાવેશ થાય છે.

તેમના પર હત્યા, રમખાણ કરાવવાં, ગેરકાયદે ટોળું ભેગું કરવા અને ગુનાહિત ષડ્યંત્ર રચવાના આરોપ હતા.

આ ચુકાદો આવ્યા બાદ બીબીસીએ નરોડા ગામમાં રહેતાં મુસ્લિમો સાથે વાત કરી હતી. જુઓ તેમણે શું કહ્યું...