લોકસભાની ચૂંટણી અગાઉ મસૂદ અઝહરને લઈને ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટ્વીટ યુદ્ધ

પુલવામા હુમલાની જવાબદારી લેનાર ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરને લઈને ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટકરાવ જોવા મળ્યો છે.

આજે કૉંગ્રેસે કંદહારમાં મસૂદ અઝહરને કોણે મુક્ત કર્યો હતો તેવી વાત રજૂ કરી હતી.

કૉંગ્રેસ કહ્યું કે પુલવામા હુમલાના જવાબદારને ભાજપને જ પાકિસ્તાનને સોંપ્યો હતો અને તેમાં અજિત દોભાલ સામેલ હતા.

આની સામે ભાજપે રાહુલ ગાંધી મસૂદ અઝહરને માનવાચક રીતે મસૂદ અઝહરજી કહીને સંબોધિત કરી રહ્યા હોય એવો વીડિયો શેર કર્યો હતો અને રાહુલ ગાંધીને ઉગ્રવાદીઓના ટેકેદાર ગણાવ્યા હતા.

ભાજપના અનેક નેતાઓએ આ વીડિયો ટ્ટીટ કર્યો હતો. આ વીડિયો નવી દિલ્હીમાં 'મેરા બૂથ મેરા ગૌરવ' કાર્યક્રમનો હોવાનું જણાવાઈ રહ્યું છે.

આને પગલે #RahulLovesTerrorists "Masood Azhar Ji" જેવા ટ્ટીટ ટ્રૅન્ડ્ થતાં જોવાં મળ્યાં હતાં.

કૉંગ્રેસે આની સામે વળતો પ્રહાર કરી #BJPTerrorism #BJPLovesTerrorists ટ્રૅન્ડ કર્યું હતું અને મસૂદ અઝહરને ભાજપે કેમ મુક્ત કર્યો હતો અને પઠાણકોટની તપાસમાં આઈએસઆઈને મોદીએ જ કેમ આમંત્રણ આપ્યુ હતું એવો સવાલ કર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો