એક બંગલાની કિંમતથી પણ મોંઘું છે આ પર્સ

ઇમેજ સ્રોત, Getty Images
એક પર્સ અથવા હૅન્ડબૅગની કિંમત વધુમાં વધુ કેટલી હોઈ શકે?
દસ હજાર રૂપિયા, 50 હજાર રૂપિયા કે પછી એક લાખ કે બે લાખ રૂપિયા.
પરંતુ તમે ક્યારેય અઢી કરોડ રૂપિયાની કિંમતનું પર્સ જોયું છે? આ પર્સની કિંમત 27 લાખ 9 હજાર પાઉન્ડ છે. (ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ અઢી કરોડ રૂપિયા થાય છે.)
આટલી કિંમતમાં તમે અમદાવાદમાં એક વિશાળ આલિશાન બંગલો ખરીદી શકો. અને એ ખરીદ્યા પછી પણ તમારી પાસે ઘણા રૂપિયા બચી જાય.

વાઇટ ગોલ્ડ અને હીરાજડિત

ઇમેજ સ્રોત, Getty Images
આમ છતાંય, ગત વર્ષે કોઈએ આ દુર્લભ પર્સ ખરીદવા માટે આટલી કિંમત ચૂકવી છે. 2014 હિમાલય બિર્કિન નામની આ હૅન્ડબૅગ ફ્રેંચ ફેશન હાઉસ હર્મીઝનું ઉત્પાદન છે.
ઘડિયાલ મગરની આફ્રિકન પ્રજાતિ 'નીલો'ના ચામડાંમાંથી બનેલા આ હૅન્ડબૅગ પર 18 કેરેટનું વાઇટ ગોલ્ડ (સફેદ સોનુ) અને હીરા જડેલા છે.
અત્યંત કિંમતી હૅન્ડબૅગની શ્રેણીમાં આ પર્સની કિંમત રેકોર્ડ તોડનારી છે એમ કહી શકાય. એક સમય હતો જ્યારે આ પ્રકારના હૅન્ડબૅગ ખૂબ જ ચલણમાં હતાં.

કિમ કર્દાશિયાં વેસ્ટ જેવી સેલિબ્રિટિઝ

ઇમેજ સ્રોત, Getty Images
વાત બહુ જૂની નથી જ્યારે મોનાકો દેશની રાજકુમારી ગ્રેસે પોતાની ગર્ભાવસ્થાને પાપારાજી (સેલિબ્રિટિઝનો પીછો કરતા પત્રકારો)થી છૂપાવવા માટે હર્મીઝની બૅગનો ઉપયોગ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અત્યંત કિંમતી પર્સ એટલું પ્રખ્યાત છે કે, કિમ કર્દાશિયાં જેવી સેલિબ્રિટિઝની હૅન્ડબૅગનો ઉલ્લેખ પણ સમાચાર બને છે.
તમને આ વાંચવું પણ ગમશે:
ઑક્શન હાઉસ ક્રિસ્ટી કહે છે કે આવાં લક્ઝરી હૅન્ડબૅગનું ઉપયોગ બાદ પણ ખરીદ-વેચાણ થાય છે અને તેમનું મૂલ્ય સતત વધતું જાય છે.

રોકાણનો વિકલ્પ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2011માં તેનો વેપાર 51 લાખ પાઉંડ હતો, જે વર્ષ 2016માં વધીને 260 લાખ પાઉન્ડ થઈ ગયો.
પરંતુ અન્ય એક ઑક્શન હાઉસ હેરીટેજ ઑક્શન્સનું માનવું છે કે દુનિયામાં અત્યંત કિંમતી હૅન્ડબૅગ્સનું બજાર 750 લાખ પાઉન્ડ્સથી 10 કરોડ પાઉન્ડ્સ જેટલું છે અને તે વધી રહ્યું છે.
રોકાણની દૃષ્ટિએ પણ આ હૅન્ડબૅગ સારું વળતર આપી શકે છે.
ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક જેફરીઝનું કહેવું છે કે આવી બૅગ્સ પર વર્ષમાં 30 ટકા જેટલું વળતર મળી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












